તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંક ઓફ બરોડા 8.4 % વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે, 80 લાખ સુધીની લોન મળશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. હાયર એજ્યુકેશનની ફી અફોર્ડ કરવી દરેક માટે શક્ય નથી. આવી સ્થિતિમાં તમે એજ્યુકેશન લોન લઈને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો. ભારતીય સ્ટેટ બેંક (SBI) અને ઈન્ડિયન બેંક સહિત ઘણી એવી બેંક છે જે દેશમાં અભ્યાસ કરવા માટે જ નહીં પરંતુ વિદેશના અભ્યાસ માટે પણ સસ્તા દરે એજ્યુકેશન લોન પ્રદાન કરે છે. બેંક ઓફ બરોડા અભ્યાસ માટે 80 લાખ સુધીની લોન આપે છે. જાણો કઈ બેંક કેટલા વ્યાજ દરે એજ્યુકેશન લોન આપે છે. 

તેમાં અભ્યાસ સંબંધિત તમામ ખર્ચ સામેલ હોય છે
વિદ્યાર્થીઓ અથવા તેમના માતા-પિતા બાળકોને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અથના પ્રોફેશનલ કોર્સ માટે બેંકો પાસેથી એજ્યુકેશન લોન લઈ શકે છે. શરત એ છે કે  શૈક્ષણિક સંસ્થાએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરલે હોવી જોઈએ. જે બેંકમાં તમારું પહેલાથી અકાઉન્ટ છે ત્યાંથી એજ્યુકેશન લોન લેવાનું સરળ છે. એજ્યુકેશન લોન અંતર્ગત કોલેજ, હોસ્ટેલ, લાઈબ્રેરી, અભ્યાસ માટે કમ્પ્યુટરની ખરીદીની સાથે ઈન્ટરનેશનલ એજ્યુકેશનના કિસ્સામાં આવવા-જવાનો ખર્ચનો પણ સામેલ કરવામાં આવે છે.

બેંકવ્યાજ દર (%)    ભારતમાં અભ્યાસ માટે લોનની રકમવિદેશ અભ્યાસ માટે લોનની રકમIIT, IIM, ISB કોર્સ માટે લોનની રકમસમયગાળો
SBI8.85 થી 10.7510 લાખ40 લાખ40 લાખ10થી12 વર્ષ
એક્સિસ બેંક13.70 થી15.2075 લાખ75 લાખ75 લાખ7 વર્ષ
IDBI9.5010 લાખ10 લાખ10 લાખ10 થી 15 વર્ષ
કેનેરા બેંક

9.95 થી 10.70

10 લાખ

20 લાખ

20 લાખ10 થી 15 વર્ષ
યૂકો બેંક10.65 થી 11.0010 લાખ10 લાખ10 લાખ10 થી 15 વર્ષ
પંજાબ નેશનલ બેંક8.45થી 11.0510 લાખ15 લાખ15 લાખ10 થી 15 વર્ષ
બેંક ઓફ બરોડા8.60 થી 10.6580 લાખ80 લાખ

80 લાખ

10 થી 15 વર્ષ
સેન્ટ્રલ બેંક8.40થી 10.4010 લાખ20 લાખ20 લાખ10 થી 15 વર્ષ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser