બેંકિંગ / ATMમાંથી હવે 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે, નાના શહેરોથી શરૂઆત થઈ

ATMs will no longer give 2,000 rupees note

  • બેંકોમાં RBI તરફથી 2 હજાર રૂપિયાની નોટો મોકલવામાં નથી આવી રહી
  • ATMમાંથી 2 હજાર રૂપિયાના કેશબિન કાઢવામાં આવી રહ્યા

Divyabhaskar.com

Oct 07, 2019, 01:42 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ધીમે-ધીમે 2,000 રૂપિયાની નોટ ATMમાંથી હટાવી રહી છે. RBIની માર્ગદર્શિકા મુજબ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના નાના શહેરો અને નગરોમાં રહેલા ATMમાંથી 2,000 રૂપિયાની નોટ રાખવાના સ્લોટ્સ કાઢી રહ્યા છે. આ સ્લોટની જગ્યાએ બેંકો 100, 200 અને 500 રૂપિયાના સ્લોટમાં વધારો કરી રહી છે. જો કે, આ ફક્ત નાના શહેરોમાં જ કરવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, RBI હવે બેંકોને 2 હજાર રૂપિયાની નોટો નથી મોકલી રહી.

બેંકમાંથી 2,000 રૂપિયાની નોટો લઈ શકાશે
જો કોઈને 2,000 રૂપિયાની નોટની જરૂર હોય તો તે તે બેંકમાંથી લઈ શકે છે. ઘણીવાર ATMમાંથી 2,000 રૂપિયાની નોટ નીકળવાથી આટલી મોટી નોટના છૂટા મળવામાં તકલીફ પડી રહી હતી. આ માટે લોકોએ હેરાન પણ થવું પડે છે.

8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી પછી 2,000 રૂપિયાની નોટનું ચલણ શરૂ થયું હતું. ATMમાંથી 2,000 રૂપિયાની નોટ બહાર આવી ત્યારે ઘણા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, મોટી નોટો સાથે મોટી ચૂકવણી કરવી વધુ સરળ હોય છે.

X
ATMs will no longer give 2,000 rupees note

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી