LIC / 2 વર્ષ કરતાં વધુ સમયથી બંધ પડેલી જૂની ઇન્શ્યોરન્સ પોલિસી ફરી ચાલુ કરાવી શકાશે

An old insurance policy that has been closed for more than 2 years can be revived

Divyabhaskar.com

Nov 05, 2019, 12:20 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારતની સરકારી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)એ જણાવ્યું કે, જે ગ્રાહકોની પોલિસી 2 વર્ષથી બંધ પડી છે તેઓ તેને ફરી ચાલુ કરાવી શકે છે. LICએ નિવેદનમાં કહ્યું કે, જે પોલિસી બંધ થયે બે વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે અને તેને રિન્યૂ કરાવવામાં નથી આવી એવી પોલિસી પણ હવે ફરી ચાલુ કરાવી શકાશે.

IRDAIના નિયમોથી ફાયદો થયો

  • LIC દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અગાઉના નિયમો મુજબ જો કોઈ પોલિસીધારકે સતત બે વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવ્યું ન હોય તો તેની પોલિસી લેપ્સ થઈ જતી હતી. આ પોલિસી રિન્યૂ કરાવવાનો કોઈ નિયમ નહોતો. આ સંદર્ભે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI)એ પ્રોડક્ટ રેગ્યુલેશન્સ 2013 રજૂ કર્યું, જે 1 જાન્યુઆરી 2014થી અમલમાં આવી ગયું છે.
  • પોલિસીધારકોને આ નિયમોનો લાભ પહોંચાડવા માટે LICએ IRDAIનો સંપર્ક સાધ્યો અને 1 જાન્યુઆરી 2014 પહેલા ખરીદેલી પોલિસીમાં તેને લાગુ કરવાની વિનંતી કરી.
  • LICના જણાવ્યા અનુસાર, હવે પોલિસીધારકો કે જેમણે 1 જાન્યુઆરી, 2014 પહેલા પોલિસી ખરીદી હોય તેઓ તેમની બંધ પડેલી નોન-લિંક્ડ પોલિસીને ફર્સ્ટ અનપેડ પ્રીમિયમના 5 વર્ષ અને યૂનિટ લિંક્ડ પોલિસીને 3 વર્ષની અંદર ફરીથી શરૂ કરાવી શકે છે.
  • LICના મેનેજિંગ ડિરેક્ટર વિપિન આનંદે કહ્યું કે, કમનસીબે ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય છે કે વ્યક્તિ પ્રીમિયમ ચૂકવવા અસમર્થ હોય છે અને તેની પોલિસી લેપ્સ થઈ જાય છે. આવી સ્થિતિમાં, વીમા કવર જાળવી રાખવા માટે નવી પોલિસી ખરીદવા કરતાં
  • જૂની પોલિસી શરૂ કરવી વધુ સારો માર્ગ હોય છે.
X
An old insurance policy that has been closed for more than 2 years can be revived
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી