• Home
  • Utility
  • After giving the details of Aadhaar, you will get e PAN card immediately

સુવિધા / આધારની વિગતો આપવાથી તરત ઈ-પાન કાર્ડ મળી જશે, હવે ઓફિસના ધક્કા ખાવા નહીં પડે

After giving the details of Aadhaar, you will get e-PAN card immediately

  • ફેબ્રુઆરીથી સરકાર ઈ-પાન કાર્ડ જારી કરવાની સુવિધા શરૂ કરવા જઈ રહી છે
  • આધાર નંબર દાખલ કરવા પર રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP વેરિફિકેશન બાદ ઈ-પાન જારી કરવામાં આવશે
  • પાન-આધારને લિંક કરવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે

Divyabhaskar.com

Feb 07, 2020, 12:30 PM IST

યુટિલિટી ડેસ્ક. સરકાર આ મહિનાથી આધારની વિગતો આપવા પર ઈ-પાન કાર્ડ જારી કરવાની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેના જણાવ્યા પ્રમાણે, આ ઓનલાઈન પ્રોસેસમાં આધાર નંબર દાખલ કરવા પર રજિસ્ટર્ડ મોબાઈલ પર OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા વેરિફિકેશન બાદ ઈ-પાન જારી કરવામાં આવશે. તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે, કરદાતાને પાન કાર્ડ માટે ફોર્મ ભરવાની અને તેને જમા કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે, તે ઉપરાંત કરદાતાના રહેણાંકના સરનામે પાન કાર્ડ મોકલવાની ટેક્સ વિભાગની પ્રક્રિયા પણ સરળ થઈ જશે.


આ સુવિધા કેવી રીતે કામ કરશે
વ્યક્તિએ આવકેવાર વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જઈને તમારો આધાર નંબર આપવાનો રહેશે. આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે. આધારની માહિતી વેરિફાઈ કરવા માટે OTPનો ઉપયોગ કરવાનો રહેશે.ત્યારબાદ ઈ-પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.

આધાર-પાન લિંક કરાવવું જરૂરી છે
સરકારે પાન-આધાર લિંક કરાવવુ ફરજિયાત કર્યું છે, 30.75 કરોડથી વધુ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. જો કે, 27 જાન્યુઆરી 2020 સુધી 17.58 કરોડથી વધારે પાનને આધાર સાથે લિંક કરવાનું બાકી છે. પાન-આધારને લિંક કરવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2020 છે.

X
After giving the details of Aadhaar, you will get e-PAN card immediately

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી