• Gujarati News
  • National
  • Aadhaar You Can Online Book An Appointment At Uidai Aadhaar Seva Kendra For New Addhar And Updation

આધાર કાર્ડ બનાવવા હવે ઘેરબેઠાં અપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે, ડિટેલ્સ પણ અપડેટ થઈ શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ જો તમારે આધાર કાર્ડ બનાવવું હોય અથવા કાર્ડમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય અને તેને સુધારવા માગતા હો તો તેના માટે ઓનલાઇન અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ઘણાં શહેરોમાં આધાર સેવા કેન્દ્રો શરૂ કર્યા છે. આ સેવા કેન્દ્રો પાસપોર્ટ સેવા કેન્દ્રોની જેમ કાર્ય કરશે. અહીં તમારું નવું આધાર બનાવવા ઉપરાંત તમે તમારું નામ અપડેટ, સરનામું અપડેટ, મોબાઇલ નંબર અપડેટ, ઇ-મેઇલ આઈડી અપડેટ, જન્મ તારીખ, જાતિ અપડેટ અને બાયોમેટ્રિક અપડેટ (ફોટો + ફિંગરપ્રિન્ટ + આઇરિસ) કરાવી શકો છો.
 

ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લેવાની પ્રોસેસ

  • આ સેવા અંતર્ગત તમે આધાર સેવા કેન્દ્રમાં તમારો ટર્ન આવે એની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. આ માટે તમારે સૌપ્રથમ UIDAIની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
  • અહીં હોમ પેજ ખૂલી જશે. તેમાં પહેલું સેક્શન My Aadhaar પર mouse cursor રાખો અને નીચે બીજા નંબર પર વિભાગ છે, માઉસ આધાર પર માઉસ કર્સર મૂકો અને નીચે બીજા નંબર પર Book an Appointment ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે બુકિંગ પેજ ખૂલશે. અહીં તમારું શહેર અથવા લોકેશન પસંદ કરો. હવે નવાં પેજમાં તમારી જરૂરિયાત મુજબ સર્વિસ પસંદ કરો.
  • અહીં તમારે તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા ભરવો પડશે. ત્યારબાદ OTP જનરેટ થશે.
  • OTP વેરિફિકેશન પછી બીજું પેજ ઓપન થશે. ત્યાં તમારી પાસે માગવામાં આવેલી જાણકારી ભરીને NEXT બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ બીજું પેજ ખૂલશે, જેમાં તમારે તમારી અનુકુળતા પ્રમાણે દિવસ અને સમય પસંદ કરવાનો છે.
  • બીજા પેજમાં તમને તમારી અપોઇન્ટમેન્ટ સંબંધિત જાણકારી બતાવવામાં આવશે. બધી જાણકારી યોગ્ય હોય તો સબમિટ પર ક્લિક કરો. તમારી સામે તમારી અપોઇન્ટમેન્ટ ડિટેલ્સ આવી જશે.