તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Aadhaar Launched New App Called MAadhaar, Now The Aadhaar Card Will Be Coming Home In 15 Days

આધાર સાથે જોડાયેલી એપનું નવું વર્ઝન mAadhaar લોન્ચ થયું, હવે 15 દિવસમાં ઘરે આધાર કાર્ડ આવી જશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરી દીધું છે. આ નવી એપ્લિકેશનનું નામ mAadhaar છે, જેને એન્ડ્રોઇડ અથવા IOS યુઝર્સ સરળતાથી ડાઉનલોડ કરી શકાશે. આ એપ્લિકેશન એપલ અને એન્ડ્રોઇડ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશનની મદદથી તમે સરળતાથી તમારા આધારની રિપ્રિન્ટની રિક્વેસ્ટ કરી શકો છો. આધાર રિપ્રિન્ટ માટે તમારે સર્વિસ ચાર્જ તરીકે 50 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ, આ આધાર કાર્ડ તમારી રિક્વેસ્ટના 15 દિવસની અંદર તમારા ઘરે આવી જશે. જો કે, આ સમય દરમિયાન તમારે ધ્યાન રાખવાનું રહેશે કે નવું પ્રિન્ટેડ આધાર રજિસ્ટર્ડ અડ્રેસ પર જ મોકલવામાં આવે.
 

નવી એપ પર આ સુવિધાઓ મળશે
નવી આધાર એપ ઉપયોગ કરવાની બાબતે પહેલાં કરતાં વધુ સરળ બનાવવામાં આવી છે. આ નવી એપમાં ઓફલાઇન KYC, QR કોડ સ્કેન, રિપ્રિન્ટનો ઓર્ડર કરવો, અડ્રેસ અપડેટ કરવું, આધાર વેરિફાય કરવું, ઇ-મેઇલ વેરિફાય કરવું, UID રિટ્રિવની રિક્વેસ્ટ જેવાં કામ સરળતાથી કરી શકાશે. તમે આ એપ દ્વારા સરળતાથી અનેક પ્રકારે ઓનલાઇન રિક્વેસ્ટનું સ્ટેટસ ચેક કરી શકાશે.

mAadhaar એપ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • ગૂગલ અથવા એપલ પ્લે સ્ટોરમાં જાઓ.
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે જરૂરી રિક્વેસ્ટ આપવી પડશે.
  • ત્યારબાદ મોબાઇલમાં એપ ઇન્સ્ટોલ થઈ જશે.
  • ત્યારબાદ તમારે તમારી એપમાં નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
  • આ એપ ઉપયોગ કરવા માટે દર વખતે આ પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે.
  • આ પાસવર્ડ 4 ડિજિટનો હશે, જે અંકોમાં જ હશે.

નવી એપ 13 ભાષામાં રહેશે
આધારની આ નવી એપ્લિકેશન 13 ભાષાઓને સપોર્ટ કરે છે. તેમાં અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, ઓડિયા, ઉર્દૂ, તેલુગુ, તામિલ, મલયાલમ, કન્નડ, ગુજરાતી, પંજાબી, મરાઠી અને આસામી ભાષાઓ સામેલ છે.


નવી mAadhaar એપમાં બે મુખ્ય સેક્શન આપવામાં આવ્યા છે. આ બંને સેક્શનનું નામ આધાર સર્વિસિસ ડેશબોર્ડ અને માય આધાર સેક્શન છે.
1. આધાર સર્વિસિસ ડેશબોર્ડ તમામ પ્રકારની આધાર ઓલાઇન સર્વિસિસ માટે હશે. આ આધાર હોલ્ડર માટે જ હશે.
2. My Aadhaar Section: આ એક પ્રકારની આધાર પ્રોફાઇલની પર્સનલાઇઝ્ડ સ્પેસ હશે. તેના માટે યુઝરે પોતાની આધાર પ્રોફાઇલ માટે રજિસ્ટર કરવાનું રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો