લોન / ખરાબ ક્રેડિટ સ્કોર સાથે સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ સહિતના વિકલ્પોનો ઉપયોગ કરીને લોન મેળવી શકાય છે

A loan can be obtained using options including a secured credit card with a bad credit score

Divyabhaskar.com

Feb 10, 2020, 03:34 PM IST

યુટિલિટી ડેસ્કઃ ખરાબ ક્રેડિટ સ્કોર સાથે લોન લેવી મુશ્કેલ બને છે. તેને લીધે બેંક અથવા અન્ય કોઈ નાણાકીય સંસ્થાની લોન આપવાની સંભાવના ઓછી થઈ જાય છે. કારણ કે ખરાબ ક્રેડિટ સ્કોર સાથેના ગ્રાહકને જોખમ યુક્ત માનવામાં આવે છે. બેંક ગ્રાહકનું આંકલન તેનાં ક્રેડિટ હિસ્ટ્રી અને ચૂકવણીને આધારે કરવામાં આવે છે.

ખરાબ ક્રેડિટ સ્કોરનાં કારણો

  • લોન અથવા ક્રેડિટ કાર્ડનાં હપતા પૂરા ન કરવા
  • લોન અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં મોડું કરવું
  • સતત ક્રેડિટ કાર્ડની ઊંચી લિમિટનો ઉપયોગ કરવો
  • અકાઉન્ટ રાઈટ ઓફ અથવા સેટલ કરવામાં આવ્યું હોય
  • ઓછા સમયગાળામાં વધારે લોન માટે અપ્લાય કરવું

ખરાબ ક્રેડિટ સાથે લોન મેળવવી મુશ્કેલ છે પણ અશ્કય નથી. કેટલાક વિકલ્પોનો ઉપયોગ કરીને ખરાબ ક્રેડિટ સ્કોર સાથે પણ લોન મેળવી શકાય છે.

સંપત્તિ ઉપર લોન
જો તમે તમારી સંપત્તિ ગિરવે રાખીને લોન લો છો તો ખરાબ ક્રેડિટ સ્કોર હોવા છતાં લોન મળી શકે છે. તમે ફિક્સ્ડ ડિપોઝીટ અથવા શેર લોન આપતી કંપની પાસે ગિરવે રાખી શકાય છે. જોકે તેમાં વ્યાજ દર વધારે હોય છે અને લોનની રકમ ઓછી હોય છે. આ પદ્ધતિ ખરાબ ક્રેડિટ સ્કોર હોવા છતાં લોન મેળવવાની સરળ પદ્ધતિ છે.

સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ
સિક્યોર્ડ ક્રેડિટ કાર્ડ ક્રેડિટ હિસ્ટ્રી સુધારવામાં મદદ કરે છે. ખરાબ ક્રેડિટ સ્કોર હોવા છતાં તેને હાંસલ કરી શકાય છે. જો તમારી પાસે ફિક્સ્ડ ડિપોઝીટ છે તો તેમાં રહેલી રકમની 70થી 80% રકમની ક્રેડિટ લિમિટ મળે છે.

એડવાન્સ સેલરી
નાણાકીય સેવાઓ આપતી કેટલીક કંપનીઓ સેલરી એડવાન્સના સ્વરૂપે લોન આપે છે. તેનાં માધ્યમથી માસિક સેલરીનો અડધો ભાગ લોન સ્વરૂપે મળે છે. તેની મદદથી તમે તમારી શોર્ટ ટર્મ જરૂરિયાતોને પૂરી કરી શકો છો. તેની પ્રક્રિયા સરળ હોય છે અને લોનની રકમ સીધા તમારાં બેંક અકાઉન્ટમાં પહોંચે છે.

P2P લેન્ડિંગ
પીયર-ટુ પીયર લેન્ડિંગનું વલણ દેશમાં વધી રહ્યું છે. P2P પ્લેટફોર્મ ખરાબ ક્રેડિટ સ્કોર હોવા છતાં લોન આપે છે. જોકે જોખમને ધ્યાનમાં રાખતા વ્યાજદર વધી જાય છે.

ઉપરોક્ત જણાવેલ વિકલ્પો ઉપરાંત તમે કો- એપ્લિકેન્ટ પાસે આવેદન કરીને અને બેંક સાથે વાતચીત કરીને પણ ખરાબ ક્રેડિટ સ્કોર સાથે લોન લઇ શકો છો.

X
A loan can be obtained using options including a secured credit card with a bad credit score

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી