તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ચમાં 60 ટકા લોકોએ તેમની ટિકિટ કેન્સલ કરી, રેલવેએ લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા જણાવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુટિલિટી ડેસ્ક. દેશમાં કોરોનાવાઈરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેની અસર ભારતની ટ્રાવેલિંગ પેટર્ન પર પણ પડી છે. માર્ચ મહિનામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કારણે 60 ટકા લોકોએ તેમની ટિકિટ કેન્સલ કરાવી છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે લોકોને વિનંતી કરી છે કે, મુસાફરી ત્યારે જ કરવી જ્યારે અનિવાર્ય હોય. 

ટ્રેનમાંથી ધાબળા અને પડદા હટાવી દેવામાં આવ્યા
કોરોના વાઈરસના વધતા પ્રકોપના કારણે રેલવેએ મુસાફરી દરમિયાન ધાબળા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેના અનુસાર, એસી કોચમાં મળતા ધાબળા દરરોજ સાફ કરવામાં આવતા નથી. એટલા માટે કોરોના વાઈરસને અટકાવવા માટે ટ્રેનોના એસી કોચમાં પડદા અને ધાબળા હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો જરૂરી હોય તો મુસાફરો પોતાના ધાબળા લાવી શકે છે.

રેલવે આ પગલાં લીધાં
કોરોના વાઈરસ વિશે લોકોને જાગૃત કરવા માટે રેલવેએ અનેક પગલાં લીધાં છે, જેના અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં જનજાગૃતિ માટે કોરોના વાઈરસ વિશે માહિતી, શિક્ષણ અને સંચાર સામગ્રી (પોસ્ટરો અને પેમ્ફલેટ) દર્શાવવામાં આવી રહ્યાં છે. 


કોરોના વાઈરસના શંકાસ્પદ કેસોની સારવાર માટે રેલવેએ હોસ્પિટલમાં 1,000થી વધારે આઈસોલેશન બેડ ઉપલબ્ધ કરાવ્યા છે અને 12,000થી વધારે બેડ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવ્યા છે. તમામ રેલવે હોસ્પિટલોમાં કંટ્રોલ રૂમ અને ટેલિફોન હેલ્પલાઈન સર્વિસ શરૂ કરવામાં આવી છે. તાવના કેસો માટે અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...