રાહત / આધારમાં 6 વસ્તુઓ બદલાવવી હશે તો કોઈ ડોક્યૂમેન્ટ આપવા નહીં પડે, ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ શકાશે

6 items have to be changed without any documents in aadhar, online appointment can be taken

Divyabhaskar.com

Sep 14, 2019, 04:33 PM IST

યુટિલિટી ડેસ્કઃ દિવસે ને દિવસે આધાર કાર્ડનું મહત્ત્વ વધી રહ્યું છે. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર આવશ્યક છે. તેથી, આધારમાં સાચી માહિતી હોવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઘણી વખત અજાણતાં આધારમાં ભૂલો થઈ જાય છે. તેમાંની કેટલીક ભૂલોને સુધારવા તમે કોઈપણ ડોક્યૂમેન્ટ્સ આપ્યા વગર તેને અપડેટ કરાવી શકો છો. આ લિસ્ટમાં નામ, ફોન નંબર, ઈ-મેઇલ ID, ફોટો, ફિંગર પ્રિન્ટ અને આંખોનું સ્કેનિંગ સામેલ છે.

આધાર સેવા કેન્દ્રમાં ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ શકાશે
આધારમાં સરનામાં સિવાય અન્ય કોઈપણ જાણકારી અપડેટ કરવા માટે આધાર સેન્ટર જ જવું પડે છે. જો નવું આધાર કાર્ડ બનાવવા ઈચ્છતા હો અથવા આધારની ડિેલ્સ અપડેટ કરવાની હોય તો હવે ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ શકાશે. UIDAI દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્રો (ASKs) પર ઓનલાઇન અપોઇન્ટમેન્ટ બુકિંગ સુવિધા શરૂ કરી દીધી છે. UIDAIએ ટ્વીટ દ્વારા આ વિશે માહિતી આપી છે.

ઓનલાઇન અપડેટ કરવા માટે જરૂરી જાણકારી
આધારકાર્ડ ઓનલાઇન અપડેટ કરવા માટે તમારી પાસે એ મોબાઇલ નંબર હોવો જરૂરી છે, જેને તમે આધાર નંબર સાથે રજિસ્ટર કર્યો હતો. કારણ કે અપડેટની પ્રક્રિયા દરમિયાન OTP (વન ટાઇમ પાસવર્ડ) મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. જો તમારી પાસે તે મોબાઇલ નંબર ન હોય તો આધાર એનરોલમેન્ટ સેન્ટર જઇને તેને અપડેટ કરાવી લો. તો જ તમે તમારા આધાર કાર્ડને ઓનલાઇન અપડેટ કરી શકશો.

બર્થ ડેટ એક જ વાર અપડેટ થઈ શકે છે

આધારમાં બર્થ ડેટ અને જાતિને માત્ર 1 વાર જ અપડેટ કરાવી શકાય છે. બર્થ ડેટ અપડેટ કરાવવા માટે પોતાની પાસે પુરાવા તરીકે તેનાથી સંબંધિત વેલિડ ડોક્યૂમેન્ટ લઇને આધાર સેન્ટર જવું પડશે.

X
6 items have to be changed without any documents in aadhar, online appointment can be taken
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી