તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝુમ્બા વર્કઆઉટ:ઝુમ્બા વજન ઘટાડવાની સાથે યાદશક્તિ પણ વધારે છે, હૃદયરોગનું જોખમ ઘટશે અને સ્ટ્રેસ પણ ઓછો થશે

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમે ફિટ રહેવાની સાથોસાથ ઝડપથી વજન ઘટાડવા માગતા હો તો ઝુમ્બા ડાન્સ સૌથી સારો વિકલ્પ છે. મ્યૂઝિક સાથે સ્ટેપ્સ લઈને વજન ઘટાડવાની આ રીત તમને જરાય બોરિંગ નહીં લાગે.

સ્પોર્ટ્સ સાયન્સ એન્ડ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયેલાં એક રિસર્ચ અનુસાર, 40 મિનિટ સુધી ઝુમ્બા કરવાથી 369 કેલરી બર્ન થાય છે. આ ફાયદો 40 મિનિટનાં કિક બોક્સિંગ અને પાવર યોગ બરાબર છે.

ફિટનેસ ટ્રેનર કહે છે કે, દેશમાં ઝુમ્બાનો ટ્રેન્ડ વધી રહ્યો છે કારણ કે, ફિટનેસની આ રીત તમને ખુશ રાખવાની સાથે ફિટનેસ આપે છે. ઝુમ્બા શું છે અને તે કેવી રીતે કામ કરે છે અને આ વર્કઆઉટ કેવી રીતે ફાયદાકારક છે આવો જાણીએ...

શું છે ઝુમ્બા?
ફિટનેસ ટ્રેનર વિનોદ સિંહ જણાવે છે કે, ઝુમ્બા એક એરોબિક એક્સર્સાઈઝ છે જે લેટિન ડાન્સથી ઈન્સ્પાયર્ડ છે. ઝુમ્બા માટે લાઉડ મ્યુઝિક સાથે ડાન્સ કરતાં એક્સર્સાઈઝ કરવામાં આવે છે. આ ડાન્સ તમને એનર્જેટિક રાખે છે અને તમારું ફેટ બર્ન કરે છે.

એક રિસર્ચ પ્રમાણે, અઠવાડિયામાં 3થી 4 વખત ઝુમ્બા કરવાથી બોડી ફ્લેક્સિબલ રહે છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે અને તેનાથી ફ્રેશ ફીલ થવાય છે.

ઝુમ્બા ડાન્સ કેવી રીતે અને કેટલીવાર કરવો જોઈએ?
ફિટનેસ ટ્રેનર વિનોદ કહે છે કે, અઠવાડિયાંમાં મિનિમમ 3 વખત ઝુમ્બા ડાન્સ કરવો જોઈએ. 300થી 400 કેલરી બર્ન કરવાનું લક્ષ્ય રાખો. દેશના તમામ મોટા જિમમાં ઝુમ્બા કરાવવામાં આવે છે. તેને જોઈન કરી શકાય છે તેના માટે કોઈ ખાસ ઈક્વિપમેન્ટની આવશ્યકતા હોતી નથી.

આહાર કેવો હોવો જોઇએ?
ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ સુરભી પારિક કહે છે કે, જો તમે ઝુમ્બા કરતા હો તો પછી આહારમાં ઇંડા, ચિકન અને માછલી લો. આ પ્રોટીનની ઊણપને પૂર્ણ કરશે. આહારમાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. જ્યારે ભૂખ લાગે ત્યારે સફરજન અને ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકાય છે. આ સિવાય, નાસ્તામાં કિનુઆ, બ્રાઉન રાઇસ અને ઓટ્સ ખાઓ.

દુનિયામાં ક્યારે અને કેવી રીતે ઝુમ્બાની શરૂઆત થઈ?
આ ફિટનેસ પ્રોગ્રામને દુનિયામાં લાવવાનું ક્રેડિટ કોરિયોગ્રાફર અને ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર અલ્બર્ટો બિટો પેરેઝને જાય છે. તેની શરૂઆત 90 ના દાયકામાં થઈ. ઝુમ્બાની શરૂઆત સાથે જોડાયેલો એક કિસ્સો પણ છે. અલ્બર્ટો એક દિવસ એરોબિક ક્લાસિસ લેવા જઈ રહ્યો હતો. પછી તેને વિચાર આવ્યો કે તે આજે સંગીત સાંભળવાનું ભૂલી ગયો છે. ફરીથી જઇને સંગીત સાંભળવું શક્ય નહોતું. તેથી જ્યારે તે વર્ગમાં એરોબિક્સ શીખવવા પહોંચ્યો, ત્યારે તેણે સંગીત સાથે એરોબિક વર્કઆઉટ મિક્સ કર્યું. તેણે જોયું કે વિદ્યાર્થીઓ આ વર્કઆઉટનો ખૂબ આનંદ લઈ રહ્યા છે.

અલ્બર્ટોએ વર્ષ 2001માં મિયામીમાં ફિટનેસ વર્કઆઉટને ઓફિશિયલી શીખવવાનું શરૂ કર્યું. તેનું નામ અહીં ઝુમ્બા રાખવામાં આવ્યું. જો કે, આ નામનો કોઈ ખાસ અર્થ નથી. ઝુમ્બાને ફિટનેસ અને ફનના કોમ્બિનેશન તરીકે વર્ણવવામાં આવ્યું હતું અને આ ખૂબ જ ચર્ચિત વર્કઆઉટ બની ગયું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો