• Gujarati News
  • Utility
  • YouTubers Cannot Record Videos Without Someone's Consent, The Offender Will Have To Pay A Fine Of Millions Along With Imprisonment

ચંદીગઢ યુનિવર્સિટીના બાથરુમમાં બન્યો હતો MMS:યૂટ્યૂબર્સ કોઈની સંમતિ વગર વીડિયો રેકોર્ડ નહીં કરી શકે, અપરાધીએ જેલની સાથે લાખોનો દંડ ભરવો પડશે

12 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા
  • કૉપી લિંક

ચંદીગઢ યુનિવર્સિટી VIDEO લીકના કેસમાં ધરપકડ કરવામાં આવેલી આરોપી યુવતી સામે IT ઍક્ટ અને અન્ય વ્યક્તિની પ્રાઈવસી ભંગ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તેની સાથે બે યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસ અંગે હજુ પણ આગળની તપાસ શરુ છે.

જો કે, આ તો કેસની વાત થઈ પણ એ તમામા વીડિયોનું શું કે, જે આપણી જાણ બહાર કેમેરામાં રેકોર્ડ થાય છે. ઘણીવાર મોલ કે કોઈ જાહેર સ્થળ પર પરમિશન વિના જ લોકો વીડિયો બનાવી લે છે. આજે કામના સમાચારમાં પ્રાઈવસી સાથે જોડાયેલ અમુક પ્રશ્નોના જવાબ આપણે જાણીશું. તો ચાલો શરુ કરીએ....

આ પ્રશ્નોના જવાબ માટે અમે રિટાયર્ડ જજ, કિશન દત્ત કલાસ્કર, સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિરાગ ગુપ્તા અને લો લેક્ચરર એડવોકેટ પંકજ વાઘવાણીનો સંપર્ક સાધ્યો હતો.

સૌથી પહેવા આ 4 મુદ્દાઓને સમજી લઈએ
રાઈટ ટુ પ્રાઈવસી (ગોપનીયતાનો અધિકાર)- તમારા રોજિંદા જીવનમાં શું ચાલી રહ્યું છે? તેમાં કોઈ અન્ય વ્યક્તિ દખલગીરી ન કરી શકે. આ અધિકાર ‘રાઈટ ટુ પ્રાઈવસી’ છે. તે દરેક વ્યક્તિનો સંવૈધાનિક અધિકાર છે.
ડિગ્નિટી (સન્માન)- જો આપણે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોટો કે વીડિયો રેકોર્ડ કરીને તેને વાઈરલ કરી દઈએ તો તે કાયદાકીય રીતે ગુનો છે. આમ, કરવાથી તે વ્યક્તિના સન્માનને ઠેંસ પહોંચે છે.
સોશિયલ હાર્મ (સામાજિક નુકશાન)- કોઈ વ્યક્તિનો વીડિયો કે ફોટો વાઈરલ કરીને તેના માન-સન્માનને ઠેંસ પહોંચે છે, તો તે પણ ગુનો છે.
એમ્બરસમેન્ટ(શર્મસાર પરિસ્થિતિ)- કોઈને વીડિયો કે ફોટોના માધ્યમથી માનસિક કે કોઈપણ રીતે શર્મસાર પરિસ્થિતિમાં મૂકી દેવું તે પણ ખોટું છે.

ચાલો હવે અમુક આવી પરિસ્થિતિઓ પર ચર્ચા કરીએ અને આપણી પ્રાઈવસી સાથે સંબંધિત માહિતી મેળવીએ

પરિસ્થિતિ-1
મોલ, રોડ અને બીજા જાહેર સ્થળો પર કોઈ યુટ્યુબર તમારો વીડિયો પૂછ્યા વગર બનાવી લે, તો શું તમે તેની ફરિયાદ કરી શકો છો?
જવાબ-
હા, જરુર. જો કોઈ યુટ્યુબરે તમારી જાણ વિના તમારી વ્યક્તિગત માહિતી પોસ્ટ કરી છે કે તમારો (અંગત કે સંવેદનશીલ પરિસ્થિતિવાળો) વીડિયો અપલોડ કર્યો છે તો તમે તેને ડિલીટ કરવા માટે કહી શકો છો. જો તમે યુટ્યુબર સુધી પહોંચી નથી શકતા અથવા તો તે તમારો વીડિયો ડિલીટ કરવા માટેની ના પાડે છે તો તમે તે યુટ્યૂબ ચેનલ સામે ફરિયાદ કરી શકો છો. આ કેસમાં તમે કાયદાકીય મદદ પણ લઈ શકો છો. ફરિયાદ કઈ-કઈ જગ્યાએ કરી શકો છો? તેના માટે નીચેના ગ્રાફિક્સ વાંચો...

જો કોઈ તમારી વીડિયો કે ફોટો વાઈરલ કરી દે, તો આ 5 સ્ટેપ્સને ફોલો કરો.

  • ઘણાીવાર લોકો આવી પરિસ્થિતિમાં ડરી જાય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે.
  • ઘરના લોકોને આખી વાત જણાવો, તે ગુસ્સો કરશે પણ તમારી મદદ પણ કરશે.
  • વાઈરલ વીડિયો કે ફોટોનો સ્ક્રિનશોટ ભૂલ્યા વગર લઈ લેશો અને તેને સેવ કરી લો.
  • જો કોઈ સોશિયવ મીડિયા સાઈટ પર તમને ટેગ કર્યા છે તો પોતાની જાતને અનટેગ કરો.
  • પર્ટિક્યુલર વેબસાઈટ પર જઈને વીડિયો કે ફોટો ડિલીટ કરવા માટે પણ ફરિયાદ કરી શકો.

પરિસ્થિતિ-2
સોશિયલ મીડિયા પર કોઈ ઈન્ફ્લુએન્સર તમારી સાથે અચાનક પ્રેંક વીડિયો બનાવે તો તમે શું કરી શકો?
જવાબ-
જ્યારે તમને ખબર પડે કે, તમારાથી છુપાઈને કે સંમતિ વગર તમારો વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે તો તમે સીધી જ FIR નોંધાવી શકો છો.
તમે એ પણ યાદ રાખો કે, જે પ્લેટફોર્મ પર તમારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તેના પરથી વીડિયો કે ફોટો ડિલીટ કરવાની અરજી કરી શકો છો. દરેક સોશિયલ મીડિયા કંપનીનું એક ગ્રીવાંસ રિડ્રેસલ સિસ્ટમ (તકરાર નિવારણ પ્રણાલી) હોય છે, જ્યાં તમે વીડિયો ડિલીટ કરવાની અરજી કરી શકો છો.
નવા IT રુલ્સ 2021 મુજબ ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વિટર સહિત દરેક સોશિયલ સાઈટ્સે ભારતમાં પોતાના ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી ફરજિયાત છે. 24 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફરિયાદ અધિકારીએ ફરિયાદ સ્વીકારવી પડશે. આ સાથે જ 15 દિવસની અંદર કેસનો નિકાલ કરવો પડશે.

પરિસ્થિતિ-3
જો મે મોલમાં કોઈ વ્યક્તિને મારો વીડિયો બનાવતા જોઈ લીધો હોય અને તેના પર દબાણ બનાવીને તેનો વીડિયો ડિલીટ કરી દીધો હોય તો શું તેની પાસે મારો વીડિયો પાછો આવી શકે?
જવાબ-
હા, આવી શકે છે. આજકાલ મોબાઈલ ફોન ઘણા અપગ્રેડ થઈ ચૂક્યા છે. કોઈપણ ફોટો કે વીડિ.યો ગેલેરીમાંથી ડિલીટ કર્યા પછી પણ રિસાઈકલ કે રિસ્ટોર ઓપ્શનમાં સેવ રહેશે, તેને ત્યાથી રિકવર કરી શકો છો એટલે વીડિયો ડિલીટ કરાવીને રિલેક્સ ન થઈ જાવ તેની ફરિયાદ જરુર નોંધાવો.

પરિસ્થિતિ-4
ઓફિસમાં ઘણા લોકો પૂછ્યા વગર ઓડિયો-વીડિયો બનાવવા લાગે છે અને હસતા-હસતા કહે પણ છે કે, મે બધુ જ રેકોર્ડ કરી લીધુ છે. આવા લોકો જો કઈક વાઈરલ કરી દે તો શું તેની સામે ફરિયાદ થઈ શકે?
જવાબ-
આ પરિસ્થિતિમાં તમારી પરમિશન વગર તમારો ઓડિયો કે વીડિયો રેકોર્ડ કરવામાં આવે તો તે જરાપણ યોગ્ય નથી. ન તો કોઈ વ્યક્તિ આ રીતે ઓડિયો કે વીડિયો રેકોર્ડ કરી શકે છે કે ન તો તેને વાઈરલ કરી શકીએ છીએ કારણ કે, તે રાઈટ ટુ પ્રાઈવસી, ડિગ્નિટી, સોશિયલ હાર્મ જેવી બાબતોનું ઉલ્લંઘન થઈ શકે છે.

પરિસ્થિતિ-5
જો કોઈ બાથરુમ કે બેડરુમ જેવી પ્રાઈવેટ પ્લેસ પર ક્રાઈમની નિયતથી વીડિયો બનાવે (જેવો ચંદીગઢ યુનિવર્સિટીમાં બનાવ્યો) તો તેમાં ફરિયાદ માટે કયા વિકલ્પ છે?
સુપ્રીમ કોર્ટના એડવોકેટ વિરાગ ગુપ્તાના જણાવ્યા મુજબ આ કેસમાં IPCની કલમ 354-C અને IT ઍક્ટની 66E હેઠળ FIR નોંધાવી શકાય છે.

IT એક્ટ 66E - અપરાધીને 3 વર્ષ સુધીની જેલની સજા અને 2 લાખ સુધીનો દંડ ભરવો પડી શકે છે.

પરિસ્થિતિ-6
શું સરકારી ઓફિસમાં કોઈપણ કર્મચારી કોઈનો પણ વીડિયો રેકોર્ડ કરી શકે છે, શું તે કાયદાકીય રીતે સાચું છે?
એડવોકેટ અને રિટાયર્ડ જજ કિશન દત્ત કલાસકર: ના, કોઈપણ કર્મચારીને તેના અધિકારી, સ્ટાફ અથવા અન્ય લોકો સાથેની સામાન્ય વાતચીત વિશે ઓડિયો અથવા વીડિયો બનાવવાનો કોઈ અધિકાર નથી.