• Gujarati News
  • Utility
  • Your Take Home Salary Will Not Change Now, The Center Postponed The Decision; Preparations Of Some States Are Not Complete As Per The New Labor Law

સેલરી સ્ટ્રક્ચરમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય:તમારી ટેક હોમ સેલરી અત્યારે બદલાશે નહીં, કેન્દ્રએ નિર્ણય મુલતવી રાખ્યો; નવા શ્રમ કાયદા મુજબ કેટલાક રાજ્યોની તૈયારીઓ પૂર્ણ નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા તમારા સેલરી સ્ટ્રક્ચરમાં એક એપ્રિલથી થતા ફેરફારના નિર્ણયને મુલતવી રાખવામાં આવ્યો છે. તેનું કારણ કેટલાક રાજ્યોએ લેબર કોડ્સને લઈને તૈયારી અધૂરી હોવાનું જણાવ્યું છે. કેન્દ્ર દ્વારા 29 શ્રમ કાયદામાં ફેરફાર કરીને 4 લેબર કાયદા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીઓએ તેમના કર્મચારીઓને સેલરી સ્ટ્રક્ચર સહિત ઘણા જરૂરી ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે નવો કાયદો મુલતવી રાખવામાં આવ્યો છે. કેમ કે, કોરોના મહામારી વચ્ચે લોકોને કેશ ઈન હેન્ડની જરૂર છે. તે સિવાય ફ્રેમવર્ક પણ તૈયાર નથી તે પણ મુખ્ય કારણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેના સંબંધિત કોઈ સરકારી નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યું. પરિણામે કાયદાને મુલતવી રાખવામાં આવ્યો.

કાયદામાં ફેરફારના કારણે તમારી ટેક હોમ એટલે કે ઈન હેન્ડ સેલરી ઘટી ગઈ હોત પરંતુ પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFની રકમમાં વધારો થયો હોત. તેનો સીધો અર્થ એ થયો કે સરકાર તમારું સેવિંગ યોગ્ય બનાવવાના પ્રયાસમાં છે. ગત વર્ષે સરકારે ફેરફાર કરતા તેની સંખ્યા 29માંથી 4 કરી દીધી હતી. આ કાયદાઓ છે- વ્યવસાયિક સુરક્ષા કાયદો, સ્વાસ્થ્ય અને કાર્યની સ્થિતિ, ઓદ્યૌગિક સંબંધ અને સામાજિક સુરક્ષા કાયદો.

HR કન્સલ્ટન્ટના જણાવ્યા પ્રમાણે, નવા કાયદાની અસર એમ્પ્લોયની સેલરી પર પડશે પરંતુ સેવિંગના કારણે ભવિષ્ય માટે વધારે બચત થશે. PF પર વ્યાજ દર વાર્ષિક 8-8.5%ની વચ્ચે મળી શકે છે. એકંદરે, નોકરી કરતા લોકો માટે આ સકારાત્મક પગલું છે.

હવે સમજો સેલરીનું ગણિત...
નોકરી કરનાર લોકો 2 શબ્દોથી પરિચિત હોય છે. પ્રથમ CTC અર્થાત કોસ્ટ ટુ કંપની અને બીજો ટેક હોમ સેલરી અર્થાત ઓન હેન્ડ સેલરી.

1. CTC: CTC એટલે કોસ્ટ ટૂ કંપની, તમારા કામમાં કંપનીનો કુલ ખર્ચ. તે તમારી કુલ સેલરી હોય છે. આ સેલરીમાં તમારી બેઝિક સેલરી સામેલ હોય છે. આ સિવાય હાઉસ અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, ટ્રાવેલ અનાઉન્સ, ફૂડ અલાઉન્સ અને ઈન્સેટિવ હોય છે. આ તમામ વસ્તુ મળી તમારી ટોટલ સેલરી નક્કી થાય છે. તેને CTC કહેવાય છે.

2. ટેક હોમ સેલરી: જ્યારે તમારા હાથમાં સેલરી આવે છે તો તે તમારાં CTC કરતાં ઓછી હોય છે. કારણ કે કંપની CTC અર્થાત કુલ સેલરીના કેટલાક પૈસા PF માટે કાપે છે. તો કેટલાક મેડિકલ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ તરીકે કાપે છે. આ સિવાય અન્ય કેટલીક વસ્તુઓ માટે પણ કંપની સેલરી કટ કરતી હોય છે. આ બધી વસ્તુઓ બાદ થયાં બાદ તમારાં હાથમાં જે સેલરી આવે છે તેને ઓન હેન્ડ સેલરી કહેવાય છે.​​​​​​​

નવા ફેરફારથી કેવી રીતે ઓછી થશે તમારી સેલરી?
જેમની બેઝિક સેલરી CTC 50% છે, તો તેમને કોઈ ખાસ ફર્ક નહીં પડે, પણ જેમની બેઝિક સેલરી CTCના 50% નથી તેમને વધારે ફર્ક પડશે. કારણ કે આ નિયમો હેઠળ હવે કોઈની પણ બેઝિક સેલરી CTCના 50%થી ઓછી ના હોઈ શકે. કેમ કે, PFના પૈસા તમારી બેઝિક સેલરીમાંથી કટ થાય છે, જે બેઝિક સેલરીના 12% હોય છે.

એટલે કે બેઝિક સેલરી જેટલી વધારે હશે એટલો PF વધારે કપાશે. પહેલાં લોકો ટોટલ CTCમાંથી બેઝિક સેલરી ઓછી કરીને અલાઉન્સ વધારી લેતા હતા. તેનાથી ટેક્સમાં છૂટ મળતી હતી અને PF પણ ઓછો કપાતો હતો. તેનાથી ઓન-હેન્ડ સેલરી વધી જતી હતી. ધર્મેશના અનુસાર, સરકાર આ ખામીઓ દૂર કરવા અને કર્મચારીઓના ફાયદા માટે નિયમોમાં ફેરફાર કર્યા હતા.​​​​​​​

તેને બે ઉદાહરણથી સમજીએ...

તેમના જણાવ્યા પ્રમાણે, તેનાથી કંપનીઓમાં હાયરિંગને લઈને થોડી સમસ્યા જરૂર થશે કેમ કે વધારે એમ્પલોય ઈન હેન્ડ સેલરી પર વાત કરે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આ ફેરફાર વિશે સમજાવવું થોડું મુશ્કેલ થઈ શકે છે. કેમ કે, કંપની હાયરિંગ કરતાં પહેલા પોતાનું બજેટ નક્કી કરે છે તો આ આખી પ્રક્રિયામાં HRની જવાબદારીઓ વધશે.

જો કે એમ્પ્લોયને એક વખત ગણિત સમજમાં આવી જાય ત્યારે કોઈ સમસ્યા નહીં થાય. કેમ કે, આખરે તે કાયદામાં કર્મચારીના હિતની વાત છે. તે સિવાય સેક્ટર સંબંધિત જોડાયેલા અન્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઈન હેન્ડ સેલરી, PF,ગ્રેચ્યુઇટી, અને પે સ્લિપમાં ફેરફારથી કંપનીની બેલેન્સ શીટ પર અસર થશે.