• Gujarati News
 • Utility
 • Young Or Old, Before Hitting The Gym, Understand How Good Exercise And Diet Are For Health.

કામના સમાચાર:ઉંમર ગમે તે હોય જિમમાં જતાં પહેલાં શરીર-ખોરાકને જાણી લો, નહીંતર રાજુ શ્રીવાસ્તવ જેવું થઈ શકે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

58 વર્ષના કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારે વર્ક આઉટ દરમિયાન હાર્ટ-એટેક આવતાં જ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજુની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલ તો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આજે અમે તમને કામના સમાચારમાં જણાવીશું કે 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ, યુવા વર્ગ અને પ્રેગ્નન્સીનો પ્લાનિંગ કરતી મહિલાઓએ ઘર અને જિમમાં કસરત કેવી રીતે કરવી જોઈએ. આ તમામ પ્રશ્નના જવાબ બંસલ હાર્ટ સેન્ટરના કાર્ડિયોલોજિસ્ટ ડો.મનોજ બંસલ, ક્રોસફિટ જિમના માલિક સેલિબ્રિટી ટ્રેનર સતીશ કુમાર અને વડોદરાના કાર્ડિયોલોજિસ્ટ ડો.વિકાસ આનંદ પટેલનો સમાવેશ થાય છે.

એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ કેટલા સમય સુધી કસરત કરવી જોઈએ?
ઘરે...

 • ઓછામાં ઓછી 45 મિનિટ સુધી કસરત કરવી જોઈએ.
 • ચાલવું એ સૌથી સારી કસરત છે.
 • તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ચાલવું જોઈએ.
 • ચાલવાની ગતિ એટલી જ રાખો, જેથી તમે હાંફી ન જાઓ.
 • તમે હાંફ્યા વગર તમારી સાથે ચાલતી વ્યક્તિ સાથે વાત કરી શકો છો.

જિમમાં

 • જિમમાં કેટલો સમય રહો છો એ નહીં, પરંતુ તમે ત્યાં કેવી રીતે કસરત કરો છો એ મહત્ત્વનું છે.
 • તમારે તમારી શારીરિક ક્ષમતા અનુસાર કસરત કરવી જોઈએ.
 • બીજાને જોવા માટે ખૂબ ઉત્સાહિત ન થાઓ. ધીમે ધીમે તમારી ક્ષમતા વધારો.
 • એટલી જ કસરત કરો, જેનાથી તમને શ્વાસ ન ચડે.

સંદર્ભ : ડૉ. મનોજ બંસલ, કાર્ડિયોલોજિસ્ટ, બંસલ હાર્ટ સેન્ટર, સાઉથ તુકોગંજ, ઇન્દોર

જિમમાં જે લોકો જાય છે એ પૈકી ઘણા લોકોને લાગે છે કે તેનું બીપી અને કોલેસ્ટેરોલ લેવલ બરાબર છે, તેથી તેને કોઈ સમસ્યા નહીં થાય, જો તમે પણ આ ભ્રમમાં રહેતા હો તો ચેતી જજો. ડૉ. બંસલ કહે છે કે ઘણા લોકોને પરિવારના સભ્યોમાં હાર્ટની બીમારી હોવાથી તે વ્યક્તિને થાય છે, એટલે કે તે આનુવંશિક સમસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત આપણી હાલની જે લાઇફસ્ટાઇલ છે એને કારણે પણ હાર્ટ-એટેક આવી શકે છે.

સવાલ : લાઇફસ્ટાઇલ અને હાર્ટ-એટેકને શું સંબંધ છે? લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ રિલેટેડ બીમારીઓ થઇ શકે છે અને એટેકનું જોખમ વધી જાય છે?
જવાબ : આજકાલ લોકો ઉપર કામનું પ્રેશર વધુ રહે છે, જેની સીધી અસર પર્સનલ લાઈફ પર પડે છે. જે લોકો વધુ સ્ટ્રેસ લે છે અથવા તો ચિંતા કરે છે તેનું સીધું કનેક્શન હાર્ટ સાથે હોય છે.

તો ઘણા લોકો વધુ ચિંતા કરે છે તેમને પણ હાર્ટ એટેકની શક્યતા વધારે છે. તો સ્ટ્રેસ અને શોખના કારણે યુવાવર્ગને સ્મોકિંગ અને ડ્રિન્કની લત લાગી જાય છે, તેના કારણે હાર્ટને લગતી અનેક પ્રકારની બીમારીઓ થઇ શકે છે અને એટેકનું જોખમ અનેકગણું વધી જાય છે.

સવાલ : કઈ ઉંમરમાં લોકોને બીપી કે હાઈ કોલેસ્ટેરોલનું સૌથી વધુ જોખમ રહે છે, જેને કારણે હાર્ટ-એટેકની શક્યતા વધી જાય છે?
જવાબ : એક્સર્સાઈઝ ફિઝિયોલોજિસ્ટ માઈકલ જોયનરના જણાવ્યા પ્રમાણે ઉંમર વધવાની સાથે હાઈ બ્લડપ્રેશર અને હાઈ કોલેસ્ટેરોલનું જોખમ પણ વધી જાય છે. જે લોકોની ઉંમર સૌથી વધુ હોય તે લોકો ઘરમાં જ કસરત કરે છે, તે લોકોને ડૉક્ટર મનોજ બંસલે કેટલીક ટિપ્સ આપી છે.

50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ હાર્ટ-એટેકથી બચવા માટે આ રીતે કસરત અને ડાયટનું ધ્યાન રાખવું જોઇએ...

 • યોગ અને પ્રાણાયામને તમારા જીવનનો હિસ્સો બનાવો.
 • હૃદયને સુરક્ષિત રાખવા માટે યોગ કરવા ખૂબ જરૂરી છે.
 • સ્નાયુઓને મજબુત બનાવવા માટે કલાકો કસરત ન કરો, નહીં તો નુકસાન થઇ શકે છે.
 • સૂર્ય નમસ્કારની સાથે ચાલવાથી ઘણો ફાયદો થશે.
 • સંતુલિત આહાર લો. તેલ અને ઘી ઓછું ખાઓ, પરંતુ સંપૂર્ણ બંધ ન કરો.
 • માત્ર પ્રોટીનનીવાળી વસ્તુઓનું સેવન ન કરો, કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુઓ પણ ખાઓ.
 • બહુ ઝડપથી વજન ઘટાડવાના ચક્કરમાં પડશો નહીં.
 • શરીરને હાઇડ્રેટેડ રાખો. દરરોજ ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીઓ.

જો 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની વાત કરવામાં આવે તો તેઓ ઘરે નહીં, પરંતુ જિમમાં કસરત કરે છે. તેમના માટે સેલિબ્રિટી ટ્રેનર અને ક્રોસફિટ જિમના માલિક સતીશ કુમારે કેટલીક ટિપ્સ આપી છે.

આજકાલ યુવાનો પણ ટીવી અને મોબાઇલ પર સેલિબ્રિટીઝને જોઇને મસલ્સ બનાવવા માટે જિમમાં જઇને કલાકો સુધી પરસેવો પાડે છે. તેઓ જાતજાતની દવાઓ પણ લે છે. આ વાત રાખો ધ્યાનમાં

 • સ્નાયુઓને મજબૂત કરવા માટે જે સ્ટેરોઇડ્સનો ખૂબ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેને બિલકુલ ટાળો.
 • ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર ડાયટ લો. જલદી વજન ઉતારવાના ચક્કરમાં દવાઓ બિલકુલ ન લો.
 • ધીમે ધીમે કસરત કરવાની ક્ષમતા વધારી દો. હેવી વર્કઆઉટની ખરાબ અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે.

ટ્રેનર તમને ગોલ પૂરો કરવાની સલાહ આપતા હોય તો તેની વાતને માનો.

 • જે મહિલાઓના લગ્ન થઇ ગયાં હોય અને બાળકનું પ્લાનિંગ કરતી હોય અને ઉંમર 40 વર્ષથી ઓછી હોય તો આ વાતનું ધ્યાન રાખો.
 • જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યાં છો તો વોકિંગ બેસ્ટ એક્સર્સાઈઝ છે.
 • ગર્ભવતી મહિલાઓએ દરરોજ ઓછામાં ઓછી 40-45 મિનિટ ચાલવું જોઈએ.
 • ધીમે ધીમે ચાલવાની ગતિ વધી શકે છે, આનાથી ફિટનેસ પણ ધીમે ધીમે વધશે.
 • બીપી અને શુગરને કંટ્રોલમાં રાખવા માટે રેગ્યુલર ચેકઅપ કરાવો અને બેલેન્સ ડાયટ લો.

સવાલ : જિમ હોય કે ઘર, ઘણા લોકોને એટેક પહેલાં શરીરમાં લક્ષણો જોવા મળે છે, પરંતુ ઘણા લોકો તેને ઇગ્નોર પણ કરે છે, આ ક્યાં લક્ષણો છે?
જવાબ : એક્સપર્ટ્સનો દાવો છે કે, એક તૃતીયાંશથી વધુ લોકોને હાર્ટએટેકના એક અઠવાડિયા પહેલાં શરીરમાં અમુક લક્ષણોનો અહેસાસ થાય છે. પરંતુ આ લક્ષણોની અવગણના કરે છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કાર્ડિયોલોજિસ્ટ્સના ડિરેક્ટર જોનાથન એ. ડ્રેઝનરના જણાવ્યા અનુસાર, જો તમને પણ લક્ષણોનો અનુભવ થતો હોય તો તુરંત જ ડોક્ટરની સલાહ લો.

 • શ્વાસમાં તકલીફ
 • માથાનો દુખાવો
 • થાક વધુ લાગવો

સવાલ : જે લોકોને પહેલેથી જ હાર્ટને લગતી બીમારીઓ હોય છે, શું આવા લોકોએ જિમ જવું જોઈએ?
જવાબ : હાર્ટની બીમારી હોય તે લોકો જિમ જાય છે તો પણ હેવી વર્કઆઉટ ન કરવું જોઈએ. વડોદરાના કાર્ડિયોલોજિસ્ટ ડૉ.વિકાસ આનંદ પટેલના જણાવ્યા અનુસાર, હાર્ટની બીમારી હોય તે લોકોએ વધુ હેવી વર્કઆઉટ કરવાને કારણે હાર્ટ પર પ્રેશર વધવાનું જોખમ હોઈ શકે છે, જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે.

સવાલ : હાઇ બીપીના દર્દીએ જિમ જવું જોઈએ કે નહીં? જો હા, તો ક્યા પ્રકારની કસરત ન કરવી જોઈએ?
જવાબ : આ લોકો જિમ જાય તેમાં કોઈ સમસ્યા નથી, પરંતુ કસરત દરમિયાન વધુ આરામ કરવો જોઈએ. એ પ્રકારની કસરત કરવાથી બચવું જોઈએ જેના કારણે હાર્ટ પર વધુ દબાણ આવે અને શ્વાસ ચડે.

સવાલ : ડાયાબિટીસના દર્દીઓએ જિમમાં જઈ શકે?
જવાબઃ ડાયાબિટીસના દર્દીઓ જિમમાં જઈ શકે છે પરંતુ તેમનું વર્ક શેડ્યૂલ અલગ હોવું જોઈએ. જિમ ટ્રેનરે આ વાતને ધ્યાનમાં રાખીને ડાયટ ચાર્ટ અને શેડ્યુઅલ તૈયાર કરવું જોઈએ.

સવાલ : જિમ જવાની કોઈ ઉંમર છે?
જવાબ : જે વ્યક્તિને 18 વર્ષ પૂરાં થઈ ગયાં હોય તે લોકો જ જિમ જવાનું વિચારે છે, પરંતુ એવું નથી 12-13 વર્ષની ઉંમર બાદ પણ જિમ જઈ શકાય છે.