• Gujarati News
  • Utility
  • You Will Now Be Able To Invest In HDFC And ICICI Bank Special FD Till March 31, Earning Interest.

પર્સનલ ફાઈનાન્સ:હવે તમે 31 માર્ચ સુધી HDFC અને ICICI બેંકની સ્પેશિયલ FDમાં રોકાણ કરી શકશો, તેમાં તમને વધારે વ્યાજ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • HDFC બેંકની સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર મહત્તમ 6.25 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • ICICI બેંકની સ્પેશિયલ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર મહત્તમ 6.30 ટકા વાર્ષિક વ્યાજ મળે છે

HDFC અને ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે જે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી, હવે તેમાં 31 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. પહેલા આ બંને સ્કીમમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી. આ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. અગાઉ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાની 'વીકેર' સ્કીમમાં રોકાણ કરવાની તારીખ લંબાવીને 31 માર્ચ કરી હતી.

HDFC બેંકની સિનિયર સિટીઝન કેર સ્કીમ
HDFC બેંકે સિનિયર સિટીઝન કેર FD નામથી સિનિયર સિટીઝન માટે એક સ્કીમ શરૂ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર, સિનિયર સિટિઝન્સ પાંચ વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછા સમયની ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય ગ્રાહકોને આપવામાં આવતા વ્યાજ કરતાં 0.75% વધુ ચૂકવશે. સિનિયર સિટીઝન્સને અન્ય લોકો કરતાં 5 વર્ષની ડિપોઝિટ પર 0.50% વ્યાજ મળશે. અત્યારે HDFC બેંક ફિક્સ ડિપોઝિટ પર મહત્તમ 5.50% વ્યાજ આપી રહી છે, આ સ્કીમ હેઠળ રોકાણ કરવાથી વાર્ષિક 6.25% લેખે વ્યાજ મળશે. આ સ્કીમ સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

ICICI બેંકની ગોલ્ડન યર્સ FD સ્કીમ
ICICI બેંકે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ‘ગોલ્ડન યર્સ FD’ નામની એક ખાસ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમ શરુ કરી છે. આ સ્કીમમાં રોકાણ કરનારાને સામાન્ય FD કરતાં 0.80 ટકા વ્યાજ વધારે મળશે. હવે વરિષ્ઠ નાગરિકોને 6.55 ટકા વ્યાજ મળશે. અત્યારે ICICI બેંક 5થી વધારે અને 10 વર્ષથી વધારેની અવધિની FD પર સૌથી વધારે વ્યાજ 5.50 ટકા આપી રહી છે. એટલે કે વરિષ્ઠ નાગરિકોને આ સ્કીમ અંતર્ગત 6.30 ટકા વ્યાજ મળશે. આ સ્કીમ 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ માટે 2 કરોડ રૂપિયા સુધીના જમા પર લાગુ થશે. આ સ્કીમ નવી FDनी સાથે જૂની FDને રિન્યુ કરાવવા પર પણ લાગુ થશે.આ સ્કીમ પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે.

SBIએ પણ શરૂ કરી નવી સ્કીમ
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ સિનિયર સિટીઝન માટે SBI વીકેર નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને વધારે વ્યાજ મળશે. આ સ્કીમ રીટેલ ટર્મ ડિપોઝીટ સેગમેન્ટ હેઠળ શરુ કરી છે. સ્કીમમાં સિનિયર સિટીઝનને સામાન્ય FD પર મળનારા વ્યાજ કરતાં 0.80 ટકા વ્યાજ વધારે મળશે. અત્યારે SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40 ટકા વ્યાજ આપી રહી છે. એટલે કે આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર 6.20 ટકા વ્યાજ મળશે.