તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • You Too Can Accomplish Your Financial Goals By Investing Money In Solution Oriented Mutual Fund Scheme

રોકાણ:સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં પૈસાનું રોકાણ કરીને તમે પણ તમારા નાણાકીય લક્ષ્યાંકોને પૂર્ણ કરી શકો છો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમ કોઈ ચોક્કસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે.
  • આ કેટેગરી લાંબા ગાળાના રોકાણ માટે બનાવવામાં આવી છે

જો તમે કોઈ ખાસ લક્ષ્યાંક માટે કોઈ જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે સોલ્યુશ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ કોઈ ખાસ લક્ષ્યાંકને પૂરી કરવા માટે બનાવવામાં આવી છે. આ લક્ષ્યાંકોમાં રિટાયરમેન્ટ અથવા બાળકોનું શિક્ષણ વગેરે સામેલ થઈ શકે છે. આજે અમે તમને સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તેમાં રોકાણ કરીને તમે તમારા નાણાકીય લક્ષ્યાંકોને પૂરા કરી શકો.

શું છે સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ?
સેબીના મ્યુચ્યુઅલ ફંડ ક્લાસિફિકેશન અંતર્ગત 5 કેટેગરી છે. તેમાંથી એક સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ છે. આ કેટેગરી નાણાકીય લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે. તે બે પ્રકારના ફંડ હોય છે. તેમાં રિટાયરમેન્ટ અને બાળકો માટે પ્લાનિંગ સામેલ હોય છે. આ કેટેગરી લાંબા ગાળાના રોકાણ માટે બનાવવામાં આવી છે. સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ ઓપન એન્ડેડ ફંડ છે અને તેના પર ટેક્સમાં છૂટનો ફાયદો પણ મળે છે.

તમારા હિસાબથી પસંદ કરી શકો છો ફંડ
આ સ્કીમ રોકાણકારોને કોઈ ખાસ લક્ષ્યાંકો માટે કસ્ટમાઈઝ્ડ પોર્ટફોલિયોને પસંદ કરવાની સુવિધા આપે છે. આ ફંડ્સનો પોર્ટફોલિયો ઈક્વિટી, ડેટ અથવા હાઈબ્રિડ ઓરિએન્ટેડ હોઈ શકે છે. તમારા નાણાકીય લક્ષ્યાંક અને જોખમ લેવાની ક્ષમતા અનુસાર તેને પસંદ કરી શકો છો.

તેમાં 5 વર્ષનો લોક ઈન પિરિઅડ હોય છે
સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કોઈ ખાસ લક્ષ્યાંક અથવા નિરાકરણના હિસાબથી બનેલી હોય છે. તેમાં રિટાયરમેન્ટ સ્કીમ અથવા બાળકોનો અભ્યાસ જેવા લક્ષ્યાંક હોઈ શકે છે. આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછું 5 વર્ષ માટે રોકાણ કરવું જરૂરી છે. તેમાં રોકાણ કરીને તમે સારું રિટર્ન મેળવી શકો છો.

સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમડિસ્ક્રિપ્શન
1.રિટાયરમેન્ટ ફંડઆ સ્કીમમાં ઓછામાં ઓછા 5 વર્ષ અથવા નિવૃત્તિની વય સુધી લોક-ઈન રહે છે, જે પણ પહેલાં હોય.
2.ચિલ્ડ્રન્સ ફંડઆ સ્કીમમાં ઓછામાં ઓછું 5 વર્ષ સુધી અથવા જ્યાં સુધી બાળકની મેચ્યોરિટીની ઉંમર નથી થતી, ત્યાં સુધી લોક-ઈન હોય છે.

ટેક્સ છૂટ
સોલ્યુશન ઓરિએન્ટેડ ફંડ સેક્શન 80C અંતર્ગત ટેક્સમાં છૂટ મળે છે. ઓછામાં ઓછો 5 વર્ષનો લોક-ઈન પિરિઅડ હોય તો જ આ છૂટનો ફાયદો લઈ શકાય છે. જો પોર્ટફોલિયોમાં ઈક્વિટી 65%થી વધારે છે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેન આપવું પડે છે.

રોકાણ માટે 5 બેસ્ટ સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ

ફંડનું નામછેલ્લા 5 વર્ષનું રિટર્ન (%)છેલ્લા 1 વર્ષનું રિટર્ન (%)છેલ્લા 3 વર્ષનું રિટર્ન (%)છેલ્લા 5 વર્ષનું રિટર્ન (%)

ટાટા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ (મૉડરેટ)

22.210.86.511.7

ટાટા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ (પ્રોગેસિવ)

25.09.76.412.5
SBI મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ પ્લાન11.78.04.610.4

ટાટા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ (કન્ઝર્વેટિવ)

9.59.96.68.9
ICICI પ્રોવિડેન્ટયલ ચાઇલ્ડ કેર પ્લાન21.95.35.48.5

સંદર્ભઃ ફિનકેશ