તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • You May Have Heard About Acne On The Face, Now Know About The Mask Caused By Wearing A Mask; Learn From American Doctors How To Avoid It

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક પહેરતા લોકો માટે જરૂરી:ચહેરા પર એક્ને વિશે સાંભળ્યું હશે, હવે જાણો માસ્ક પહેરવાના કારણે થતા માસ્કને વિશે; અમેરિકાના ડૉક્ટર્સ પાસેથી જાણો તેનાથી બચવાના ઉપાય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે એક્ને એટલે કે ખીલ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આ દિવસોમાં તેનાથી મળતો આવતો એક નવો શબ્દ સામે આવ્યો છે- માસ્કને. હકીકતમાં આ શબ્દ માસ્ક અને એક્નેથી મળીને બન્યો છે. એટલે કે, કોરોનાથી બચવા માટે સતત માસ્ક પહેરવાથી ચહેરા પર બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી થતા ખીલ, ઇન્ફ્લેમેશન, રેશિઝ અને ઈન્ફેક્શનને માસ્કને કહેવામાં આવે છે.

માસ્કને હકીકતમાં, સૌથી સામાન્ય રીતે એક્ને મિકેનેનિકા છે. તેવી જ રીતે જેમ ક્રિકેટમાં બેટ્સમેન અથવા વીકેટ કીપરના માથા અથવા કાણની આસપાસ તે જગ્યા પર એક્ને થાય છે, જ્યાં સતત તેમનું હેલમેટ ઘસાતું હોય છે. કોરોના મહામારીમાં માસ્કનેને લઈને અમેરિકન એકેડમી ઓફ ડર્મેટોલોજી (AAD)ની તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પહેલા જાણીએ, માસ્કનેમાં સામેલ ઈન્ફેક્શન વિશે...।

તેને સમયની નિશાની જ કહેવાશે કે જ દુનિયાના ઘણા ટોપ સ્કિન કેર બ્રાન્ડ્સે માસ્કને માટે ઘણી પ્રોડક્ટ માર્કેટમાં ઉતારી છે. નિષ્ણાતો તેને સ્કિન કેરના નામ પર ખાલી તેમના પ્રોડક્ટ્સને માર્કેટિંગ નથી માની રહ્યા. યેલ સ્કૂલ ઓફ મેડિસિનમાં ડર્મેટોલોજીના એસોસિએટ ક્લિનિકલ પ્રોફેસર ડૉ.મોના ગોહારાના જણાવ્યા પ્રમાણે, આ એક સાચી વાત છે.

ડૉ. ગોહરા ખુદ પોતાના માસ્કના ત્રણ લેયરથી માસ્કનેનો ભોગ બની ચૂકી છે. તે પોતાના સર્જિકલ માસ્કની ઉપર N-95 માસ્ક અને તેના પર ફેસશિલ્ડ પહેરે છે.

માસ્કનેથી બચવા માટે સરળ અને આવશ્યક રીત

માસ્ક હાઈજીન જે એક્નેથી બચાવશે-

  1. ઈન્ફેક્શનના જોખમના હિસાબથી માસ્ક પસંદ કરો- તમારે કોરોનાથી સંક્રમિત થવાના જોખમ મુજબ માસ્કનો પ્રકાર પસંદ કરવો જોઈએ. હેલ્થ વર્કર્સને સર્જિકલ માસ્કની સાથે N-95 માસ્ક પણ પહેરવો પડે છે. સામાન્ય લોકો કપડાથી બનેલા ત્રણ લેયરવાળું માસ્ક પણ પહેરી શકે છે. જો કે, ત્વચા નિષ્ણાત 100% કોટન મટિરિયલમાંથી બનેલા માસ્ક પહેરવાની સલાહ આપે છે, કેમ કે,કોટનથી ત્વચાને નુકસાન નથી થતું.
  2. માસ્કને અંડરવિયર સમજો અને વારંવાર ધોવો- ટેમ્પલ યુનિવર્સિટીના લુઈસ કાટ્સ સ્કૂલ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ક્રેન્ડ્રિસ હીથના જણાવ્યા પ્રમાણે, માસ્કને અંડરવિયરની જેમ વારંવાર ધોવો જોઈએ, કેમ કે આવું ન કરવાથી ચહેરાને ઢાંકવામાં આવેલા ભાગ પર ત્વચાનું ઓઈલ, પરસેવો અને માસ્કના બેક્ટેરિયા ઈન્ફેક્શનનું કારણ બને છે. ચહેરો ઢંકાયેલો હોવાથી જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ પરસેવો પણ વધારે થાય છે.
  3. દરરોજ ડિટર્જન્ટ અથવા સાબુથી ઘસીને માસ્ક ધોવો- અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અનુસાર, કપડાંના માસ્કને દરરોજ ઓછામાં ઓછો એક વખત ધોવો જોઈએ. માસ્કને તમે અન્ય કપડાંની સાથે વોશિંગ મશીનમાં ડિટર્જન્ટની મદદથી સાફ કરી શકો છો. જો હાથથી ધોતા હોવ તો ડિટર્જન્ટ પાઉડરમાં થોડીવાર સુધી પલાળીને અથવા કપડાં ધોવાના સાબુથી ધોવો અને ટેપ વોટરથી ડિટર્જન્ટ અથવા સાબુ ન જાય ત્યાં સુધી ધોવો.
  4. હોટ ડ્રાયર અથવા સીધા તડકામાં સૂકવો માસ્ક- માસ્ક સૂકાવવા માટે હોટ ડ્રાયરનો ઉપયોગ કરવો. જો હવામાં સૂકવવો હોય તો તડકામાં માસ્કને સૂકવો. સંપૂર્ણ રીતે સૂકાઈ ગયા બાદ જ માસ્કનો ઉપયોગ કરો.

મિનિમમ બ્યુટી પ્રોડક્ટસ અને બાય ટૂ મેકઅપ

  1. ચહેરા પર નોન સોપ ક્લીન્ઝર અને હળવું મોઈશ્ચરાઈઝર લગાવો- ઘણા પ્રકારની બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો. સ્કિન કેરનું બેઝિક રૂટિન ફોલો કરો. તેના માટે માત્ર નોન સોપ ક્લીન્ઝર અને સુંગધી વગરના હળવા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. ટેક્સાસ યુનિવર્સિટીના ડેલ મેડિકલ સ્કૂલમાં ડર્મેટોલોજિક સર્જરીના ડાયરેક્ટર ડૉ. એસ ટાયલર હોમ્સના જણાવ્યા પ્રમાણે, આવી સ્થિતિમાં મોઈશ્ચરાઈઝર બે રીતે કામ કરે છે. તે ત્વચામાં નમી રાખવાની સાથે ચહેરાને માસ્કના ઘર્ષણથી પણ બચાવે છે.
  2. સનસ્ક્રીનની સાથે ટિન્ટેડ મોઈશ્ચરાઈઝર લગાવો- ટેમ્પલ યુનિવર્સિટીના લુઈસ કાટ્સ સ્કૂલ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કેન્ડ્રિસ હીથ વીડિયો કોલ પર મેકઅપ કરીને આવતી પોતાની મહિલા દર્દીઓને કહે છે, જો તમે વીડિયો કોલ માટે મેકઅપ કરો છો તો કોલ બાદ તેને કાઢવાનું ન ભૂલો. ક્યારે પણ મેકઅપ વગર ન રહેતા લોકોને ડૉ. હીથ સનસ્ક્રીનની સાથે ટિન્ટેડ મોઈશ્ચરાઈઝર લગાવવાની સલાહ આપે છે.
  3. પરસેવો થાય તો માસ્ક હટાવીને મિશેલર વોટર અથવા ક્લીન્ઝરથી ચહેરો ધોવો ન્યૂયોર્કમાં ડર્મેટોલોજિસ્ટ ડૉ. શેરી માર્ચેબિનના જણાવ્યા પ્રમાણે, જો માસ્કની નીચે પરસેવો થાય તો માસ્ક ઉતારીને મિશેલર વોટર અથવા હળવા ક્લીન્ઝરથી ચહેરાને ધોઈ લો.
  4. વારંવાર ચહેરો ન ધોવો, શુષ્ક ચહેરા પર એક્ને થવાનું જોખમ વધારે ડૉ. શેરી ચેતાતી પણ કહે છે કે ચહેરાને વારંવાર ન ધોવો જોઈએ. તેનાથી ચહેરાની ત્વચા શુષ્ક થઈ જાય છે, જેના કારણે ત્વચા જરૂર કરતાં વધારે ઓઈલી થઈ જાય છે. તેનાથી તમને વધારે એક્ને થઈ શકે છે.

બચાવ બાદ પણ માસ્કને થઈ જાય તો આ રીતે સારવાર કરો
અમેરિકાની યેલ સ્કૂલ ઓફ મેડિસિનમાં ડર્મેટોલોજીના એસોસિએટ ક્લિનિકલ પ્રોફેસર ડૉ. મોના ગોહારા અને લુઈસ કાટ્સ સ્કૂલ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કેન્ડ્રિસ હીથના અનુસાર...

ફ્રન્ટલાઈન વર્કર્સને સૌથી વધારે જોખમ
હેલ્થકેર અને બીજા ફ્રન્ટલાઈન વર્કર્સને માસ્કનેનું સૌથી વધારે જોખમ છે, કેમ કે, તેમને લાંબા સમય સુધી ટાઈટ ફિટ માસ્ક પહેરવો પડે છે. AADની જર્નલમાં પ્રકાશિત રિસર્ચ લેટરના અનુસાર ચીનના હુબેઈમાં 83% હેલ્થકેર વર્કર્સને ચહેરા પર ત્વચા સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો