તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • You Have To Complete 3 Challenges To Get New Habits, By Developing These 10 Habits You Can Make Life Easier

કંઇક નવું કેવી રીતે કરવું:નવી ટેવ પાડવામાં 3 ચેલેન્જ પૂરા કરવા પડશે, આ 10 ટેવ ડેવલપ કરીને તમે લાઇફ ઇઝી બનાવી શકો છો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવાં વર્ષે ઘણા લોકો કંઇક નવું કરવાની અને જૂની ટેવ છોડવાનો સંકલ્પ કરે છે. શું તમે આવું કંઈ વિચારો છો? જો ના તો ચાલો આપણે જાણીએ કે કેવી રીતે નવી ટેવ પાડવી? આ માટે સૌપ્રથમ તમારે ગોલ નક્કી કરવો પડશે અને યોગ્ય વ્યૂહરચના બનાવીને અને તેને પૂરો કરવો પડશે. આ માટે તમારે 7 દિવસ આપવા પડશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, હેબિટ ફોર્મેશનમાં સૌથી મોટો પડકાર આવે છે. પરંતુ એકવાર તમે ધ્યેય જાણી લેશો તમને જાતે જ ઘણી સફળતા મળી જશે.

નવી ટેવ પાડવામાં 3 મોટી ચેલેન્જ આવે છે
1. અંતર -
પહેલી મુખ્ય ચેલેન્જ અંતર બને છે. એક સ્ટડીમાં જણાવ્યા મુજબ, જે લોકોના ઘરેથી જીમ 5.1 કિમી દૂર હોય તેઓ મહિનામાં ફક્ત એકવાર જ જીમમાં જતા હતા. તેમજ, જેમના ઘરથી જીમનું અંતર ફક્ત 3.7 કિમી હતું, તેઓ એક મહિનામાં 5 અથવા તેથી વધારે જીમમાં ગયા હતા.
2. સમય - બીજું, સમયનો અભાવ પણ નવી ટેવ પાડતા અટકાવે છે. જો તમારી પાસે ઓછો સમય હોય તો આ એક મોટી સમસ્યા છે. સમય ન મળે તો આદત બદલી શકાતી નથી.
3. પ્રયાસ - ત્રીજી ચેલેન્જ એ છે કે સાચો પ્રયત્ન કરવાનો છે. જો તમે યોગ્ય દિશામાં પ્રયાસ ન કરો તો તમે ક્યારેય આદત બદલી શકતા નથી અને નવું કંઈપણ શીખી શકતા નથી.

ચેલેન્જીસ ટાર્ગેટ પૂરો કરવામાં મદદ કરે છે
જો કે, કેટલીક સ્ટડીઝમાં જાણવા મળ્યું છે કે, અંતર, સમય અને પ્રયત્નો જેવી ચેલેન્જીસ જ ધ્યેય પ્રાપ્ત કરવામાં આપણી મદદ કરે છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જ્યારે લિફ્ટનો દરવાજો ખોલવાનો સમય ઓછો કરી દેવામાં આવ્યો તો લોકો વિલંબને કારણે સીડી ચઢી ગયા. કેલિફોર્નિયાના સાઇક્યાટ્રિસ્ટ વેન્ડી વુડ કહે છે કે, આ પ્રકારની ચેલેન્જીસની અસર આપણી સારી અને ખરાબ ટેવો પર પડે છે. આ ચેલેન્જીસ દરેક પ્રકારના લક્ષ્યને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં મદદ કરે છે.

તમે આ 10 ટેવોને ડેવલપ કરીને જીવનને સરળ બનાવી શકો છો
1. વર્કઆઉટ કપડાં પહેરીને સૂઈ જાઓ

જો તમારે રોજ સવારે કસરત શરૂ કરવી હોય તો તમારે વર્કઆઉટનાં કપડાં પહેરીને રાત્રે સૂઈ જવું જોઈએ. મોજાં અને શૂઝ બેડ નીચે મૂકી દો. તેથી, સવારે તમને આળસ નહીં આવે અને તમારે તેને શોધવામાં મહેનત પણ નહીં કરવી પડે.
2. હેન્ડવેટ ડેસ્ક પર રાખો
જો તમે ઘરમાં કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા હો તો આ સમયનો લાભ લો. ઘરે ટેબલ પર હેન્ડ વેટ રાખો. તેને ઉઠાવીને થોડા રિપ્સ મારો. તેનાથી વાતચીત વખતે થોડી કસરત પણ થઈ જશે.
3. દરવાજા પર હૂક અથવા શેલ્ફ લગાવો
ઘણી વખત આપણે ઘરની બહાર નીકળતી વખતે કારની ચાવી, માસ્ક ભૂલી જઇએ છીએ. આ માટે તમારે હૂક સ્ટેશન અથવા શેલ્ફ બનાવડાવવું જોઈએ. અહીં તમે માસ્ક અને ચાવી મૂકી શકો છો. આની સાથે, તમે ઘરની બહાર નીકળતી વખતે નાની અને જરૂરી વસ્તુઓ ભૂલશો નહીં. તેમજ, માસ્ક પહેરવાની ટેવ પણ ડેવલપ થઈ શકે છે.
4. ખિસ્સાંમાં એક્સ્ટ્રા માસ્ક રાખો
તમારા ખિસ્સાંમાં એક એક્સ્ટ્રા માસ્ક રાખવાની ટેવ પાડો. જેથી જો તમારું એક માસ્ક ખોવાઈ જાય તો બીજું પહેરી શકો. તેમજ, જો કોઈને માસ્કની જરૂર હોય તો તેને પણ આપી શકાય છે.
5. બ્રશ કરતી વખતે મેડિટેશન કરો
સવારે બ્રશ કરતી વખતે પણ તમે મેડિટેશન કરી શકો છો. આ માટે તમે એક પગ પર ઊભા રહો. તેનાથી શરીરમાં બેલેન્સ જાળવવામાં મદદ મળશે. એક મિનિટના અંતરે પગ બદલીને બીજા પગે ઊભા રહો. આવું કરવાથી મન શાંત થશે.
6. ફ્રીજ વ્યવસ્થિત કરો
જો તમે ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ સરખી મૂકશો તો તેનાથી તમને જમવાનું બનાવતી વખતે ફાયદો થશે. દરેક વસ્તુઓ તેની જગ્યાએ રહેશે. ઘણીવાર રાત્રે વસ્તુઓ સરખી રીતે ન મૂકી હોવાને લીધે રસોઈ બનાવતી વખતે ગુસ્સો આવે છે. ફ્રીજ સરખું રાખવાથી આનાથી છૂટકારો મળશે.
7. જેલીફિશ જુઓ
જેલીફિશને જોઈ મન શાંત રાખવું એક બેસ્ટ રીત છે. ટીવી રાઈટર ઝેફરસને પોતાના થેરપિસ્ટને એકવાર આ ટિપ્સ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેને જેલીફિશ જોઇને સારું લાગતું હતું. તેણે કહ્યું કે, તમે લેપટોપ કે કમ્પ્યૂટર પર જેલી-કેમને બુકમાર્ક કરી શકો છો. કામ કરતી વખતે થોડો સમય કાઢીને જેલીફિશ ચોક્કસપણે જુઓ.
8. 7 મિનિટ વર્કઆઉટ કરો
વર્કઆઉટ કરતી વખતે દીવાલની નજીક ઊભા રહો અને તમારી આજુબાજુ ખુરશી રાખો. જો કસરત વખતે બેલેન્સ બગડે તો તેની મદદ લઇ શકો છો. દરરોજ 7 મિનિટ વર્કઆઉટ કરો.
9. સ્ટ્રેસ ડીલ કરવા એક મિનિટ કાઢો
એક મિનિટનો સમય કાઢીને તમે પોતાના સ્ટ્રેસ સાથે ડીલ કરી શકો છો. આ દરમિયાન તમે આખા દિવસનું ટુ-ડુ લિસ્ટ બનાવી શકો છો. ઓફિસથી આવ્યા પછી ઈ-મેલ વાંચી શકો છો. કિચન અને બુક શેલ્ફ સાફ કરી શકો છો. તેનાથી તમને સારો અનુભવ થશે.
10. ડાયરી લખો
ઊંઘતા પહેલાં ડાયરી લખવાની ટેવ પાડો. આ માટે પથારીની બાજુમાં જ નોટ અને પેન રાખો. તેમાં તમે દિવસભરની વાત લખી શકો છો. આમ કરવાથી સ્ટ્રેસ પણ ઓછો થશે.

અન્ય સમાચારો પણ છે...