• Gujarati News
  • Utility
  • You Cannot View Passbook In EPFO Without E nomination, Find Out Here Who Can Be Nominated And What Are The Rules

કામની વાત:ઈ-નોમિનેશન વગર EPFOમાં પાસબુક નહીં જોઈ શકો, અહીં જાણો કોને નોમિની બનાવી શકાય છે અને શું છે નિયમો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકથી વધુ નોમિની ઉમેરી શકો છો

સરકારે PF અકાઉન્ટમાં ઈ-નોમિનેશન ફરજિયાત બનાવી દીધું છે. જો પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટમાં ઈ-નોમિનેશન નથી કર્યું, તો ખાતાધારક PF પાસબુક પણ નહીં જોઈ શકે. અહીં ઈ-નોમિનેશન સંબંધિત પ્રક્રિયા અને નિયમો વિશે જાણો.

નોમિનેશન કેમ જરૂરી છે?
EPFOના મેમ્બર્સ માટે પોતાના પરિવારને વેલફેર બેનિફિટ આપવા માટે ઈ-નોમિનેશન ફરજિયાત છે. કોઈ મેમ્બરના નિધનની પરિસ્થિતિમાં પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, વીમા લાભના કિસ્સામાં ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ માટે ઈ-નોમિનેશન જરૂરી છે. જેમનું UAN એક્ટિવ છે તેઓ જ આ કરી શકે છે. મોબાઈલ નંબર આધાર સાથે લિંક્ડ હોવો જોઈએ.

ઈ-નોમિનેશનના નિયમ શું છે?
તેમાં ખાતાધારક માત્ર પરિવારના સભ્યોને નોમિનેટ કરી શકે છે. પરિવાર ન હોય તો બીજા વ્યક્તિને નોમિનેટ કરવાની છૂટ છે, પરંતુ પરિવાર મળી આવે તો પરિવાર સિવાયના સભ્યોનું નોમિનેશન કેન્સલ થશે. નોમિનીનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કર્મચારીના નિધન પર તેના વારસદારને PF આપવા માટે ઉત્તરાધિકારી પ્રમાણ પત્ર વગેરે માટે સિવિલ કોર્ટ જવું પડશે.

ઈ-નોમિનેશન માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
આધાર નંબર, એડ્રેસ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, બેંક અકાઉન્ટ અને નોમિનીનો સ્કેન કરેલો ફોટો પોર્ટલ પર અપલોડ કરવો પડશે. નોમિની સગીર છે, તો તેના વાલીનું નામ અને સરનામું આપવાનું રહેશે. નોમિનીની સહી અથવા તેના અંગૂઠાની છાપ આપવી જરૂરી છે.

ઈ-નોમિની કેવી રીતે બનાવશો?
EPFOની વેબસાઈટ epfindia.gov.in પર જઈ ‘સર્વિસિસ’ સેક્શનમાં ‘ફોર એમ્પ્લોય’ પર ક્લિક કરો.
હવે મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ (OCS/OTCP) પર જવું. સૂચનાઓને અનુસરીને ‘પ્રોવાઈડ ડિટેલ’ ટેબ આવશે. ‘એડ ફેમિલી ડિટેલ’ પર ક્લિક કરો. તેનાથી નોમિનેશનની પ્રક્રિયા પૂરી કરો.

શું એકથી વધારે નોમિની બનાવી શકાય છે?
હા, એકથી વધુ નોમિની ઉમેરી શકો છો. કોણે કેટલી અમાઉન્ટ આપવી છે, તેના માટે નોમિનેશન ડિટેલ ભરો. પછી ‘સેવ EPFO નોમિનેશન’ પર જાઓ અને OTP જનરેટ કરવા માટે ‘ઈ-સાઈન’પર ક્લિક કરો. OTP આધાર સાથે લિંક મોબાઈલ પર મોકલવામાં આવશે. OTPને નાખી સબમિટ કરી દો. તેના પછી ઈ-નોમિનેશન EPFOની સાથે રજિસ્ટર થઈ જશે.

નોમિની બદલવા માટે શું કરવું પડશે?
નોમિની બદલવા માટે આધાર EPF સાથે લિંક હોવું જોઈએ. સાથે પ્રોફાઈલ ફોટો અપડેટ હોવો જોઈએ. આ પ્રોસેસમાં OTPથી વેરિફિકેશન કરવાની જરૂર પડશે.

નોમિનેશનની સંપૂર્ણ પ્રોસેસ
1. સૌથી પહેલા EPFOની વેબસાઈટ epfindia.gov.in પર લોગઈન કરો.
2. 'સર્વિસ' ટેબમાં, ડ્રોપ-ડાઉન મેનુમાંથી 'ફોર એમ્પ્લોય' ટેબ પર ક્લિક કરો.
3. હવે તમારા UANની સાથે લોગઈન કરો.
4. 'મેનેજ' ટેબમાં 'ઈ-નોમિનેશન' પસંદ કરો.
5. પર્મનન્ટ અને કરન્ટ એડ્રેસ સેવ કરો.
6. તમારું ફેમિલી ડિક્લેરેશન બદલવા માટે 'યસ' સિલેક્ટ કરો.
7. નોમિનીની જાણકારી દાખલ કરો અને સેવ પર ક્લિક કરો.
8. હવે ઈ-સાઈન આઈકન પર ક્લિક કરી પ્રોસીડ કરો.
9. તમારો આધાર નંબર એન્ટર કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો.
10. આ પ્રોસેસ પૂરી કર્યા પછી હવે તમારું નોમિનેશ અપડેટ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...