• Gujarati News
  • Utility
  • You Can Use This Petrol Even In An Old Car, You Will Save Money, But Do You Know How It Will Affect The Engine?

E20 પેટ્રોલનું વેચાણ શરુ:જૂની ગાડીમાં પણ આ પેટ્રોલ યૂઝ કરી શકો છો, પૈસાની બચત તો થશે પણ એન્જિન પર કેવી અસર પડશે તે જાણો?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશનાં અમુક શહેરોમાં E20 પેટ્રોલ એટલે કે ઈથેનોલ મિક્સ પેટ્રોલનું વેચાણ શરુ થઈ ચૂક્યુ છે. સરકાર તે EBP એટલે કે ઈથેનોલ બ્લેંડિંગ પ્રોગ્રામ અંતર્ગત કરી રહી છે. પહેલા સ્ટેજમાં 10થી પણ વધુ શહેરોમાં તેનું વેચાણ શરુ થઈ ચૂક્યુ છે. આવનાર બે વર્ષમાં આખા દેશમાં તમને E20 પેટ્રોલ મળી રહેશે. આજે કામના સમાચારમાં જાણીશું કે, E20 પેટ્રોલ શું છે? તેનાથી શું ફાયદો થશે? શું તે જૂની ગાડીઓમાં પણ ઉપયોગમાં લઈ શકાશે? શું આ પેટ્રોલ સસ્તું હશે? આ તમામ પ્રશ્નોનાં જવાબ અમારા આજનાં એક્સપર્ટ વિકાસ યોગી, ઓટોમોબાઈલ એક્સપર્ટ અને નરેન્દ્ર તનેજા, એનર્જી એક્સપર્ટ આપશે.

પ્રશ્ન- E20 પેટ્રોલ શું છે?
જવાબ-
જ્યારે 80% પેટ્રોલનો ભાગ અને 20% ઈથેનોલનો ભાગ મિક્સ કરવામાં આવે ત્યારે તેને E20 પેટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ પેટ્રોલની જેમ જ ઈંધણ સ્વરુપે કરવામાં આવે છે.

પ્રશ્ન- આ EBP શું છે?
જવાબ-
EBP એટલે કે ઈથેનોલ બ્લેંડિંગ પ્રોગ્રામ. તે સરકારનો એક પ્રોગ્રામ છે, જે અંતર્ગત વર્ષ 2018માં એક ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો કે, વર્ષ 2030 સુધીમાં દેશમાં 20% ઈથેનોલ બ્લેંડિંગવાળું પેટ્રોલ દરેક જગ્યાએ મળશે પરંતુ, વર્ષ 2021માં સરકારે આ ટાર્ગેટની સમયરેખામાંથી 5 વર્ષ ઓછા કરી નાખ્યા. હવે વર્ષ 2025 સુધીમાં આખા દેશમાં E20 પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન- ઈથેનોલ શું છે?
જવાબ-
ઈથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે. તે સ્ટાર્ચ અને સુગરનાં મિશ્રણથી બને છે. તેને શેરડીના રસ, સડેલા બટાટા અને શાકભાજી, બીટરુટ, ચોખાની ભૂસ્સી વગેરેથી બનાવવામાં આવે છે.

પ્રશ્ન- શું ફ્લેક્સ ફ્યૂલ પણ તેને જ કહે છે?
જવાબ-
હા, E20 પેટ્રોલને જ ફ્લેક્સ ફ્યૂલ કે ફ્લેક્સિબલ ફ્યૂલ કહેવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે, તેને કોઈપણ ગાડીમાં ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રશ્ન- શું દરેક પ્રકારનાં વાહનમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરી શકાય?
જવાબ-
હા, દરેક પ્રકારનાં વાહનમાં તમે E20 પેટ્રોલનો ઉપયોગ કરી શકો છો. ભારતમાં મોટાભાગની ગાડીઓ BS4 અને BS6 સ્ટેજ સુધીની છે. તેની સાથે જ એન્જિન બનાવનારી કંપનીઓએ પહેલાથી જ E20 પેટ્રોલને ધ્યાનમાં રાખીને જ એન્જિન ડિઝાઈન કર્યા હતા. સરકારનો ટાર્ગેટ છે કે, 1 એપ્રિલ, 2023 સુધીમાં દરેક વાહનનાં એન્જિન E20 પેટ્રોલ સાથે સુસંગત હશે.

પ્રશ્ન- શું હવેથી દરેક પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ મળશે?
જવાબ-
ના. હજુ દેશનાં દરેક પેટ્રોલ પંપ પર E20 પેટ્રોલ મળવાનું શરુ થયુ નથી. ફક્ત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં અમુક પસંદીદા વિસ્તારના જ પેટ્રોલપંપ પર તમને E20 પેટ્રોલ મળશે.

પ્રશ્ન- ક્યારે આખા દેશમાં E20 પેટ્રોલ મળવાનું શરુ થશે?
જવાબ-
વર્ષ 2025 સુધી દેશના તમામ પેટ્રોલપંપ પર E20 પેટ્રોલ મળી રહેશે. સરકારે વાહન બનાવનારી કંપનીઓને પણ નિર્દેશ કરી દીધો છે કે, 2025 સુધીમાં દરેક વાહનનાં એન્જિન E20 પેટ્રોલને અનુકૂળ બનાવી દેવામાં આવે.

પ્રશ્ન- શું E20 પેટ્રોલની કિંમત નોર્મલ પેટ્રોલથી ઓછી હશે?
જવાબ-
અત્યારે પેટ્રોલમાં ફક્ત 10% ઈથેનોલ મિક્સ કરવામાં આવે છે અને આ પેટ્રોલ પર 52% ટેક્સ લાગે છે. આશા છે કે, E20 પેટ્રોલની કિંમત હાલ મળતા પેટ્રોલની કિંમત કરતાં ઓછી જ હશે પણ જો કોઈ એવુ વિચારીને બેઠા છે કે, E20 પેટ્રોલ આવતા જ પેટ્રોલની કિંમતમાં ભારે ઘટાડો આવશે તો તે વાત ખોટી છે. જ્યારે અમુક વર્ષો પછી વાહનોમાં 80-85% ઈથેનોલનો ઉપયોગ થશે ત્યારે ભાવમાં ઠીકઠાક ઘટાડો આવી શકે. તેની કિંમત ₹60 પ્રતિ લિટર હોઈ શકે. હાલ તો એ વાતની ગેરંટી છે કે, E20 હોય કે ફ્લેક્સ ફ્યૂલનું અપગ્રેડેડ વર્ઝન, તેનાથી સુસંગત એન્જિનવાળા વાહનની માઈલેજ વધશે અને પેટ્રોલનાં પૈસાની બચત થશે.

પ્રશ્ન- શું જૂની ગાડીઓમાં પણ પેટ્રોલ નાખી શકાય છે?
જવાબ-
હા, જૂની ગાડીઓમાં તમે E20 પેટ્રોલનો ઉપયોગ કરી શકો છો પણ ઓછી માઈલેજ અને ઓછા પાવરની આશંકા રહેશે. તેનાથી બચવા માટે તમે ગાડીના એન્જિનમાં અમુક ફેરફાર કરી શકો છો.

પ્રશ્ન- જૂની ગાડીઓને કેવી રીતે E20 પેટ્રોલ માટે કન્વર્ટ કરી શકાય?
જવાબ-
જો વધુ જૂની ગાડીઓ છે તો તેને સ્ક્રેપ પોલિસી અંતર્ગત સ્ક્રેપ કરી શકો છો. તે સિવાય એન્જિનનાં પાઈપ્સ અને અમુક પ્લાસ્ટિકનાં ભાગ બદલી શકો છો. જો કે, તે થોડુ ખર્ચાળ સાબિત થઈ શકે છે.

પ્રશ્ન- શું E20 પેટ્રોલથી કંઈ નુકશાન પણ છે?
જવાબ-
હા, E20 પેટ્રોલથી તે ગાડીઓને નુકશાન થશે જેનું એન્જિન જૂનુ છે. તેની એનર્જી ડેન્સિટી પ્યોર પેટ્રોલથી ઓછી હોય છે. તેનો અર્થ એ છે કે, E20 પેટ્રોલનું આઉટપુટ ઓછુ હશે અને માઈલેજ ઓછુ આવશે. આ સિવાય ઈથેનોલનાં કારણે એન્જિનનાં પાર્ટ્સ પણ ડેમેજ થઈ શકે છે. જો કે, આ નુકશાન નવી ગાડીઓમાં જોવા મળશે નહી. જેટલી જૂની ગાડી એટલું જ ઓછુ ઈથેનોલ બ્લેન્ડ વાળું પેટ્રોલ સારું રહેશે.