• Gujarati News
  • Utility
  • You Can Update The Address In Aadhaar Card Sitting At Home, But The Mobile Number Must Be Registered

આધારકાર્ડમાં ફેરફાર માટે ધક્કા ખાવાની જરૂર નહીં:ઘરે બેસીને આધારકાર્ડમાં અપડેટ કરી શકો છો એડ્રેસ, પરંતુ મોબાઇલ નંબર રજીસ્ટર્ડ હોવો જરૂરી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે આધારકાર્ડ એક અગત્યનું ડોક્યુમેન્ટ બન્યું છે. આધારકાર્ડમાં તમારી બધી જ જાણકારી જેવી કે, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, જન્મ તારીખ સાચી હોવી જરૂરી છે. પરંતુ ઘણીવાર નોકરિયાત લોકોની બીજા શહેરમાં બદલી થતા આધારકાર્ડમાં એડ્રેસ કેવી રીતે બદલી શકાય તે માટે મુંઝવણમાં હોય છે. પરંતુ આ મુંઝવણને તમે ગણતરીની મિનિટમાં દૂર કરી શકો છો. જો તમારે આધારકાર્ડમાં એડ્રેસ બદલવું હોય તો તમારે સેન્ટર પર જવાની જરૂર નથી. તમે ઘરે બેસીને ઓનલાઇન પણ એડ્રેસ અપડેટ કરી શકો છો. આ માટે તમારે 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

આવો...જાણીએ સમગ્ર પ્રોસેસ

  1. સૌથી પહેલાં તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
  2. અહીં લોગીન કર્યા બાદ તમારે તમારો 12 આંકડાનો આધારનંબર નાખવો પડશે. આ બાદ કેપ્ચા કોડ ટાઈપ કરીને OTP પર ક્લિક કરો.
  3. આ બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે નાખીને લોગીન કરો.
  4. આ બાદ આધાર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો. આ બાદ પ્રોસીડ ટુ આધાર અપડેટના વિકલ્પ પર ક્લિક કરો.
  5. આ બાદ બીજા પેજ પર એડ્રેસ પર સિલેક્ટ કરીને પ્રોસીડ ટુ આધાર અપડેટ પર ક્લિક કરો.
  6. આ બાદ તમારી સામે તમારું જે હાલનું એડ્રેસ છે તે આવશે.
  7. આ બાદ તમે જે એડ્રેસ અપડેટ કરવા ઈચ્છો છો તેનો વિકલ્પ આવશે.
  8. જેમાં તમારે નવા એડ્રેસની માહિતી આપવી પડશે.
  9. એડ્રેસમાં ફેરફાર કરવા માટે એક ડોક્યુમેન્ટ સબમિટ કરવું પડશે જેમાં નવું એડ્રેસ હોય.
  10. આ પછી, તમારે નીચે આપેલા બંને ચેક બોક્સ પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરવું પડશે.
  11. હવે તમારી પાસે પેમેન્ટનો વિકલ્પ હશે. અહીં તમે ઇચ્છો તે રીતે યુપીઆઈ નેટ બેન્કિંગ અથવા કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.
  12. પેમેન્ટ પૂરું થતાં જ તમને એક રસીદ મળી જશે. આ પછી 2 દિવસમાં આધારકાર્ડ અપડેટ થઇ જશે.

દેશમાં 134 કરોડ લોકો પાસે આધારકાર્ડ
આ વર્ષ જુલાઈ મહિનાના અંતર સુધીમાં 134 કરોડથી વધારે લોકોના આધારકાર્ડ બની ચુક્યા છે. મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 26 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 90% નાગરિકોના આધારકાર્ડ બની ચુક્યા છે.

આઈટી મંત્રાલયના જણાવ્યાં અનુસાર, જુલાઈ 2022માં જ 1.47 કરોડ લોકોએ પોતાનું આધારકાર્ડ અપડેટ કર્યું છે. આ માટે લોકોએ આધાર સેન્ટર અને ઓનલાઇન આધાર અપડેટ પોર્ટલની મદદ લીધી છે. અત્યાર સુધીમાં એટલે કે જુલાઈના અંત સુધીમાં કુલ 63.55 કરોડ લોકોએ તેમના આધાર કાર્ડની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક વિગતો અપડેટ કરી છે.