વર્ચ્યુઅલ રેસની ચેલેન્જ:વિશ્વની કોઈપણ રેસમાં ઘરેબેઠા ભાગ લઈ શકો છો, ભારતમાં અત્યાર સુધી 25 હજાર લોકો જોડાયા છે; જાણો તેના ફાયદા

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે તમે ચેલેન્જને પૂરી કરીને વીડિયો અપલોડ કરો છો તો મેડલ મળે છે

સારા સ્વાસ્થ્ય માટે એક્સર્સાઈઝ સૌથી જરૂરી છે, પરંતુ ભાગદોડ અને વર્ચ્યુઅલ થઈ રહેલી દુનિયામાં દરરોજ એક્સર્સાઈઝ કોઈ ટાસ્કથી કમ નથી. 2020માં કોરોનાના કારણે વર્ક ફ્રોમ હોમ, રિમોટ હાઈબ્રિડ વર્કિંગ, વર્ચ્યુઅલ વેડિંગ, ઓનલાઈન સમિટ, વેક્સિન ટૂરિઝમ, જેવી તમામ વસ્તુઓ આવી છે અને હવે આ કડીમાં વર્ચ્યુઅલ રેસનો નવો કોન્સેપ્ટ આવ્યો છે. મે 2020થી અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં આ વર્ચ્યુઅલ રેસમાં અઢી લાખથી વધારે લોકો જોડાયા છે. ભારતમાં પણ લગભગ 25 હજાર લોકો તેની સાથે જોડાયેલા છે.

શું છે વર્ચ્યુઅલ રેસ?
વર્ચ્યુઅલ રેસ એક પ્રકારની ઈવેન્ટ છે, તેમાં તમે એક વર્ચ્યુઅલ ટીમનો ભાગ બનો છો અને રેસમાં ભાગ લેવા માટે ચેલેન્જ લો છો. જ્યારે તમે આ ચેલેન્જને પૂર્ણ કરો છો અને રેસનો વીડિયો બનાવીને તેને પુરાવા તરીકે અપલોડ કરો છો ત્યારે મેડલ મળે છે. આ માત્ર રનર્સ માટે નથી, તેમાં કોઈપણ ભાગ લઈ શકે છે. તેમાં રનિંગ, વોકિંગ અને સાયકલિંગ જેવી એક્ટિવિટી સામેલ છે.

કેમ પોપ્યુલર થઈ રહી છે વર્ચ્યુઅલ રેસ?
વર્ચ્યુઅલ રેસથી લોકોને એક એવી કમ્યુનિટીનો ભાગ બનવાની તક મળે છે, જેનાથી જોડાઈને તેઓ ફિઝિકલ એક્ટિવ રહી શકે છે. હંમેશાં લોકો કોઈનો સાથ ન મળવાને કારણે ફિઝિકલ એક્ટિવિટી નથી કરી શકતા, પરંતુ કમ્યુનિટી સાથે જોડાયા બાદ આ અભાવ પણ પૂર્ણ થઈ જાય છે. તે સોશિયલ ઈન્ટરએક્શનને પ્રોત્સાહન આપે છે, તેમજ નવા લોકોને મળવાની અને નવા મિત્રો બનાવવાની તક મળી રહી છે. આ જ કારણે આ રેસ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે.

વર્ચ્યુઅલ રેસના ત્રણ મોટા ફાયદા

1. ફિટનેસ કમ્યુનિટી મળે છે
અમેરિકામાં કરવામાં આવેલી સ્ટડીના અનુસાર 30 ટકા લોકો માત્ર એટલા માટે એક્સર્સાઈઝ નથી કરી શકતા, કેમ કે તેમને કોઈનો સાથ નથી મળતો. તેને કમ્યુનિટી ક્રાઈસિસ કહેવામાં આવે છે. વર્ચ્યુઅલ રેસ આ ક્રાઈસિસને યોગ્ય કરે છે.
2. સોશિયલ ઈન્ટરએક્શન વધે છે
વર્ચ્યુઅલ વર્લ્ડમાં સોશિયલ ઈન્ટરએક્શન ઓછું થઈ રહ્યું છે. લોકોનું નવા લોકો સાથે મળવાનું અને નવા મિત્રો બનાવવા પહેલાની તુલનામાં ઘણું ઓછું થઈ ગયું છે પરંતુ વર્ચ્યુઅલ રેસમાં લોકોને આવું કરવાની તક મળી રહી છે. તે માનસિક રીતે લોકો માટે ફાયદાકારક છે.

3. ફિઝિકલ એક્ટિવિટીને પ્રોત્સાહન મળે છે
વર્ચ્યુઅલ રેસ એક પ્રકારનું ઓનલાઈન કેમ્પેઈન પણ છે. લોકોમાં એક્સર્સાઈઝને લઈને ઉત્સાહ ઘટી રહ્યો છે અને તેની જગ્યાએ સ્ક્રીને લઈ લીધી છે. આવી સ્થિતિમાં વર્ચ્યુઅલ રેસ લોકોની વચ્ચે ફિઝિકલ એક્ટિવિટીને પ્રોત્સાહન આપી રહી છે.