માર્કેટની તેજીમાં સોનું:લાંબા સમય સુધી સોનામાં રોકાણ કરીને તમે હજી પણ સારું રિટર્ન મેળવી શકો છો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેન્સેક્સે 50 હજારનો આંકડો પાર કર્યા બાદ હવે રોકાણકારો એ વિચારી રહ્યા છે કે આ વર્ષે આ લેવલ પર શેરોમાં પૈસાનું રોકાણ કરવું યોગ્ય રહેશે કે નહીં. રોકાણનો બીજો વિકલ્પ સોનું છે. સેન્સેક્સ ઘટે ત્યારે સોનાની કિંમત વધે છે, જ્યારે સેન્સેક્સ વધે છે ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો થાય છે. હવે સવાલ એ છે કે શું અત્યારે સોનામાં રોકાણ કરી શકાય છે?

સોનું સ્થિર અને સારા રિટર્ન માટે સારો ઓપ્શન છે
અર્થશાસ્ત્રી ડૉ. ગણેશ કાવડિયા (સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, દેવી અહિલ્યા વિવિ ઈન્દોરના પૂર્વ અધ્યક્ષ)ના અનુસાર, તમે લાંબા સમય માટે સોનામાં રોકાણ કરી શકો છો. તેની કિંમતોમાં હાલના ભાવની વધઘટની અસર નહીં થાય. સોનાની કિંમતમાં ઘટાડો થાય તો પણ થોડા સમય બાદ ફરીથી વધી જશે.

ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સંશોધન અનુસાર, સોનું ડિફ્લેશનના સમયગાળામાં સારું પ્રદર્શન કરે છે. ડિફ્લેશન તે સમય હોય છે જ્યારે વ્યાજના દર ઓછા હોય છે અને વિકાસ દર પણ ઓછો રહે છે. જેવું અત્યારે છે. દેશની સૌથા મોટી બેંક SBI આ સમયે ફિક્સ્ડ ડિપોઝિટ પર વાર્ષિક 5.4 ટકા વ્યાજ આપે છે. તે ઉપરાંત નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં GDPમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે, બીજા ક્વાર્ટરમાં ઘટાડાનું સ્તર ઘટીને 7.5% પર આવી ગયું હતું.

છેલ્લા 1 વર્ષમા સેન્સેક્સ અને સોનામાં એક સમાન ગ્રોથ જોવા મળ્યો
આજથી એક વર્ષ પહેલાં એટલે કે 21 જાન્યુઆરી 2020ના રોજ સેન્સેક્સ 41,528 પર હતો પરંતુ આજે તે 50 હજારને પાર કરી ગયો છે. તેમજ સોનાની વાત કરીએ તો 21 જાન્યુઆરીએ દિલ્હીમાં તેની કિંમત 10 ગ્રામ દીઠ 40 હજાર 300 રૂપિયા હતી, જે આજે 48 હજાર 800 રૂપિયા છે.

સોનાએ છેલ્લા 5 વર્ષમાં 95% રિટર્ન આપ્યું
21 જાન્યુઆરી 2016ના રોજ સોનાની કિંમત 25 હજારની આસપાસ હતી. એટલે કે 5 વર્ષમાં સોનાએ 95% રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાની કિંમત 1965ની તુલનામાં અત્યારે 746 ગણી વધારે છે. 1965માં તેની કિંમત 10 ગ્રામ દીઠ 63.25 રૂપિયા હતી.

સોનામાં મર્યાદિત રોકાણ ફાયદાકારક
ભલે તમે સોનામાં રોકાણ કરવાનું પસંદ હોય તો પણ તમારે તેમાં મર્યાદિત રોકાણ જ કરવું જોઈએ. નિષ્ણાતોના અનુસાર, કુલ પોર્ટફોલિયોના માત્ર 5થી 10 ટકા સોનામાં રોકાણ કરવું જોઈએ. કોઈ સંકટના સમયમાં સોનામાં રોકાણ કરવાથી તમારા પોર્ટફોલિયોને સ્થિરતા આપી શકે છે, પરંતુ લાંબા ગાળાની અવધિમાં તે તમારા પોર્ટફોલિયોના રિટર્નને ઘટાડી શકે છે.