• Gujarati News
  • Utility
  • You Can Save Income Tax By Buying Another House Property From The Income Earned From Selling A Plot Or A House, Learn The Relevant Rules Here

ટેક્સની વાત:પ્લોટ અથવા મકાન વેચીને થયેલી આવકમાંથી બીજી હાઉસ પ્રોપર્ટી ખરીદીને ઈન્કમ ટેક્સ બચાવી શકો છો, અહીં જાણો તેના સંબંધિત નિયમ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે પણ હાલમાં કોઈ પ્રોપર્ટી વેચી છે અથવા વેચવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના સંબંધિત ટેક્સ ચૂકવણીના નિયમો વિશે જાણવું જરૂરી છે. જો તમે કોઈ પ્રોપર્ટી વેચો છો તો તમારે તેમાંથી થતા નફા પર ઈન્કમ ટેક્સ ભરવો પડે છે. જો કે, તમે બીજી હાઉસ પ્રોપર્ટીમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. CA અભય શર્મા (પૂર્વ અધ્યક્ષ ઈન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શાખા) તમને જણાવી રહ્યા છે કે તમે કેવી રીતે ટેક્સ બચાવી શકો છો.

ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 54 અંતર્ગત છૂટ લઈ શકો છો
ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત ઘરના વેચાણથી થયેલા કેપિટલ ગેન્સ પર પણ ટેક્સ લાગે છે. પરંતુ આવકવેરા કાયદાની સેક્શન 54 અંતર્ગત જો કોઈ વ્યક્તિ નક્કી સમયની અંદર આ રકમમાંથી બીજું ઘર ખરીદે છે તો નવા મકાનમાં રોકાણ કરવામાં આવતી રકમ કરપાત્ર મૂડી લાભથી ઘટી જાય છે.

રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી પર જ ફાયદો મળશે
સેક્શન 54માં છૂટ લેવા માટે નવી રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી ખરીદવામાં આવે અથવા મકાન બનાવવામાં આવે. નવી રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી, જૂની રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટીને ટ્રાન્સફર કરવામાં આવેલી તારીખના એક વર્ષ પહેલાં અથવા ટ્રાન્સફરની તારીખથી 2 વર્ષની અંદર ખરીદવી જરૂરી છે. જો પ્રોપર્ટીનું કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તો તે ટ્રાન્સફરની તારીખ બાદ 3 વર્ષની અંદર પૂર્ણ થવું જોઈએ. જે પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે, તે ભારતમાં હોવી જોઈએ.

સરકારી બોન્ડમાં રોકાણ કરો
વેચાણના 6 મહિનાની અંદર સરકારના નિર્ધારિત બોન્ડમાં રોકાણ કરીને પણ ટેક્સ બચાવી શકાય છે. NHAI, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન, રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન વગેરેના કેપિટલ ગેઈન બોન્ડમાં પૈસાનું રોકાણ કરી શકો છો. એક નાણાકીય વર્ષમાં 50 લાખ સુધી રોકાણ કરી શકાય છે અને લોકઈન સમયગાળો 5 વર્ષનો હશે. આ દરમિયાન તેને ગીરવે રાખી શકાશે નહીં.

રિટર્નમાં જાણકારી આપવી પડશે
મકાનના વેચાણમાંથી થયેલા લાભને રોકાણ માટે ભલે તમને બે-ત્રણ વર્ષનો સમય મળે છે પરંતુ વેચાણ બાદ ભરવામાં આવતા ITRમાં તેની જાણકારી આપવી પડશે.

કેટલો ટેક્સ આપવો પડે છે?
ઈન્કમ ટેક્સ કાયદાના હિસાબથી જો પ્રોપર્ટી ખરીદવાના ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે તો તેમાંથી થતો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) માનવામાં આવે છે. ઘર અથવા પ્લોટ વેચવાથી થયેલા નફાની આ રકમને તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને ત્યારબાદ તમારા ટેક્સ સ્લેબના હિસાબથી તેના પર ટેક્સ વસૂલવામાં આવશે.

પરંતુ જો તમે પ્રોપર્ટી ખરીદ્યા બાદ 3 વર્ષ રાખો છો અને પછી તેને વેચો છો તો તેનાથી થતો નફો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) માનવામાં આવશે. આ પ્રકારની આવક પર તમને ઈન્ડેક્સેશનના લાભ બાદ 20%ના દરે ટેક્સ ભરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...