સુવિધા:આજથી WhatsAppથી મોકલી શકાશે પૈસા, આ ફીચર કેવી રીતે કામ કરશે એ જાણો, ઝકરબર્ગે કહ્યું, પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે

2 વર્ષ પહેલા
  • વ્હોટ્સએપે પોતાના સત્તાવાર બ્લોગ પર પેમેન્ટ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી
  • ભારતમાં આ સર્વિસ તબક્કાવાર શરૂ કરાશે, શરૂઆતમાં 2 કરોડ યુઝર્સને એનો લાભ મળી રહ્યો છે

હવે તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકશો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વ્હોટ્સએપને UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) બેસ્ડ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરવાની મંજૂરી આપી છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લોટફોર્મ બે વર્ષથી પેમેન્ટની પદ્ધતિનું પરીક્ષણ કરી રહ્યું હતું, પરંતુ પ્રાઈવસીને લઈને આ વાત અટકી હતી.

ફેસબુકની તરફથી સતત ભારત સરકારને વ્હોટ્સએપ પે લોન્ચ કરવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, હવે તેને મંજૂરી મળી ગઈ છે. નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુરુવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી. તેમાં કહેવામાં આવ્યું કે, વ્હોટ્સએપ પેમેન્ટ સિસ્ટમ માટે ગો લાઈવને મંજૂરી આપવામાં આવી છે. વ્હોટ્સએપના માલિક માર્ક ઝકરબર્ગે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે આ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સને કોઈપણ જાતનો ચાર્જ નહીં લાગે.

પેમેન્ટ મોડેલને ફેઝ વાઇઝ લાઈવ કરવાની મંજૂરી મળી
તેના અનુસાર, વ્હોટ્સએપના પેમેન્ટ મોડેલને લાઈવ કરવાની મંજૂરી તબક્કાવાર આપવામાં આવી છે. એટલે કે, વિવિધ ફેઝમાં તેને લાઈવ કરી શકાશે. શરૂઆતમાં કંપનીને 20 મિલિયન (2 કરોડ) UPI યુઝર બેઝની મંજૂરી મળી છે, પરંતુ બાદમાં ગ્રેડેડ મેનરમાં તેનો વિસ્તાર વધારવામાં આવશે.

આ રીતે કામ કરશે આ ફીચર
ભારતમાં વ્હોટ્સએપ પેમેન્ટ દસ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ હશે. જો તમારા વ્હોટ્સએપ એપમાં પહેલાથી પેમેન્ટનો ઓપ્શન છે તો હવે તેને યુઝ કરી શકો છો. નહીં તો વ્હોટ્સએપ અપડેટ કરીને પેમેન્ટ ઓપ્શન ચેક કરી શકો છો.

વ્હોટ્સએપ પેમેન્ટનો યુઝ કરવા માટે કસ્ટમર્સની પાસે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે જે UPI સપોર્ટ કરે છે. વ્હોટ્સએપ Payment ઓપ્શનમાં જઈને તમે બેંક સિલેક્ટ કરીને ડિટેઈલ્સ ભરીને એક્ટિવેટ કરી શકો છો.

વ્હોટ્સએપે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું છે, આજથી દેશમાં વ્હોટ્સએપ યુઝર્સ આ એપથી પેમેન્ટ કરી શકશે. વ્હોટ્સએપે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સાથે મળીને UPI બેસ્ડ પેમેન્ટ ઈન્ટરફેસ તૈયાર કર્યું છે અને તેમાં ડેટા લોકલાઈઝેશનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વ્હોટ્સએપે પેમેન્ટ સર્વિસ માટે પાંચ મોટી બેંક સાથે કરાર કર્યો છે. તેમાં ICICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને JIo Payments Bank સામેલ છે.

નોંધનીય છે કે. વ્હોટ્સએપથી માત્ર વ્હોટ્સએપમાં જ નહીં પરંતુ વ્હોટ્સએપથી કોઈપણ UPI સપોર્ટેડ એપથી પૈસા મોકલી શકાય છે. એટલે કે જોઈ કોઈ વ્યક્તિ વ્હોટ્સએપ પેમેન્ટનો યુઝ નથી કરી રહ્યો તો પણ તમે વ્હોટ્સએપથી પેમેન્ટ કરી શકશો.

વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, અહીં પેમેન્ટ કરવાનું સિક્યોર હશે અને ટ્રાન્ઝેક્શન માટે UPI પિનની જરૂર પડશે. સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું કે, વ્હોટ્સએપ પેમેન્ટ એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. તેના માટે યુઝર્સ એપ અપડેટ કરી શકે છે.

પેટીએમને ટક્કર મળશે
આ સર્વિસ શરૂ થવાથી ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં પેટીએમ, ગૂગલ પે અને ફોન પેને જોરદાર ટક્કર મળશે. વર્તમાનમાં UPI આધારિત પેમેન્ટ્સ સર્વિસ આપતી 45થી વધારે થર્ડ પાર્ટી એપ્સ છે, જેમાં ગૂગલ પે, એમેઝોન પે, ફ્લિપકાર્ટ અને ફોન પે સામેલ છે. તે ઉપરાંત 140 બેંક જેમ કે, પેટીએમ પેમેન્ટ્સ બેંક, એરટેલ પેમેન્ટ્સ બેંક અને એક્સિસ બેંક પણ આ સેવાઓ આપે છે.

પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા વ્હોટ્સએપનો સતત વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, યુઝર માટે આ સર્વિસ સુરક્ષિત નથી અને તેમાં છેતરપિંડીનું જોખમ છે. વ્હોટ્સએપ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં વ્હોટ્સએપના કુલ 40 કરોડથી વધારે એક્ટિવ યુઝર્સ છે.

અન્ય સમાચારો પણ છે...