• Gujarati News
  • Utility
  • You Can Now Invest In SBI's 'Wicker' Scheme Till March 31, With Higher Interest On FDs.

પર્સનલ ફાઈનાન્સ:હવે તમે 31 માર્ચ સુધી SBIની ‘વીકેર’ સ્કીમમાં રોકાણ કરી શકશો, તેમાં FD પર વધારે વ્યાજ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પહેલા આ સ્કીમમાં રોકાણ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી
  • આ સ્કીમમાં સિનિયર સિટિઝનને ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવામાં આવે છે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ આ વર્ષે મે મહિનામાં વરિષ્ઠ નાગરિક ગ્રાહકો માટે રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટમાં SBI Wecare Deposit નામથી નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમમાં સિનિયર સિટિઝનને 5 વર્ષ કે તેનાથી વધારે સમયની ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમમાં હવે 31 માર્ચ સુધી રોકાણ કરી શકાશે. આ પહેલાની તેની સમય મર્યાદા 31 ડિસેમ્બર હતી.

શું છે આ સ્કીમ?
SBIની આ નવી સ્કીમમાં 5 વર્ષ અથવા તેનાથી વધુની અવધિની ડિપોઝિટ (FD) પર 30 બેસિસિ પોઈન્ટ્સનું એક્સ્ટ્રા પ્રીમિયમ ઈન્ટ્રેસ્ટ મળશે. નિશ્ચિત સમયમાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને જ ફાયદો મળશે.

શું છે આ સ્કીમ?
સિનિયર સિટિઝનને 5 વર્ષથી ઓછા સમયની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતા 0.50% વધારે વ્યાજ મળશે. 5 વર્ષ કે તેનાથી વધારે રિટેલ ટર્મ ડિપોઝિટ પર 0.80% વ્યાજ મળશે, તેમાં વધારાનું 0.30% વ્યાજ પણ સામેલ છે. જો કે, મેચ્યોરિટી પહેલા ઉપાડ પર વધારે વ્યાજ આપવામાં આવશે નહીં. નક્કી સમયગાળામાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને જ ફાયદો મળશે.

SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર કેટલું વ્યાજ આપે છે?

સમયગાળો

વ્યાજ દર (%)
7થી 45 દિવસ2.9
46થી 179 દિવસ3.9
180થી 210 દિવસ4.4
211થી એક વર્ષ4.4
એક વર્ષથી બે વર્ષ4.9
બે વર્ષથી ત્રણ વર્ષ5.1
ત્રણ વર્ષથી પાંચ વર્ષ5.3
પાંચ વર્ષથી 10 વર્ષ5.4