તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • You Can Invest In Sukanya Samrudhi Yojana Or PPF For Your Daughter's Future, You Will Get Tax Exemption If You Invest Till July 30.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:દીકરીના ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા PPFમાં રોકાણ કરી શકો છો, 30 જુલાઈ સુધી રોકાણ કરવા પર ટેક્સ છૂટનો લાભ મળશે

4 મહિનો પહેલા
  • PPF અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે

બાળકોનું ભવિષ્ય ઉજ્વળ બનાવવું તે તમામ માતા-પિતાની જવાબદારી હોય છે. તેના માચે જરૂરી છે બાળકોના લગ્ન અથવા અભ્યાસ પર થતા ખર્ચને ધ્યાનમાં રાખીને યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે. જો તમે તમારી દીકરી માટે એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે અને તમને ટેક્સ છૂટનો પણ લાભ મળે તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. આજે અમે તમને આ બંને યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી જરૂરિયાતના હિસાબથી યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો. 

સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે જોડાયેલી ખાસ બાબતો

  • આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈપણ જગ્યાએ ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અત્યારે 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. 
  • તેમાં 250 રૂપિયામાં જ અકાઉન્ટ ઓપન કરાવી શકાય છે.  સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત બાળકીના જન્મ બાદ 10 વર્ષની ઉંમર પહેલા અકાઉન્ટ ઓપન કરાવી શકો છો.
  • છોકરી 21 વર્ષની થાય અથવા છોકરીના લગ્ન થયા બાદ અકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમને બધા પૈસા વ્યાજ સહિત મળી જશે.
  • અકાઉન્ટ ઓપન કર્યાના 5 વર્ષ બાદ બંધ કરી શકાય છે.આ ઘણા સંજોગોમાં થઈ શકે છે, જેમ કે કોઈ ગંભીર બીમારી થવા પર અથવા ખાતું કોઈ અન્ય કારણોસર બંધ કરવામાં આવી રહ્યું છે, તો તેને મંજૂરી આપી શકાય છે, પરંતુ તેના પર વ્યાજ સેવિંગ અકાઉન્ટના હિસાબે મળશે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટથી 18 વર્ષની ઉંમર બાદ બાળકના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરવાની બાબતમાં 50 ટકા રકમ ઉપાડી શકાય છે.
  • તેમાં અકાઉન્ટ ખોલવા માટે બાળકીનું બર્થ સર્ટિફિકેટ આપવું જરૂરી છે.ઉપરાંત બાળકી અને માતા-પિતાની ઓળખ અને સરનામાંનો પુરાવો આપવો પડશે. 
  • આ અકાઉન્ટને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય છે. પરંતુ ખાતાધારક અકાઉન્ટ ખોલવાના મૂળ સ્થળેથી બીજા કોઈ સ્થળે સ્થાનાંતરિત થયા હોય. તેના માટે તમારે કોઈ  ફી ચૂકવવાની જરૂર નથી.
  • જો 21 વર્ષ પૂરા થતાં પહેલાં ખાતું બંધ કરવામાં આવી રહ્યું છે, તો ખાતાધારકે એફિડેવિટ આપવું પડશે કે ખાતું બંધ કરતી વખતે, તેની ઉંમર 18 વર્ષથી ઓછી નથી.
  • ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત આ ખાતામાં એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. 
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પૈસા રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત  ટેક્સ છૂટનો લાભ મેળવી શકાય છે. 

PPF વિશેની ખાસ બાબતો 

  • આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈપણ જગ્યાએ ખોલાવી શકાય છે. તે ઉપરાંત તેને કોઈપણ બેંકમાં અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.  
  • તેને માત્ર 100 રૂપિયામાં ખોલાવી શકાય છે, પરંતુ ત્યારબાદ દર વર્ષે 500 રૂપિયા એક વખત જમા કરાવવા જરૂરી છે. આ અકાઉન્ટમાં દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. 
  • આ સ્કીમ 15 વર્ષ માટે છે, જેને વચ્ચેથી બંધ નથી કરી શકાતી. પરંતુ તેને 15 વર્ષ બાદ 5-5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. 
  • તેને 15 વર્ષ પહેલાં બંધ નથી કરી શકાતી, પરંતુ 3 વર્ષ બાદ આ અકાઉન્ટની જગ્યાએ તમે લોન લઈ શકો છો. જો કોઈ ઇચ્છે તો તે આ અકાઉન્ટમાંથી 7મા વર્ષથી નિયમો અંતર્ગત પૈસા ઉપાડી શકે છે. 
  • સરકાર દર ત્રણ મહિને વ્યાજ દરની સમીક્ષા કરે છે. વ્યાજ દર ઓછા કે વધારે હોઈ શકે છે. હાલમાં આ અકાઉન્ટ પર  7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
  • આ યોજનાઓમાં રોકાણ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મેળવી શકાય છે. 

ક્યાં રોકાણ કરવું?
બંને જગ્યાએ રોકાણ કરીને ઈન્કમ ટેક્સથી બચી શકાય છે. તે ઉપરાંત બંને સ્કીમની પોતાની વિશેષતા અને ખામીઓ છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું યોગ્ય રહેશે કેમ કે અહીં તમને PPF કરતાં વધારે વ્યાજ મળશે. તેમજ જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ કરતાં વધારે છે તો તમે PPFમાં રોકાણ કરી શકો છો. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો