તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • You Can Invest In HDFC's 'Senior Citizen Care FD' Till June 30, You Will Get Higher Interest

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેંકિંગ:HDFCની ‘સિનિયર સિટીઝન કેર FD’માં 30 જૂન સુધી રોકાણ કરી શકાશે, તમને વધારે વ્યાજ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બાદ હવે HDFC બેંક પણ સિનિયર સિટીઝન માટે શરૂ કરેલી સ્પેશિયલ ફિક્સડ ડિપોઝિટ (FD) સ્કીમને પણ લંબાવી દીધી છે. હવે તેમાં 30 જૂન સુધી રોકાણ કરી શકાશે. અગાઉ તેમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી.

સિનિયર સિટીઝન કેર FDમાં 0.75% વધારે વ્યાજ મળે છે
HDFC બેંકે સિનિયર સિટિઝન માટે ‘સિનિયર સિટીઝન કેર FD’ નામની સ્કીમ શરુ કરી છે. બેંક પ્રમાણે વરિષ્ઠ નાગરિકને 5 વર્ષથી વધારે અને 10 વર્ષના સમયગાળાની FD પર સામાન્ય ગ્રાહકને મળતા વ્યાજ કરતાં 0.75 ટકા વ્યાજ વધારે મળશે. 5 વર્ષની જમા રકમ પર અન્ય કરતાં 0.50 ટકા વ્યાજ વધારે મળશે. અત્યારે HDFC બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.50% મહત્તમ વ્યાજ આપી રહી છે, આ સ્કીમ અંતર્ગત રોકાણ કરવા પર 6.25% મહત્તમ વાર્ષિક વ્યાજ મળશે. બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.

સમયગાળોસામાન્ય લોકો માટે વ્યાજ દર(% માં)સ્કીમમાં સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (% માં)
1 વર્ષ4.905.65
1 વર્ષ 1 દિવસથી 2 વર્ષ4.905.65
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ5.155.90
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ5.305.80
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ5.506.25

SBIએ પણ 'વીકેર ડિપોઝિટ' સ્કીમને 30 જૂન સુધી લંબાવી
​​​​​​​
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ સિનિયર સિટીઝન માટે શરૂ કરેલી 'વીકેર ડિપોઝિટ' સ્કીમને 30 જૂન સુધી લંબાવી છે. આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને વધારે વ્યાજ મળશે. આ સ્કીમમાં સિનિયર સિટીઝનને 5 વર્ષ અથવા તેનાથી વધારેની અવધિની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર સામાન્ય FD કરતા 0.80 ટકા વધારે વ્યાજ મળશે. તેમજ 5 વર્ષથી ઓછા સમયની રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય નાગરીકની સરખામણીએ 0.50% વધારે વ્યાજ મળશે. નક્કી સમયગાળામાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનાર ગ્રાહકોને ફાયદો મળશે. અત્યારે SBI ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે.

FD પર SBI કેટલું વ્યાજ આપી રહી છે

સમયગાળોસામાન્ય લોકો માટે વ્યાજ દર (%માં)સ્કીમમાં સિનિયર સિટીઝન માટે વ્યાજ દર (% માં)
7 દિવસથી 45 દિવસ2.903.40
46 દિવસથી 179 દિવસ3.904.40
180 દિવસથી 210 દિવસ4.404.90
211 દિવસથી 1 વર્ષ4.404.90
1 વર્ષથી વધારે અને 2 વર્ષથી ઓછો4.905.40
2 વર્ષથી વધારે અને 3 વર્ષથી ઓછો5.105.60
3 વર્ષથી વધારે અને 5 વર્ષથી ઓછો5.305.80
5 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછો5.406.20

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો