કોરોના મહામારીની વચ્ચે વધતી મોંઘવારીથી લોકોના જીવનધોરણ પર ખરાબ અસર થઈ છે. આવી સ્થિતિમાં જો તમે પૈસાનું રોકાણ કરવા માટે એવી સ્કિમની શોધમાં છો જ્યાં તમને સારું રિટર્ન મળે, જેથી તમે મોંઘવારીનો સામનો કરી શકો તો મ્યુચ્યુઅલ ફંડની 'ફંડ ઓફ ફંડ્સ' કેટેગરીમાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને મ્યુચ્યુઅલ ફંડની આ કેટેગરી વિશે જણાવી રહ્યા છીએ.
સૌથી પહેલા સમજો 'ફંડ ઓફ ફંડ્સ' શું છે?
ફંડ ઓફ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની એવી સ્કિમ છે જે અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કિમોમાં રોકાણ કરે છે. પરંતુ તે ઈન્ડેક્સ ફંડ્સ અને એક્સચેન્જ ટ્રેડેટ ફંડ્સ (ETF) સુધી મર્યાદિત નથી. ઘણી યોજનાઓમાં રોકાણ કરવાથી, ફંડ ઓફ ફંડ એક રોકાણકારને ઘણાબધા માર્કેટ સેગમેન્ટ્સ અથવા વ્યૂહરચના માટે એક બ્રોડ એક્સપોઝર આપી શકે છે અને તેનાથી સારું રિટર્ન મળવાની સંભાવના રહે છે.
ઉદાહરણ તરીકે, જો ફંડ મેનેજર સોનામાં રોકાણ કરવા માગે છે તો તે સોનામાં રોકાણ કરતી ગોલ્ડ સ્કિમમાં પૈસાનું રોકાણ કરશે, ફંડ મેનેજર જે પણ સ્કિમમાં પૈસાનું રોકાણ કરવા માગે છે તે કરી શકે છે. તેનો અર્થ એ થયો કે, ફંડ ઓફ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની એવી સ્કિમ છે જે બીજી સ્કિમોમાં રોકાણ કરે છે. તે કોઈ એક સ્કિમમાં પૈસાનું રોકાણ કરવા માટે બંધાયેલી નથી. ફંડ ઓફ ફંડ્સમાં કંપનીના શેર અથવા બોન્ડ નથી આવતા, ફંડ ઓફ ફંડ્સ અન્ય સ્કિમના યુનિટ હોલ્ડ કરે છે. એક ફંડ ઓફ ફંડ્સ પોતાના ફંડ હાઉસ અથવા અન્ય ફંડ હાઉસની ઘણી સ્કિમોમાં રોકાણ કરી શકે છે.
ઓછા રોકાણની સાથે પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરી શકો છો
તેમાં રોકાણનો સૌથી મોટો ફાયદો નાનાં રોકાણકારો છે જે પૈસાની તંગીના કારણે રોકાણના અલગ-અલગ વિકલ્પોમાં રોકાણ નથી કરી શકતા. તેઓ આ સ્કિમ દ્વારા તેમના પોર્ટફોલિયોને ઓછી રકમમાં ડાયવર્સિફાઈ કરી શકે છે. રોકાણ પર વધારે લાભ કમાવવાની સંભાવના વધી જાય છે.
ઘણા પ્રકારના હોય છે 'ફંડ ઓફ ફંડ્સ'?
ફંડ ઓફ ફંડ્સ ત્રણ પ્રકારના હોઈ શકે છે. એક જે ઈક્વિટીમાં રોકાણ કરે છે. બીજા જે ડેટ ફંડમાં પૈસાનું રોકાણ કરે છે. ત્રીજા તે જેમનું રોકાણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થાય છે. આ ત્રણેય પ્રકાર લગભગ તમામ એસેટ ક્લાસને કવર કરી લે છે.
આમાં કોણે રોકાણ કરવું જોઈએ?
તે લોકો જે મ્યુચ્યુઅલ ફંડમાં ઓછા પૈસા રોકાણ કરવાની સાથે તેમના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવા માગે છે તેમને તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. તે સિવાય તે લોકો માટે પણ યોગ્ય છે જેમને મ્યુચ્યુઅલ ફંડ વિશે વધુ જાણકારી નથી, કેમ કે તેમાં એક વિશ્વસ્તરીય ફંડ મેનેજર તમારા પૈસા સંભાળે છે. તેનાથી તમારું જોખમ પણ ઓછું થઈ જાય છે.
આ 'ફંડ ઓફ ફંડ્સ' એ સારું રિટર્ન આપ્યું
ફંડનું નામ | 1 વર્ષમાં કેટલું રિટર્ન (%) | છેલ્લાં 3 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) | છેલ્લાં 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક રિટર્ન (%માં) |
ICICI પ્રુડેન્શિયલ એડવાઈઝર સિરીઝ | 62.9 | 12.6 | 12.9 |
UTI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 57.6 | 14.8 | 14.8 |
ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 56.8 | 14.3 | 14.2 |
SBI નિફ્ટી ઈન્ડેક્સ ફંડ | 56.8 | 14.1 | 14.1 |
IDFC નિફ્ટી ફંડ | 56.8 | 14.8 | 14.7 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.