તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • You Can Earn More Profit By Investing Money In These 7 Schemes Including PPF And Kisan Vikas Patra, Find Out Here In How Much Time The Money Will Double

પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કિમ:PPF અને કિસાન વિકાસ પત્ર સહિત આ 7 સ્કિમમાં પૈસાનું રોકાણ કરીને વધુ નફો કમાઈ શકો છો, અહીં જાણો કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કિમ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો. આવી સ્થિતિમાં અહીં રોકાણ કરીને તમે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે રિટર્ન મેળવી શકો છો. આ સ્કિમ્સમાં તમે તમારા પૈસાનું રોકાણ કરીને FDની તુલના કરતાં ઝડપથી ફંડ ભેગુ કરી શકો છો. રૂલ ઓફ 72 દ્વારા તમે આ સરળતાથી જાણી શકો છો કે તમારા રોકાણને ડબલ થવામાં કેટલો સમય લાગશે.

એક્સપર્ટ્સ રૂલ ઓફ 72ને સૌથી સચોટ રૂલ માને છે, જેનાથી એ નક્કી કરવામાં આવે છે કે તમારું રોકાણ કેટલા દિવસમાં ડબલ થઈ જશે. તેને તમે એવી રીતે સમજી શકો છો કે જો તમે બેંકની કોઈ ખાસ સ્કિમ પસંદ કરી છે, જ્યાં તમને વાર્ષિક ટકાવારી વ્યાજ મળી રહ્યું છે તો આવી સ્થિતિમાં તમે રૂલ 72 અંતર્ગત 72ને 8 દ્વારા ભાગાકાર કરો. એટલે કે 72/8= 9 વાર્ષિક, એટલે કે આ સ્કિમ અંતર્ગત તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઈ જશે. અમે તમને પોસ્ટ ઓફિસની એવી 7 સ્કિમ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં રોકાણ કરીને તમને સારું વ્યાજ મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

  • તેના અંતર્ગત અકાઉન્ટ બાળકીના જન્મ પછી 10 વર્ષની ઉંમર પહેલા અકાઉન્ટ ખોલાવી શકાય છે.
  • તમે માત્ર 250 રૂપિયા ભરીને પણ ખાતું ખોલાવી શકો છો. તેમાં વાર્ષિક 7.6%ના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • આ યોજનામાં રોકાણ કરવા પર 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકાય છે.
  • આ અકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલાવી શકાય છે.

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશેઃ તેમાં 7.6% વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં 9 વર્ષ 6 મહિનાનો સમય લાગશે.

સિનિયર સિટીઝન સેવિંગ સ્કિમ

  • આ યોજનામાં વાર્ષિક 7.4%ના દરેથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • જો વ્યાજની રકમ વાર્ષિક 10000 રૂપિયા કરતાં વધારે છે, તો સ્રોત પર ટેક્સ કટ એટલે કે TDS કટ કરવામાં આવે છે.
  • આ યોજના અંતર્ગત રોકાણ કરવા પર આવકવેરા અધિનિયમ, 1961ની કલક 80C અંતર્ગત ટેક્સ લાભ પ્રાપ્ત થાય છે.
  • 60 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમર બાદ અકાઉન્ટ ખોલાવી શકાય છે.
  • VRS લેનારી વ્યક્તિ જો 55 વર્ષથી વધતે પણ 60 વર્ષથી ઓછી છે તો તે પણ અકાઉન્ટ ખોલાવી શકે છે.
  • આ સ્કિમ અંતર્ગત 5 વર્ષ માટે પૈસા રોકાણ કરી શકાય છે. મેચ્યોરિટી બાદ આ સ્કિમને 3 વર્ષ માટે વધારી શકાય છે.
  • આ યોજના અંતર્ગત તમે મહત્તમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.

કેટલા સમયમાં પૈસા ડબલ થશેઃ તેમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 9 વર્ષ 8 મહિનાનો સમય લાગશે. ​​​​​​​

પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

  • પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતામાં જમા રકમ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે.
  • જમા પર વ્યાજની ગણતરી વાર્ષિક આધારે કરવામાં આવે છે, જેનો અર્થ એ થયો કે દર વર્ષે મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે.
  • PPF ઈન્કમ ટેક્સની EEE કેટેગરી અંતર્ગત આવે છે. તેનો અર્થ એ થયો કે રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજમાંથી થતી આવક પર ટેક્સ છૂટ મળે છે.
  • આ અકાઉન્ટ 15 વર્ષ માટે ખોલાવી શકાય છે, જેને આગળ 5 વર્ષ માટે લંબાવી શકાય છે.
  • PPFમાં મિનિમમ 500 રૂપિયાથી અકાઉન્ટ ખોલાવી શકાય છે.
  • તમે એક વર્ષમાં અકાઉન્ટમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા રોકાણ કરી શકો છો.

કેટલા સમયમાં પૈસા ડબલ થશેઃ તેમાં 7.1 ટકાનું વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 2 મહિનાનો સમય લાગશે. ​​​​​​​

કિસાન વિકાસ પત્ર (KVP)

  • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કિમમાં અત્યારે 6.9% વ્યાજ મળી રહ્યું છે.
  • KVPમાં રોકાણ કરવાની કોઈ મેક્સિમમ લિમિટ નથી, જો કે, ઓછામાં ઓછું રોકાણ 1000 રૂપિયાનું હોવું જોઈએ.
  • તેમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે.
  • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગો છો તો તમારે ઓછામાં ઓછી અઢી વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઈન પિરિઅડ હોય છે.
  • તેના અંતર્ગત જમા રકમ પર આવકવેરા અધિનિયમની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટ મળે છે.

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશેઃ તેમાં 6.9% વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 5 મહિનાનો સમય લાગશે.

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

  • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
  • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળો પૂરો થવા પર આપવામાં આવે છે
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
  • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
  • તેનો મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે.
  • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશેઃ તેમાં 6.8% વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ 7 મહિનાનો સમય લાગશે. ​​​​​​​

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના

  • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી અવધિ માટે એક સામટા પૈસા રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજ ચૂકવણીનો ફાયદો લઈ શકો છો.
  • પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષના સમયગાળા માટે 5.5%થી 6.7%ના દરે વ્યાજ આપે છે.
  • 5 વર્ષના રોકાણ માટે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ લઈ શકાય છે.
  • પોસ્ટ ઓફિસ FD ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછી 1,000 રૂપિયાની ડિપોઝિટ આવશ્યક છે. તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.

કેટલા સમયમાં પૈસા ડબલ થઈ જશેઃ તેમાં 6.7% વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 9 મહિનાનો સમય લાગશે. ​​​​​​​

મંથલી ઇન્કમ સ્કીમ

  • આ એક પ્રકારની પેન્શન સ્કિમ છે, તેમાં તમે એક સામટા પૈસા જમા કરીને તમારા માટે મંથલી ઈન્કમની વ્યવસ્થા કરી શકો છો. તેની ખાસ વાત એ છે કે સ્કિમ પૂરી થયા બાદ તમને તમારા બધા પૈસા પણ પાછા મળી જશે.
  • આ સ્કિમ અંતર્ગત અકાઉન્ટને મિનિમમ 1000 રૂપિયામાં ખોલાવી શકાય છે.
  • જો તમારું અકાઉન્ટ સિંગલ છે તો તમે 4.5 લાખ રૂપિયા સુધી મહત્તમ જમા કરાવી શકો છો. જો તમારું જોઇન્ટ અકાઉન્ટ હોય તો તેમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
  • મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે. સ્કિમને દર 5 વર્ષ બાદ તે ખાતા દ્વારા તમે ઈચ્છો ત્યાં સુધી લંબાવી શકો છો.
  • તેમાં તમને 6.6% વાર્ષિક વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

કેટલા સમયમાં પૈસા ડબલ થશેઃ તેમાં 6.6% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે આવી સ્થિતિમાં રૂલ ઓફ 72ના અનુસાર જો તમે આ સ્કિમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસાને ડબલ થવામાં 10 વર્ષ 11 મહિનાનો સમય લાગશે.