• Gujarati News
  • Utility
  • You Can Earn Interest By Investing In This Scheme Of SBI And Getting FD Of Gold, Know Its Benefits

રોકાણ:SBIની આ સ્કીમમાં રોકાણ કરી ગોલ્ડની FD કરાવી તમે વ્યાજ મેળવી શકો છો, જાણો તેના ફાયદા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SBIની રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં સોનાં પર વ્યાજ મળે છે
  • આ સ્કીમમાં મિનિમમ 1 વર્ષથી લઈને મેક્સિમમ 15 વર્ષ સુધીનું રોકાણ કરી શકાય છે

તમારી પાસે સોનું છે અને તમને તેની સુરક્ષાની ચિંતા છે તો તમે તેને બેંકમાં જમા કરાવી શકો છો. એટલું જ નહિ બેંકમાં તમારું સોનું સુરક્ષિત રાખવા માટે બેંક તમને વ્યાજ પણ આપશે. SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)ની રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમમાં ગોલ્ડ FDની સુવિધા આપે છે. આ સ્કીમમાં ગોલ્ડ સુરક્ષિત રહે છે સાથે તેનાં પર વ્યાજ પણ મળે છે.

આ સ્કીમમાં 3 કેટેગરીમાં રોકાણ કરી શકાશે
આ સ્કીમની ત્રણ કેટેગરી છે. પ્રથમ કેટેગરીમાં સોનું 1-3 વર્ષ સુધી જમા કરવામાં આવે છે. તેને STBD (શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ) કહેવામાં આવે છે. બીજી કેટેગરી MTGD (મીડિયમ ટર્મ બેંક ડિપોઝિટ)માં મેચ્યોરિટી પિરિયડ 5થી 7 વર્ષનો હોય છે. LTGD (લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ) કેટેગરીમાં સોનું 12-15 વર્ષ માટે ફિક્સ્ડ કરી શકાય છે.

કેટલું વ્યાજ મળે છે?
STBDમાં 1 વર્ષની FD પર 0.50% વ્યાજ મળે છે. જ્યારે 2 વર્ષે 0.55% અને 3 વર્ષે 0.60% વ્યાજ મળે છે. MTGDમાં વાર્ષિક 2.25%ના દરે વ્યાજ મળે છે. LTGDમાં વાર્ષિક 2.50%ના દરે વ્યાજ આપવામાં આવશે.

મિનિમમ 10 ગ્રામ સોનું હોવું જરૂરી
રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ ગ્રાહકે મિનિમમ 10 ગ્રામ સોનું જમા કરાવવું પડે છે. જો કે, સોનું જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી. એટલે કે ગમે તેટલું સોનું જમા કરાવીને તેની પર વ્યાજ મેળવી શકાય છે.

રિટર્નના બે ઓપ્શન
FDનો મેચ્યોરિટી પિરિયડ પૂરો થયા બાદ વ્યાજ સહિત પોતાનું સોનું લેવા માટે બે ઓપ્શન મળે છે. પહેલાં ઓપ્શનમાં સોનું પાછું લઈ શકાય છે અને બીજો ઓપ્શન સોનાની હાલની કિંમત પ્રમાણે કેશનો મળે છે. જો કે, રિટર્નમાં સોનું લેવા પર 0.20%ના દરે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ આપવો પડે છે.

લોક ઈન પિરિયડ
STBD કેટેગરીમાં 1 વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે. આ સમયગાળા પછી નિર્ધારિત સમય પહેલાં પૈસા ઉપાડવા માટે વ્યાજ દર પર દંડ લગાવવામાં આવે છે. તેમજ, MTGD કેટેગરીના રોકાણકારો 3 વર્ષ પછી ગમે ત્યારે યોજનામાંથી બહાર નીકળી શકે છે. જો કે, મેચ્યોરિટી પિરિયડ પહેલાં સ્કીમ બ્રેક કરવા પર વ્યાજ દર પર દંડ ભરવો પડે છે. આ સિવાય, LTGD કેટેગરી હેઠળ 5 વર્ષ બાદ સોનું પાછું લઈ શકાય છે. તેમાં વ્યાજ દર પર પેનલ્ટી લગાવવામાં આવે છે.

ટેક્સ છૂટનો લાભ મળશે
આ સ્કીમ અંતર્ગત ગ્રાહકને FD કરાવેલા સોનાં પર પ્રોપર્ટી ટેક્સ નથી ભરવો પડતો. તેમજ, જો જરૂરી હોય તો આ FDના આધારે લોન પણ લઈ શકાય છે.

આ લોકો રોકાણ કરી શકે છે
ભારતીય નાગરિકો, પ્રોપરાઈટરશિપ અને પાર્ટરનશિપ ફર્મ, હિન્દુ અવિભાજિત પરિવાર, SEBI રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ/ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સહિતના ટ્ર્સ્ટ અને કંપનીઓ આ સ્કીમ હેઠળ રોકાણ કરી શકે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...