આધારકાર્ડ PDF:ઘરે બેસીને વર્ચ્યુઅલ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો, જાણો સમગ્ર પ્રોસેસ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે આપણા દેશમાં સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ હોય તો એ છે 'આધારકાર્ડ'. ઘણીવાર આપણે ખોવાઈ જવાના અથવા તો ખરાબ થઈ જવાના ડરે એ સાથે નથી રાખતા. શું તમને ખબર છે કે તમે આધારકાર્ડની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે કોઈ ચાર્જ પણ નહીં ચૂકવવો પડે અને બધી જ જગ્યાએ માન્ય પણ છે. આજે અમે તમને જણાવીશું કે આધારકાર્ડની PDF ફાઇલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે.

આ રહી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  1. સૌથી પહેલા તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
  2. આ બાદ My Aadhaar સેક્શનમાં જઈને Download Aadhaar પર ક્લિક કરો.
  3. આ બાદ બીજા પેજ પર Download Aadhaarનો વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરો.
  4. આ બાદ આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો અને પછી રિકવેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરો.
  5. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર UIDAI તરફથી એક ઓટીપી મોકલવામાં આવશે, જેને બોક્સમાં એન્ટર કરો અને બાદમાં ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
  6. આધાર ડાઉનલોડ કર્યા બાદ નામના શરૂઆતના ચાર અક્ષર ને જન્મનું વર્ષ એન્ટર કરીને પીડીએફ ફાઈલને ઓપન કરો.

આધારકાર્ડ ખરાબ થાય છે નવું બનાવી શકો છો
જો તમારું આધારકાર્ડ ગમ થઈ ગયું હોય અથવા તો જૂનું આધારકાર્ડ ખરાબ થઈ ગયું હોય તો તમે સરળતાથી ઘરે બેસીને પણ આધારકાર્ડમાં ફેરફાર કરી શકો છો. આ સાથે જ પોલિવિનાઈલ કાર્ડ્સ (PVC) પણ ઘરે બેસીને મગાવી શકો છો. આ એક પ્રકારનું પ્લાસ્ટિક કાર્ડ છે, જેના પર આધારકાર્ડની જાણકારી પ્રિન્ટ કરવામાં આવે છે.

1. સૌથી પહેલા https://uidai.gov.in કે https://resident.uidai.gov.in પર વિઝિટ કરો.

2.‘Order Aadhaar Card’ સર્વિસ પર ક્લિક કરો.

3. તમારો 10 અંકવાળો આધાર નંબર (UID)કે 16 અંકવાળો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર (VID) કે 28 નંબરવાળો એનરોલમેન્ટ ID ભરો.

4. સિક્યોરિટી કોડ નોંધો.

5. OTP મેળવવા માટે રજિસ્ટર્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો ઓપ્શનલ નંબર અવેલેબલ હોય તો તે ભરો.

6.‘Send OTP’ પર ક્લિક કરો.

7.‘Terms and Conditions’ મંજૂર થયા પછી ટિક કરો. (નોટ: હાઇપરલિંક પર ક્લિક કરો અને ડિટેલ્સ જુઓ)

8. ‘OTP’ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી સબ્મિટ પર ક્લિક કરો.

9. એ પછી ‘Make payment’ પર ક્લિક કરવાની સાથે જ તમે પેમેન્ટ ગેટવે પર પહોંચી જશો, ત્યાં તમને ક્રેડિટ/ડેબિટકાર્ડ, નેટ બેન્કિંગ અને UPIના ઓપ્શન મળશે.

10. પેમેન્ટ સફળ થતાં રિસીપ્ટ મળશે, એની પર ડિજિટલ સિગ્નેચર હશે. SMS પર સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે. તમે આ નંબરની મદદથી કાર્ડ ડિલિવર થયા સુધીની પ્રોસેસ ટ્રેક કરી શકશો.

ઓફલાઈન પણ બનાવી શકો છો નવું કાર્ડ
જો તમે ઓનલાઇન બનાવવા ન માગતા હો તો ઓફલાઈન પણ બનાવી શકો છો. આ માટે તમારે આધારકાર્ડ કેન્દ્ર પર જવું પડશે, જ્યાંથી તમે નવું આધારકાર્ડ બનાવી શકો છો.