• Gujarati News
  • Utility
  • You Can Do This Remedy If There Is Frequent Anger, The Effect Of Anger Is Both Physical And Mental

ઓફિસ પુરુષો રિલેક્સ હોય છે તો મહિલાઓ ઉતાવળમાં:વારંવાર ગુસ્સો આવતો હોય તો આ ઉપાય કરી શકો છો, ગુસ્સાની શારીરિક અને માનસિક બંને રીતે અસર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ખબર પડી હતી કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ગુસ્સો કરે છે. 2012થી 2021 વચ્ચે કરવામાં આવેલા ગેલઅપ વર્લ્ડ પોલમાં આ માહિતીની ખબર પડી છે. વિશ્વભરની મહિલાઓ પુરુષો કરતાં 6 ટકા વધુ ગુસ્સો કરે છે. ભારત અને પાકિસ્તાનની મહિલાઓ દુનિયા કરતાં બમણી ગુસ્સામાં છે.

આજે કામના સમાચારમાં જાણીશું કે મહિલાઓમાં તનાવ અને ગુસ્સા પાછળ કયાં કયાં કારણો છે? શું ગુસ્સો કરવો બરાબર છે કે પછી એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ છે? ગુસ્સામાં મગજને કેવી રીતે શાંત કરી શકાય?

સવાલ: મહિલાઓમાં અચાનક ગુસ્સો વધવા પાછળ કયાં કાયાં કારણો જવાબદાર છે?
જવાબ: મહિલાઓને ગુસ્સો હંમેશાં આવતો જ હતો, તે ઓછી ભણેલી હતી. પરિવારના પુરુષો પર આધારિત હતી. આ કારણે તે ખૂલીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી શકતી નહોતી. જે મહિલાઓ પોતાની જાતે નિર્ણય લેતી હતી તેમના વિશે સમાજમાં સારું બોલવામાં આવતું નહોતું.

પહેલાં કરતાં આજે સ્થિતિ જુદી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં મહિલાઓ એજ્યુકેશનમાં આગળ વધી છે, નોકરી માટે ઘરની બહાર પગ મૂક્યો છે અને આત્મનિર્ભર બની છે, જેને કારણે તેમને આત્મવિશ્વાસ મળ્યો છે. તેમની હાલત પહેલાં કરતાં આર્થિક રીતે સારી થઈ ગઈ હતી. આ જ કારણ છે કે મહિલાઓ હવે અપરાધભાવ અનુભવતી નથી, પરંતુ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા શીખી ગઈ છે.

સવાલ : નોકરી કરવાને કારણે મહિલાઓને ગુસ્સો આવે છે?
જવાબ: ના, ગુસ્સો આવવા પાછળનું કારણ નોકરી નથી, પરંતુ અસમાનતા છે. આજે મહિલાઓ ઘરની બહાર પગ મૂકીને સારું અનુભવે છે, પરંતુ બાદમાં ઘરે આવે છે ત્યારે પુરુષો કહે છે એમ કરવું પડે છે, એને કારણે મહિલાઓને વધુ ગુસ્સો આવે છે.

ઓફિસમાંથી નીકળીને પુરુષ રિલેકસ થઈ જાય છે, પરંતુ મહિલાઓ હંમેશાં ઉતાવળમાં હોય છે, તેમના મનમાં સતત એવા વિચારો આવતા હોય છે કે ઘરે જઈને શું બનાવવું છે અને બાળકો ભણ્યાં હશે કે નહીં. આ જવાબદારીને કારણે તે કંટાળી જાય છે અને ગુસ્સો કરવા લાગે છે.

સવાલ : ઉપર આપવામાં આવેલા બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શું છે?

જવાબ : આ રીતે સમજીએ...

  • બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડરમાં વ્યક્તિને વધુ ગુસ્સો આવવા લાગે છે. તે પોતાના વિશે અસુરક્ષિત બની જાય છે.
  • અમુક સમયે તેને લાગે છે કે તે સૌથી ખરાબ અને સૌથી બેકાર છે.
  • કેટલાક લોકોમાં મૂડ સ્વિંગ્સ વધી જાય છે.
  • રોજિંદા કાર્યો અને પરસ્પર સંબંધો પર ખરાબ અસર પડે છે.
  • બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર સાથે સંઘર્ષ કરી રહેલી વ્યક્તિ પોતાને નુકસાન પહોંચાડવા વિશે વિચારવાનું શરૂ કરે છે.
  • ઘણી વખત તે આત્મહત્યા કરવાની ધમકી પણ આપે છે.

સવાલ: માણસમાં ગુસ્સો કેમ આવે છે?
જવાબ : લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી આ 3 કારણથી મનુષ્યને ગુસ્સો આવે છે

  • જોખમને દૂર કરવા માટે
  • જરૂર વસ્તુ માટે સ્પર્ધા
  • સામાજિક નિયમને લાગુ કરવા માટે

સવાલ : ગુસ્સા અને તનાવથી શું-શું નુકસાન થાય છે?
જવાબ: ગુસ્સાથી ફક્ત માનસિક રીતે નુકસાન નથી થતું, પરંતુ શરીરને પણ નુકસાન થાય છે.

શારીરિક અસર

  • ગુસ્સાને કારણે મગજને સંકેત મળે છે કે શરીર લડવા માટે તૈયાર છે. આ કારણે માંસપેશીઓમાં લોહીનો પ્રવાહ વધુ રહે છે, જેનાથી હાર્ટ રેટ, બ્લડપ્રેશર અને શરીરનું તાપમાન વધે છે. ક્યારેક એવું થાય છે પછી કોઈ સમસ્યા નહીં થાય, પરંતુ વારંવાર ગુસ્સો કરવાથી સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
  • ગુસ્સામાં લોહી આંતરડાં અને પેટ સુધી યોગ્ય રીતે પહોંચતું નથી, તેથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
  • વધારે ગુસ્સો કરવાથી માથાનો દુખાવો અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે.
  • ઘણા લોકોને ખરજવું પણ હોઈ શકે છે. ખરજવું એ ત્વચા પરની એલર્જી જેવું છે, જેમાં ત્વચા પર ફોલ્લીઓ થાય છે.
  • ઘણા લોકોને રાત્રે સૂવામાં સમસ્યા થાય છે, જેને અનિદ્રાની સમસ્યા કહેવામાં આવે છે.
  • હાર્ટ-એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
  • રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.
  • હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધુ ગુસ્સે થાય છે તેમના ફેફસાં નબળાં પડી જતાં હોય છે.

માનસિક અસર

  • જે લોકો વધુ ગુસ્સામાં હોય છે તેમના સ્વભાવમાં ચીડિયાપણું હોય છે અને સ્ટ્રેસ પણ વધારે હોય છે.
  • ડિપ્રેશન અને ચિંતાની સમસ્યાઓ પણ થઈ શકે છે.
  • ગુસ્સામાં વ્યક્તિ યોગ્ય રીતે વિચારવામાં અને નિર્ણયો લેવામાં અસમર્થ હોય છે. આ પ્રકારના નિર્ણયોમાં પાછળથી પસ્તાવાનો વારો આવે છે.
  • ગુસ્સામાં કહેલી વાતો અને લીધેલા નિર્ણયોને કારણે તમારા પ્રિયજનોને નુકસાન પહોંચી શકે છે. આવી સ્થિતિમાં લોકો પોતાને વધુ ગુસ્સે થનારા લોકોથી દૂર રાખે છે.

સવાલ : જો ગુસ્સો કરવામાં ન આવે તો શું નુકસાન થાય છે?
જવાબ : જો પુરુષો ગુસ્સો વ્યક્ત કરે તો એ બરાબર છે. તો બીજી તરફ સાથે જ વર્ષો સુધી મહિલાઓના ગુસ્સાની અવગણના કરવામાં આવી રહી હતી. જ્યારે પણ મહિલાઓ ગુસ્સે થાય છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે સ્ત્રીઓ આવું કરતી નથી. આ કારણે મોટા ભાગની મહિલાઓ ગુસ્સો વ્યક્ત કરી શકતી નથી. ઘણી વખત એવું જોવા મળે છે કે મહિલાઓ ગુસ્સાની વચ્ચે જ રડી પડે છે.

તો ગુસ્સો કરવામાં ન આવે તો પણ અનેક બીમારીઓ થઈ શકે છે. ગુસ્સો ન કરવાને કારણે સ્ટ્રેસ, બ્લડપ્રેશર અને હાર્ટને લગતી અનેક બીમારીઓ થઈ શકે છે. આ સિવાય અનિદ્રા, ચિંતા અને ડિપ્રેશન પણ થઈ શકે છે. જે લોકો લાંબા સમય સુધી પોતાનો ગુસ્સો દબાવી રાખે છે તેઓ ડ્રગ્સનો વધુપડતો ઉપયોગ કરે છે તો તેનો સ્વભાવ વધુ ખર્ચાળ થઇ જાય છે.

સવાલ: ગુસ્સો આવે છે ત્યારે પોતાની જાતને નુકસાન પહોંચાડવાને બદલે વિરોધ કેવી રીતે કરી શકાય?
જવાબ : 'તમે હંમેશાં આવું કરો છો...'ને બદલે 'હું ગુસ્સે છું, કારણ કે...' જેવાં વાક્યોનો ઉપયોગ કરો. આમ કરવાથી સામેવાળી વ્યક્તિને તમારા ગુસ્સાનું સાચું કારણ મળશે.

ઘણી વખત એવું બને છે કે ગુસ્સાનું કારણ વ્યક્તિને કહેવાની સ્થિતિ હોતી નથી. આ સ્થિતિમાં કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યનો હાથ પકડો અને તમારા હૃદયની બધી વાતો કહો. લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જરૂરી છે.

ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે કે તમને ગુસ્સે કરવામાં કે સમજાવવામાં કોઈ ફાયદો થતો નથી. આ સ્થિતિમાં તમારું મનગમતું કામ કરો અને સોશિયલ મીડિયાથી દૂર રહો.

સવાલ : ગુસ્સામાં મગજને શાંત કેવી રીતે રાખી શકાય છે?
જવાબ: ગુસ્સે થવું એ સામાન્ય વાત છે અને એને વ્યક્ત કરવામાં કોઈ નુકસાન નથી. સમસ્યા એ છે કે જ્યારે ગુસ્સો મર્યાદાથી વધી જાય છે, જો તમને લાગે છે કે તમે થોડા સમય માટે ગુસ્સે થવા લાગ્યા છો. એનાથી તમારા રોજિંદા જીવન પર ખરાબ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરો. જેમ કે...

  • જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમે ઝડપથી શ્વાસ લો છો. એનાથી શરીર ક્રોધની સ્થિતિમાં રહે છે, તેથી એક લાંબો અને ઊંડો શ્વાસ લો.
  • મનને શાંતિ આપે એવું કંઈક પુનરાવર્તન કરો.
  • ફરવા જાઓ અથવા યોગ કરો. મેડિટેશન પણ કરી શકાય છે.
  • કોઈ મિત્ર અથવા નજીકના મિત્ર સાથે વાત કરીને તમારા મનને આરામ આપો.
  • લખવાની ટેવ પાડો. તમારી લાગણીઓ વિશે કાગળ પર લખો.
  • જો તમે ગુસ્સામાં હોવ તો દારૂનું સેવન ન કરો, જેનાથી આક્રમકતા આવી શકે છે.
  • ડ્રોઇંગ, પેઇન્ટિંગ, ડાન્સિંગ અથવા રસોઈ દ્વારા તમારું ધ્યાન સકારાત્મક સ્થળ પર કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો.
  • સૌથી મહત્ત્વની વાત એ છે કે સૂઈ જાઓ અને મનને શાંત કરો.