તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • You Can Break The FD Or Take A Loan On It If You Need Money In The Coronation Period, Find Out Which Option Would Be Suitable

પર્સનલ ફાઈનાન્સ:કોરોનાકાળમાં પૈસાની જરૂર પડવા પર FD તોડાવી શકો છો અથવા તેના પર લોન લઈ શકાય છે, જાણો કયો વિકલ્પ યોગ્ય રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો કોરોના ક્રાઈસિસના કારણે તમે પણ પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)તમને આ સમસ્યામાંથી બહાર કાઢી શકે છે. તમે જરૂર પડવા પર સમય પહેલા પણ તેમાંથી પૈસા ઉપાડી શકો છો. જો કે, તેના પર તમારે થોડો દંડ ભરવો પડે છે. તે સિવાય તમે FD પર લોન લઈને પણ તમારી સમસ્યાને દૂર કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા માટે કયો વિકલ્પ યોગ્ય રહેશે.

FD પર સરળતાથી અને ઓછા વ્યાજે લોન મળે છે
જો તમે FD પર લોન લો છો તો તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતાં 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ધારો કે, તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 6%ના વ્યાજ દરે લોન મળી શકે છે. FDની વેલ્યુના 90% સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે, તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે.

દેશની સૌથી મોટી બેંક SBI સહિત ઘણી બેંક તેના માટે ઓનલાઈન સુવિધા પણ આપે છે. તે સિવાય તમે બેંકમાં જઈને પણ લોન લઈ શકો છો. આ લોન એક સિક્યોર્ડ લોન છે તેના કારણે આ લોન સરળતાથી મળે છે.

બેંક કેટલા વ્યાજ દરે લોન આપી રહી છે

બેંકલોનના વ્યાજ દર (%)મહત્તમ લોન
SBIFD રેટ + 1%FDના 90% સુધી
પંજાબ નેશનલ બેંકFD રેટ + 1%FDના 95% સુધી
એક્સિસ બેંકFD રેટ + 2%FDના 85% સુધી
HDFC બેંકFD રેટ + 2%FDના 90% સુધી
બેંક ઓફ બરોડાFD રેટ + 2%FDના 90% સુધી

ઈન્ડિયન બેંક

FD રેટ + 2%FDના 90% સુધી
ICICI બેંકFD રેટ + 2-3%FDના 90% સુધી

સમય પહેલાં FD તોડવા પર કેટલું વ્યાજ ઓછું મળશે?
જો તમે સમય પહેલાં FD બ્રેક કરો છો તો તમને જે દરે FD ખોલાવી હશે એટલા દરે વ્યાજ નહીં મળે. જેમ કે, 1 લાખની FD પર તમને વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે, પરંતુ તમે તેને 6 મહિના બાદ તોડો છો તો 6 મહિનાની FD પર 5 ટકા જ વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે તો આવી સ્થિતિમાં બેંક તમારા પૈસા પર 5 ટકાના દરે વ્યાજ આપશે, 6 ટકાના દરે વ્યાજ નહીં આપે.

પેનલ્ટી ચૂકવવી પડે છેઃ દેશની સૌથી મોટી બેંક SBIના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા સુધી FD કરાવે છે તો, તો FD મેચ્યોર થતા પહેલા તેને બ્રેક કરવા પર 0.50 ટકા સુધી પેનલ્ટી ચૂકવવી પડશે. આ પ્રકારે 5 લાખથી વધારે અને એક કરોડથી ઓછી FD પર 1 ટકા પેનલ્ટી સમય પહેલાં બ્રેક કરવા પર આપવી પડશે. સમયગાળાના હિસાબથી વ્યાજ સુનિશ્ચિત કર્યા બાદ તેમાં FDની રકમના હિસાબથી 0.50 ટકા અથવા 1 ટકા વ્યાજની કપાત કરીને તમને પૈસા આપવામાં આવે છે. મોટાભાગની બેંક 1 ટકા સુધી પેનલ્ટી વસૂલે છે.

આ રીતે સમજો સંપૂર્ણ ગણિત
જો તમે 1 લાખની FD 1 વર્ષ માટે કરાવો છો તો તેના પર તમને વાર્ષિક 6 ટકા વ્યાજ મળે છે. આવી સ્થિતિમાં એક વર્ષ પૂર્ણ થવા પર તમને 106,167 રૂપિયા મળશે. તેમજ જો તમે 6 મહિના બાદ પૈસા ઉપાડો છો તો તેના પર 5 ટકાના દરે વ્યાજ મળશે તે ઉપરાંત 0.50 ટકાની પેનલ્ટી વસૂલવામાં આવશે. આવી સ્થિતિમાં તમે 6 મહિના બાદ પૈસા ઉપાડવા પર કુલ 102,469 રૂપિયા મળશે.

કયો ઓપ્શન યોગ્ય રહેશે?
જો તમારી FD 1 લાખ રૂપિયાની છે અને તમને 50 હજાર રૂપિયાની જરૂર છે તો FD પર લોન લેવી યોગ્ય રહેશે. કેમ કે, તેનાથી તમારા સેવિંગ્સની બચત થશે અને તમારી પૈસાની જરૂરિયાત પણ પૂરી થઈ જશે. બીજી બાજુ, જો તમને FDના બધા પૈસાની જરૂર છે તો સમય પહેલાં FD તોડવી તે યોગ્ય રહેશે, કેમ કે તેનાથી તમને તમારા પૈસા થોડી પેનલ્ટી બાદ મળી જશે. FD પર લોનમાં 80થી 90% પૈસા લોનના રૂપમાં મળે છે.