• Gujarati News
  • Utility
  • You Can Become A Teacher By Qualifying These 4 Exams, This Profession Will Bring You A Lot Of Respect Along With Income

ટીચર્સ ડે:ટીચર બનવા આ 4 એક્ઝામ ક્વોલિફાય કરો, ટીચિંગ ફિલ્ડમાં સારી ઈન્કમની સાથે સન્માન પણ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ટીચર બનવા માટે B. Ed કરેલું હોવું જરૂરી છે

છેલ્લા ઘણા વર્ષોમાં ટીચિંગ લાઈનમાં યુવાનોનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઝ ખૂલી રહી છે. અહીં નોકરીઓનો પણ ઢગલો છે. એજ્યુકેશન સબ્જેક્ટ ઉપરાંત યોગ, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા ફિલ્ડમાં પણ પ્રોફેશનલ ટીચર્સની માગ સતત વધી રહી છે. ટીચરની સેલરીમાં ઘણા ફેરફાર થયા પછી હવે સ્ટાર્ટિંગમાં જ સારો પગાર મળે છે. જો તમે પણ આ ફિલ્ડમાં કરિયર બનાવવા ઇચ્છતા હો તો અહીં આપેલી જાણકારી તમને ચોક્કસથી કામમાં લાગશે.

ટીચર બનવા માટે જરૂરી લાયકાત

  • ભારતમાં ટીચર બનવા માટે B. Ed કરેલું હોવું જરૂરી છે. આ સિવાય તમે વધારે ક્વોલિફિકેશન માટે M. Ed પણ કરી શકો છો.
  • તમે બેઝિક ટ્રેનિંગ સર્ટિફિકેટ (BTC), ડિપ્લોમા ઈન એજ્યુકેશન (D.Ed) કે ટીચિંગ ટ્રેનિંગ સર્ટિફિકેટ કોર્સ પણ કરી શકો છો.
  • ટીચિંગમાં સરકારી નોકરી કરવા ઇચ્છુક કેન્ડિડેટ્સ CBSEની આયોજિત સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) માં સામેલ થઇ શકે છે.

ટીચર બનવા માટે આ એક્ઝામ ક્વોલઈફાય કરવી જરૂરી

TGT અને PGT
આ ટેસ્ટ સ્ટેટ લેવલે લેવાય છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આ એક્ઝામ ફેમસ છે. TGT માટે ગ્રેજ્યુએટ અને B. Ed પૂરું કરેલું હોવું જરૂરી છે અને PGT માટે પોસ્ટ ગ્રેજ્યુએટ અને B. Ed કરેલું હોવું જોઈએ. TGT પાસ કરેલા ટીચર્સ ધોરણ 6થી 10 સુધીના બાળકોને ભણાવે છે જ્યારે PGT પાસ કર્યા પછી સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી વિદ્યાર્થીઓને ભણાવી શકે છે.

TET
દેશના ઘણા રાજ્યોમાં આ એક્ઝામ B. Ed અને D.Ed કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. જેમનું B. Edનું રિઝલ્ટ ના આવ્યું હોય તે વિદ્યાર્થીઓ પણ આ એક્ઝામ આપી શકે છે. એક્ઝામ પાસ કર્યા પછી રાજ્ય સરકાર અમુક નક્કી કરેલા વર્ષો માટે એક સર્ટિફિકેટ આપે છે. આ સમય 5થી 7 વર્ષનો હોય છે. આ દરમિયાન કેન્ડિડેટ્સ ટીચરની ભરતીમાં અપ્લાય કરી શકે છે.

CETE
કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હીની સ્કૂલ, તિબેટિયન સ્કૂલ અને નવોદય વિદ્યાલયમાં ટીચર બનવા માટે આ એક્ઝામ પાસ કરવી પડે છે. CETE માટે એક્ઝામ CBSE લે છે અને તેમાં ગ્રેજ્યુએટ પાસ અને B. Ed ડિગ્રીવાળા વિદ્યાર્થીઓ સામલે થઇ શકે છે. એક્ઝામ પાસ કરવા માટે 60%માર્ક્સ લાવવા જરૂરી છે. એક્ઝામ પાસ કરતા કેન્ડિડેટ્સને 7 વર્ષની વેલિડિટીવાળું સર્ટિફિકેટ આપવામાં આવે છે.

UGC NET
કોલેજમાં લેક્ચરરની નોકરી માટે UGC NETની એક્ઝામ મહત્ત્વની છે. આ પેપર વર્ષમાં બે વખતે ડિસેમ્બર અને જૂન મહિનામાં હોય છે. નેટ એક્ઝામમાં ત્રણ પેપર હોય છે. કેન્ડિડેટ્સ અંગ્રેજી કે હિન્દી એમ બંનેમાંથી કોઈ પણ મીડિયમમાં પેપર આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...