• Gujarati News
  • Utility
  • You Can Also Earn From Social Media In These 4 Ways Including Sponsored Posting And Product Reviews

બિઝનેસ ફ્રોમ હોમ:સ્પોન્સર્ડ પોસ્ટિંગ અને પ્રોડક્ટ રિવ્યૂ સહિત આ 4 રીતથી તમે પણ કરી શકો છો સોશિયલ મીડિયા પર કમાણી

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પોન્સર્ડ પોસ્ટ સેટઅપ હોય છે
  • તમે ફોલોઅર્સની સંખ્યાને આધારે પ્રતિ પોસ્ટનો ચાર્જ લઇ શકો છો

સોશિયલ મીડિયાના ઘણા બધા ફાયદાઓ અને ગેરફાયદાઓ છે. તેનો એક ફાયદો એ છે કે, તમે કમાણી કરી શકો છો. આ કામ વધારે અઘરું પણ નથી બસ તમને સાચી રીત ખબર હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર ઢગલો કસ્ટમર્સ અવેલેબલ છે, તેનો ઉપયોગ તમારે પોતાના ફાયદા માટે કરવાનો છે.

તમે કોઈ પ્રોડક્ટની સ્પોન્સર્ડ પોસ્ટ લખી શકો છો કે પછી લોકોની તકલીફોનું નિરાકરણ લાવતો વીડિયો બનાવી શકો છો. તમે કોઈ જાહેર ખબરમાં પણ સામેલ થઈ શકો છો. ડેટા ડ્રિવન ફિલ્ડ ગાઈડ ક્લચના જણાવ્યા પ્રમાણે, ઘણા લોકો પોતાના બિઝનેસ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. આવા માહોલમાં અનેક મોકા મળી શકે છે.

સોશિયલ મીડિયાથી કમાણી કરવાની અમુક સરળ ટિપ્સ
સ્પોન્સર્ડ પોસ્ટિંગ

તમે કોઈ કંપનીની પ્રોડક્ટ્સ કે સર્વિસને પ્રમોટ કરીને તેનું કમિશન લઇ શકો છો. સ્પોન્સર્ડ પોસ્ટ સોશિયલ મીડિયા પર રૂપિયા કમાવાની સારી રીત છે. મોટાભાગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પોન્સર્ડ પોસ્ટ સેટઅપ હોય છે. તમે ફોલોઅર્સની સંખ્યાને આધારે પ્રતિ પોસ્ટ 100થી 1000 રૂપિયા ચાર્જ લઇ શકો છો. આ કામ માટે સેલિબ્રિટી લાખો રૂપિયા ફી લે છે.

પ્રોડક્ટ રિવ્યૂ કરો
તમે સોશિયલ મીડિયા પર પ્રોડક્ટ્સની સમીક્ષા કરીને પણ રૂપિયા કમાઈ શકો છો. કંપની પોતાના પ્રોડક્ટ્સનું રિવ્યૂ કરાવે છે અને આ માટે રૂપિયા પણ આપે છે. ઉદાહરણ તરીકે માની લો કે, તમે બ્યુટી બ્લોગ લખો છો. બની શકે કે કોઈ શેમ્પૂ કંપની તમને તમારા બ્લોગ પર નવી પ્રોડક્ટની રિવ્યૂ કરવાનું કહે. આ રીતે તેમની બ્રાન્ડ વધારે કસ્ટમર્સ સુધી પહોંચશે. આ માટે તમને રૂપિયા મળી શકે છે.

પોતાની પ્રોડક્ટ/સેવાઓ વેચો
સોશિયલ મીડિયા પર તમે પોતાની પ્રોડક્ટ અને સેવા વેચીને નાનો બિઝનેસ શરૂ કરી શકો છો. હકીકતમાં અમુક સોશિયલ મીડિયા સાઇટ્સ તમને તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને વર્ચ્યુઅલ ઓનલાઇન સ્ટોરમાં ફેરવવાની અનુમતિ આપે છે. તમારે નક્કી કરવું પડશે કે કયું પ્લેટફોર્મ તમારા બિઝનેસ માટે પરફેક્ટ છે. આ પોતાનો બિઝનેસ શરૂ કરવાની સૌથી સરળ રીત છે.

તમારું નોલેજ શૅર કરો
સોશિયલ મીડિયા પર તમે તમારું નોલેજ શૅર કરીને પણ રૂપિયા કમાઈ શકો છો. યુટ્યુબ આ માટે પરફેક્ટ પ્લેટફોર્મ છે. અહીં તમે હાઉ ટુ કન્ટેન્ટ ડેવલપ કરી શકો છો. લોકોને કામમાં આવે તેવા વીડિયો બનાવો. જેટલા વધારે લોકો વીડિયો જોશે તેટલી જ તમારી કમાણી વધારે થશે. વીડિયો સેટઅપ એવું હોવું જોઈએ જેમાં જાહેર ખબર દેખાડવાની સુવિધા હોય.