તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • You Can Also Create A Large Fund By Investing Money In PPF And RD, Here Are The Special Things Related To It.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરક્ષિત રોકાણ:PPF અને RDમાં પૈસાનું રોકાણ કરીને તમે પણ મોટું ફંડ તૈયાર કરી શકો છો, અહીં જાણો તેના સંબંધિત ખાસ બાબતો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PPF અકાઉન્ટ પર 7.1% વ્યાજ મળી રહ્યું છે
 • RD સ્કીમ પર 5.8% વ્યાજ મળી રહ્યું છે

જો તમે આ દિવસોમાં તમારા પૈસા રોકાણ કરવા માટે કોઈ એવી સ્કીમ શોધી રહ્યા છો જ્યાં તમારા પૈસા પણ સુરક્ષિત રહે અને તમને સારું વ્યાજ પણ મળે તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમમાં પૈસાનું રોકાણ કરી શકો છો. અમે તમને આ સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં રોકાણ કરી શકો.

PPF પર 7.1% વ્યાજ મળી રહ્યું છે

 • આ સ્કીમને બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ક્યાંય પણ ખોલાવી શકાય છે. તે ઉપરાંત તેને કોઈપણ બેંકમાં અથવા કોઈપણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે.
 • તેને માત્ર 100 રૂપિયામાં ખોલાવી શકાય છે, પરંતુ ત્યારબાદ દર વર્ષે 500 રૂપિયા એક વખતમાં જમા કરાવવા જરૂરી છે. આ અકાઉન્ટમાં દર વર્ષે મહત્તમ 1.5 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે.
 • આ સ્કીમ 15 વર્ષ માટે છે, જેને વચ્ચેથી ઉપાડી નથી શકાતા. પરંતુ તેને 15 વર્ષ બાદ 5-5 વર્ષ સુધી લંબાવી શકાય છે.
 • તેને 15 વર્ષ પહેલા બંધ નથી કરી શકાતી, પરંતુ 3 વર્ષ બાદ આ અકાઉન્ટને બદલે લોન લઈ શકાય છે. જો કોઈ ઈચ્છે તો આ અકાઉન્ટમાંથી 7મા વર્ષથી નિયમ હેઠળ પૈસા ઉપાડી શકાય છે.
 • વ્યાજ દરની સમીક્ષા સરકાર દર ત્રણ મહિને કરે છે. આ વ્યાજ દર ઓછા અથવા વધારે હોઈ શકે છે. અત્યારે આ અકાઉન્ટ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
 • આ યોજનામાં રોકાણ દ્વારા 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.

15 વર્ષ માટે રોકાણ કરવા પર કેટલું રિટર્ન મળશે?
આ યોજના અંર્તગત જો તમે 1 લાખ રૂપિયા 15 વર્ષ માટે રોકાણ કરો છો તો 3.13 લાખ રૂપિયા મળશે. એટલે કે તમને 1.33 લાખ રૂપિયાથી વધારે વ્યાજ મળશે.

RD પર 5.8% વ્યાજ મળી રહ્યું છે

 • પોસ્ટ ઓફિસ RD પર અત્યારે 5.8% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. RD એક પ્રકારની સ્મોલ સેવિંગ સ્કીમ છે. કોઈપણ વ્યક્તિ તેનું ખાતું પોસ્ટ ઓફિસ ઉપરાંત બેંકોમાં પણ ખોલાવી શકે છે.
 • આ RD સ્કીમમાં તમે મિનિમમ 100 રૂપિયા દર મહિને રોકાણ કરી શકો છો. તેનાથી વધારે 10ના મલ્ટીપલમાં તમે કોઈપણ રકમ જમા કરાવી શકો છો. મેક્સિમમ જમા રકમની કોઈ મર્યાદા નથી.
 • એક અથવા એકથી વધારે RD અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. નાના બાળકોના નામ પર પણ આ અકાઉન્ટ ખોલાવી શકાય છે. 10 વર્ષ અથવા તેનાથી વધુની વય થવા પર તમે જાતે તેને ઓપરેટ કરી શકો છો. 3 લોકો મળીને જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકે છે.
 • RD મોટી બચતમાં તમારી મદદ કરી શકે છે. તમે તેનો ઉપયોગ પિગી બેંક તરીકે કરી શકો છો. એટલે કે તમે તેમાં દર મહિને સેલરી આવવા પર એક નિશ્ચિત રકમ જમા કરી શકો છો અને 5 વર્ષ બાદ મેચ્યોર થવા પર તમારા હાથમાં મોટી રકમ હશે.

15 વર્ષ સુધી દર મહિને 1 હજાર રોકાણ કરવા પર કેટલું રિટર્ન મળશે?
આ યોજના અંતર્ગત જો તમે દર મહિને 1 હજાર રૂપિયા 15 વર્ષ સુધી રોકાણ કરો છો તો તમને 2.82 લાખ રૂપિયા મળશે. એટલે કે તમને 1.02 લાખ રૂપિયાથી વધારે વ્યાજ મળશે.

ક્યાં રોકાણ કરવું?
બંને સ્કીમની પોતાની ખાસિયત અને ખામી છે. જો તમે તમારા પૈસાને 15 વર્ષ માટે રોકાણ કરી શકો છો તો PPF યોજના યોગ્ય રહેશે. તેમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે. પરંતુ તેમાં એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધારે રોકાણ નથી કરી શકાતું. RDની વાત કરીએ તો આ સ્કીમ તે લોકો માટે છે જે એક સાથે પૈસા રોકાણ નથી કરી શકતા. તેમાં દર મહિને પૈસા જમા કરીને એક મોટી રકમ તૈયાર કરી શકાય છે. તે ઉપરાંત જો તમે વાર્ષિક 1.5 લાખ રૂપિયાથી વધારે રોકાણ કરો છો તો આ સ્કીમ યોગ્ય છે. તેમાં વધારે પૈસા જમા કરવાની કોઈ લિમિટ નથી. તેમાં લોક ઈન પિરિઅડ પણ 5 વર્ષનો હોય છે જે PPF કરતાં વધારે છે. તમે તમારી આર્થિક સ્થિતિ પ્રમાણે તમારા માટે યોગ્ય સ્કીમ પસંદ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો