તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • You Can Also Avail Tax Exemption On Expenses Incurred On Treatment Of Children And Tuition Fees, Find Out Here What Is The Rule

તમારા ફાયદાની વાત:બાળકોની સારવાર અને ટ્યુશન ફી પર થતા ખર્ચ પર પણ તમે ટેક્સ છૂટનો ફાયદો લઈ શકો છો, અહીં જાણો શું છે નિયમ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

2020-21 માટે ઈન્કમ ટેક્સ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું વિચારી રહ્યા છો તો તમને એ વાતની સંપૂર્ણ અને યોગ્ય જાણકારી હોવી જોઈએ કે તમે કયા ખર્ચ અથવા રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. તમે તમારા બાળકોની ટ્યુશન ફી અથવા તેની સારવારના ખર્ચ સહિત તેના પર કરવામાં આવેલા અન્ય ખર્ચા પર પણ ટેક્સ છૂટ માટે ક્લેમ કરી શકો છો.

આજે અમે તમને બાળકો પર કરવામાં આવેલા આવા ખર્ચા વિશે જણાવી રહ્યા છીએ, જેના પર તમે છૂટ લઈ શકો છો...

બે બાળકોની ટ્યુશન ફી પર રાહત
તમે બે બાળકો માટે સ્કૂલ/કોલેજની ટ્યુશન ફી પર પણ સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ લઈ શકો છો. જો તમારે બેથી વધુ બાળકો છે, તો તમે કોઈપણ બે બાળકો માટે આ ક્લેમ કરી શકો છો. તેના માટે શરત એટલી છે કે, ભારતમાં આવેલી વિશ્વવિદ્યાયલ, કોલેજ, સ્કૂલ અથવા અન્ય શૈક્ષણિક સંસ્થાને ફીની ચૂકવણી કરવામાં આવેલી હોવી જોઈએ. ટેક્સમાં રાહત માત્ર ફૂલ ટાઈમ એજ્યુકેશન માટે ઉપલબ્ધ છે. ટેક્સ રાહત અંતર્ગત ખાનગી ટ્યુશન, કોચિંગ ક્લાસ અથવા કોઈ પાર્ટ ટાઈમ કોર્સ નથી આવતો.

એજ્યુકેશન લોન પર સેક્શન 80E અંતર્ગત લાભ લઈ શકો છો
તમે તમારા બાળકો માટે લીધેલી એજ્યુકેશન લોન માટે તમે સેક્શન 80E અંતર્ગત ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરી શકો છો. બાળકોના હાયર એજ્યુકેશનના ખર્ચ માટે બેંકમાંથી એજ્યુકેશન લોન લઈ શકાય છે.

સારવાર ખર્ચ પર પણ લઈ શકો છો ટેક્સ છૂટ
સેક્શન 80DDB અંતર્ગત તમે કોઈ આશ્રિતની ગંભીર અને લાંબી બીમારીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ પર ટેક્સ છૂટ મળે છે. કોઈ આકવેરા ભરનાર તેના માતા-પિતા, બાળકો, આશ્રિત ભાઈ-બહેન અને પત્નીની સારવારમાં ખર્ચ કરવામાં આવેલી રકમ માટે કપાત માટે ક્લેમ કરી શકે છે. તેમાં કેન્સર, હિમોફીલિયા, થેલેસેમિયા અને એડ્સ જેવી બીમારીઓ સામેલ છે. બાળકો માટે આ ઘટાડો 40 હજાર રૂપિયા હોય છે. તેના માટે મેડિકલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી પર છૂટનો ફાયદો લઈ શકો છો
તમે તમારા બાળકો માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણી કરીને પણ તમે ટેક્સ બચાવી શકો છો. તેમાં સેક્શન 80D અંતર્ગત 25 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકાય છે. તે સિવાય ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ પ્લાન માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમની રકમ પર તમને ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ લઈ શકો છો.

30 સપ્ટેમ્બર સુધી નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઈલ કરવાનું છે
નાણાકીય વર્ષ 2020-21નું ઈન્કમ ટેક્સ રિટર્ન 30 સપ્ટેમ્બર સુધી ફાઈલ કરવાનું છે. આ તારીખ સુધી ઈન્કમ ટેક્સ ફાઈલ કરવા પર તમારે કોઈ વધારાના ચાર્જ ચૂકવવો પડશે નહીં.