દેશની 80% વસ્તી દુષિત પાણી પી રહી છે. વાંચીને આંચકો લાગ્યો ને પરંતુ આ સાચું છે. જળશક્તિ મંત્રાલયના એક અભ્યાસ અનુસાર, દેશની 80% થી વધુ વસ્તીના ઘરના ગ્રાઉન્ડ વોટરથી પાણી આવે છે. જેમાં ઝેરી ધાતુઓનું પ્રમાણ નક્કી પ્રમાણથી વધુ જોવા મળ્યું હતું. આ પરથી કહી શકાય કે, પાણી ઝેરી બની રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, 209 જિલ્લામાં ગ્રાઉન્ડ વોટરમાં (ભૂગર્ભ જળ) આર્સેનિક ને 491 જિલ્લામાં આયર્નનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે જોવા મળ્યું હતું જે ચિંતાજનક છે.
આજે કામના સમાચારમાં જાણીએ, પીવાના પાણીમાં આર્સેનિક અથવા આયર્નનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધારે હોય તો શું-શું નુકસાન થાય છે,
સવાલ : આર્સેનિક અથવા આયર્નનું પ્રમાણ જો પાણીમાં વધી જાય તો ઝેરી કેમ માનવામાં આવે છે?
જવાબ : આર્સેનિક એક રાસાયણિક તત્ત્વ છે. જે વાતાવરણમાં કુદરતી રીતે હાજર હોય છે. અમુક કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને લીધે આર્સેનિક ભૂગર્ભ જળમાં મિક્સ થઇ જાય છે. જેથી પાણી દ્વારા આપણા શરીર સુધી આસાનીથી પહોંચી જાય છે.
આયર્ન - આર્સેનિકની જેમ જ આયર્ન પણ એક તત્ત્વ છે. આયર્ન એ માનવ શરીરના પોષણમાં જરૂરી તત્ત્વ છે. સારા સ્વાસ્થ્ય માટે જરૂરિયાત અનુસાર દરરોજ તમારા ડાયટમાં આયર્ન લેવું જોઈએ.
સવાલ : આયર્ન અને આર્સેનિક શરીરમાં કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
જવાબ : ડૉ. વી. પી. પાંડેના જણાવ્યા અનુસાર, આપણા શરીરને બહુ જ ઓછા પ્રમાણમાં આર્સેનિકની જરૂર હોય છે. આ આર્સેનિક પેશાબ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. પરંતુ જો ભૂલેચૂકે પણ આર્સેનિકનું પ્રમાણ શરીરમાં વધી જાય છે તો નેગેટિવ ઇફેક્ટ્સ થાય છે.
આયર્ન વિશે વાત કરવામાં આવે તો, આપણા શરીરમાં લોહી બનાવવા માટે આયર્ન જરૂરી છે. પરંતુ યોગ્ય પ્રમાણમાં આયર્ન શરીર માટે જરૂરી છે. જો વધારે સમય સુધી જરૂરિયાત કરતાં વધુ આયર્ન શરીરમાં રહે છે તો ઝેરનું કામ કરે છે ને અનેક બીમારીનો સામનો કરવો પડે છે.
આર્સેનિક અને આયર્ન ઉપરાંત કેટલીક અન્ય વસ્તુઓ પણ ભૂગર્ભ જળમાં વધુ જોવા મળે છે. આવો જાણીએ તેના વિશે.
આ તો આપણે આંકડા જોયા, પરંતુ જો આ બધા જ તત્ત્વોનું પ્રમાણ પાણીમાં વધી જાય છે તો કઈ-કઈ બીમારીઓ થઇ શકે છે? આવો જાણીએ
(સંદર્ભ : University of California, Water Quality Association)
શહેર કરતાં ગામડાંની હાલત વધુ ખરાબ
દેશની અડધાથી વધુ વસ્તી ગામડાંઓમાં રહે છે. અહીં પીવાના પાણીનો મુખ્ય સ્રોત ભૂગર્ભ જળ છે. જેમ કે હેન્ડપંપ, કૂવો, નદી-તળાવ કે બોરવેલનો સમાવેશ થાય છે.
તે સમયે સવાલ એે થાય છે કે, જે લોકોના ઘરમાં હેન્ડપંપ, કૂવા, નદી-તળાવ કે બોરવેલમાંથી પાણી આવે છે, તેમને કેવી રીતે ખબર પડે છે કે, પાણીમાં આર્સેનિક અને આયર્નનું પ્રમાણ વધારે છે કે ઓછું આ માટે નીચે આપેલા ગ્રાફિક્સથી સમજીએ.
સવાલ : પીવાના પાણીમાં આર્સેનિક અને આયર્નનું પ્રમાણ કેટલું હોવું જોઇએ?
જવાબ : ICMRએ પીવાના પાણીમાં આયર્નનું પ્રમાણ વધુમાં વધુ 1.0 ppb નક્કી કર્યું છે.
આર્સેનિક માટે ડાયરેક્ટેડ સ્ટાન્ડર્ડ અથવા મેક્સિમમ કન્ટેમિનેશન લેવલ (MLC) 10 PPB (WHO મુજબ) છે, જેને મોટાભાગના વિકસિત દેશો દ્વારા ગણવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશ સહિતના વિકાસશીલ દેશો પણ સામેલ છે. પીવાના પાણીમાં આર્સેનિકનું પ્રમાણ 50 PPB ગણવામાં આવે છે.
સવાલ : વોટર ટેસ્ટિંગ રિપોર્ટમાં તમારા ઘરનું પાણી પીવાલાયક ન હોય તો શું કરવામાં આવે છે?
જવાબ : જો તમારા ઘરના પાણીમાં કોઈ મિનરલ વધારે હોય અને તેને ટ્રીટ કરવામાં ન આવે તો તે કૂવો, હેન્ડપંપ કે બોરવેલ બંધ કરવામાં આવે છે.
સવાલ : ક્યારેક તોફાન કે પૂર જેવી કુદરતી આફત અચાનક આવી જાય છે. આ સ્થિતિમાં, આપણા નળમાં પાણી ન આવવાની સ્થિતિમાં અને કૂવા, હેન્ડપંપ અથવા બોરવેલનું પાણી પીવા માટે યોગ્ય ન હોય ત્યારે બીમારીથી બચવા માટે આપણે કયું પાણી પીવું જોઈએ ?
જવાબ : CDC મુજબ જ્યાં સુધી તમારા ઘરમાં પીવાનું પાણી ન હોય ત્યારે...
સવાલ : આજકાલ શહેરોમાં ઘણા લોકો વોટર પ્યુરીફાયર લગાવે છે.શું તે પીવાના પાણીમાં આયર્ન અને આર્સેનિકના પ્રમાણને કંટ્રોલ કરી શકે છે?
જવાબ : જવાબ- વોટર પ્યુરીફાયરના ઘણા પ્રકાર છે. તમે ખરીદો તે પહેલાં, તમારે એ ઓળખવાની જરૂર છે કે કયું વોટર પ્યુરિફાયર આર્સેનિક અને આયર્નને કંટ્રોલ કરી શકે છે અને કયું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.