• Gujarati News
 • Utility
 • You Are At Home, But You Have To Go Out To Get Milk vegetables And Rations, What To Do To Prevent Corona From Entering In Such A Situation? Learn The Complete Guideline

કોરોનાની બીજી લહેર:તમે ઘરે છો, પરંતુ દૂધ-શાકભાજી અને રાશન લેવા તમારે બહાર તો જવું પડશે, આવી સ્થિતિમાં કોરોનાને પ્રવેશતાં અટકાવવા શું કરવું? જાણો સંપૂર્ણ ગાઇડલાઇન્સ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જ્યારે ખાવાની વસ્તુ અથવા કરિયાણાની વસ્તુ ઘરે પહોંચી જાય તો કાર્ડબોર્ડ અથવા પ્લાસ્ટિક પેકેજિંગને ફેંકી દો
 • અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સંશોધન પ્રમાણે કોરોનાના 18% દર્દીઓ પોતાના ઘરના સભ્યોને પણ સંક્રમિત કરી રહ્યા છે

કોરોનાની બીજી લહેરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનો પ્રયાસ છે કે મોટા ભાગના લોકો તેમના ઘરમાં જ રહે. ઘણાં શહેરોમાં લોકડાઉન લાગુ છે, પરંતુ ચાર દીવાલમાં બેસી રહેતા લોકોને પણ રાશન, દૂધ, શાકભાજી-ફળ અને દવા લેવા બહાર જવું પડે છે. આવી સ્થિતિમાં તેમને ચિંતા થાય છે કે તેમની સાથે અથવા વસ્તુની સાથે કોરોનાવાયરસ ઘરમાં ન આવી જાય. અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા રિસર્ચના અનુસાર, કોરોનાના 18% દર્દીઓ પોતાના ઘરના સભ્યોને પણ સંક્રમિત કરી રહ્યા છે, જ્યારે સાર્સ (SARS)માં આ દર 7.5% હતો અને મર્સ (MERS)માં માત્ર 4.7%. તો જાણો, ઘરમાં રહેતી વખતે કોરોનાથી બચવા માટે અમેરિકાની સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ની ગાઈડલાઈન્સ...

હોમ ડિલિવરી

 • સુનિશ્ચિત કરો કે ડિલિવરી વખતે માસ્ક અને ગ્લવ્ઝ પહેર્યાં હોય. જો આવું ન થાય તો ડિલિવરી ન લો અને સંબંધિત કંપનીને ફરિયાદ કરો.
 • જ્યારે ખાવાની વસ્તુ અથવા કરિયાણાની વસ્તુ ઘરે પહોંચી જાય તો કાર્ડબોર્ડ અથવા પ્લાસ્ટિક પેકેજિંગને ફેંકી દો.
 • ઘરની બહાર રાખવામાં આવેલા કચરાના ડબ્બામાં પેકિંગ મટીરિયલને ફેંકી દો.
 • સ્વચ્છ હાથથી વસ્તુઓને બહાર કાઢો અને એને ઘરની અંદર લાવો.
 • તમારા હાથને સાબુથી સારી રીતે ધોઈ લો અથવા સેનિટાઈઝ કરી લો.

રાશન અથવા કરિયાણું

 • વસ્તુઓનું લિસ્ટ બનાવોઃ દુકાન પર જોખમ દુકાનદારને વસ્તુ બતાવતી વખતે અથવા બિલિંગના સમયે થાય છે, તેથી જે વસ્તુ ખરીદવાની હોય એનું લિસ્ટ બનાવી લો.
 • ગ્લવ્ઝ પણ પહેરોઃ માસ્ક અને ડિસ્ટન્સિંગની સાથે ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ પણ પહેરો, જેથી લેવડ-દેવડ દરમિયાન જો તમે કંઈક સ્પર્શ કરો છો તો એનાથી વાયરસને ઘરમાં આવવાથી અટકાવી શકાશે.
 • કેશ અથવા કાર્ડ પેમેન્ટથી બચવુંઃ બિલિંગ બાદ ઓનલાઈન પેમેન્ટ કરો. ધ્યાન રાખવું કે કાર્ડ પેમેન્ટથી પણ બચવું. કેશ લેવડ-દેવડ કરો તો ગ્લવ્ઝ પહેરેલા હાથથી આપો અથવા લો.
 • યોગ્ય સમય પસંદ કરોઃ ખરીદી કરવા માટે એવો સમય પસંદ કરવો, જ્યારે દુકાન પર ઓછી ભીડ હોય.

વસ્તુની સાથે ઘર વાપસી

 • ઘરની એન્ટ્રીની પાસે એક કાઉન્ટર અથવા ટેબલ રાખો. કોઈ વસ્તુને લાવીને પહેલા થોડીવાર સુધી અહીં રાખો અને જો એ પેક વસ્તુ છે તો એને ડિસઇન્ફેક્ટ કરો.
 • જો ખાવાની વસ્તુ ટિન અથવા પ્લાસ્ટિક કન્ટેનરમાં છે તો એને સાબુ અથવા પાણીથી ધોઈ લો.
 • ફળ અને શાકભાજીને ટેપ વોટરથી સારી રીતે ધોઈ લો.
 • ફળ-શાકભાજી, મટન-ચિકનને સાબુ અથવા બ્લીચ અથના સેનિટાઈઝરથી ન ધોવો. તે નુકસાન પહોંચાડી શકે છે.
 • મોબાઈલ ફોન કવરને આલ્કોહોલ બેઝ સોલ્યુશનમાં રૂ પલાળીને સાફ કરી લો.
 • તમારા હાથ પગ સાબુથી ધોઈ લો અથવા સેનિટાઈઝ કરો. થઈ શકે તો સ્નાન કરી લો.
 • તમારાં કપડાં ડિટર્જન્ટ અને પાણીથી ધોઈ લો. આ કપડાંને બીજાં કપડાંની સાથે પણ ધોઈ શકો છો.
 • જરૂરી વસ્તુઓ સિવાયની અન્ય ખરીદી કરવાનું ટાળવું.

હોમ સર્વિસ અથવા રિપેર

​​​​​​પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન અથવા એન્જિનિયર ઘરે આવે એ પહેલાં

 • સ્થાનિક પ્રશાસના દિશાનિર્દેશો ચેક કરી લો કે કયા પ્રકારની સેવાઓને મંજૂરી છે.
 • જો ઘરમાં કોઈ બીમાર અથવા વૃદ્ધ હોય તો સર્વિસ પ્રોવાઈડર આવે એ પહેલાં તેને કોઈ એક રૂમમાં આઈસોલેટ કરી દો.
 • શક્ય તેટલા બધા મુદ્દાઓ પર વાતચીત કરી લો, જેથી સર્વિસ પ્રોવાઈડરને ઘરે ઓછો સમય પસાર કરવો પડે.
 • જેમ કે-ફોન અથવા ઈમેલથી કામની જાણકારી અને તસવીર મોકલી શકાય છે.
 • ફોન પર કોરોનાને લઈને સાવધાની રાખવાની વાત કરો, જેમ કે વિઝિટ દરમિયાન માસ્ક પહેરવું, અંદર આવતાં પહેલાં શરીરનું તાપમમાન ચેક કરવું અથવા ઘરના રેસ્ટ-રૂમનો ઉપયોગ કરવાની કે ન કરવાની મંજૂરી સંબંધિત વાત.

જ્યારે સર્વિસ પ્રોવાઈડર પહોંચી જાય

 • સર્વિસ પ્રોવાઈડરને માસ્ક પહેરીને અંદર જવાનું કહો.
 • જો તેની પાસે માસ્ક નથી અથવા તેને યોગ્ય રીતે માસ્ક નથી પહેર્યું તો તેને ત્રણ લેયરનું ડિસ્પોઝેબલ માસ્ક આપો.
 • પોતે માસ્ક પહેરવું અને પરિવારના તમામ સભ્યોને માસ્ક પહેરાવો.
 • સર્વિસ પ્રોવાઈડર સાથે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું.
 • પરિવારના તમામ સભ્યોએ સર્વિસ પ્રોવાઈડર સાથે ઓછામાં ઓછી વાત કરવી.
 • પ્રયાસ કરો કે ટચલેસ પેમેન્ટ કરવું પડે
 • જો કેશ લેવડદેવડ કરવી પડે તો ટ્રાન્ઝેક્શન બાદ તરત હાથને સાબુથી સારી રીતે ધોઈ લો અથવા 60% આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી હાથ સેનિટાઈઝ કરો.
 • કામ પૂરું થયા બાદ તમામ જરૂરી સપાટીને સેનિટાઈઝ કરો.

ડૉક્ટરને બતાવવા જવાનું હોય અથવા દવા ખરીદીને બતાવતાં પહેલાં

 • ડૉક્ટર સાથે ઓનલાઈન, ફોન પર અથવા ઈ-મેલ પર વાત કરો.
 • જો ટેલિમેડિસિનની સુવિધા ઉપલબ્ધ છે તો એનો ઉપયોગ કરવો.
 • ડૉક્ટરને તમારી એવી તમામ પ્રોસિઝરને આગળ વધારવા માટે કહો જે તમારે માટે તાત્કાલિક જરૂરી નથી.

હોસ્પિટલ અથલા ક્લિનિકની અંદર

 • જો તમને કોરોનાનાં લક્ષણ છે તો ડૉક્ટરને પહેલા એની જાણકારી આપો.
 • રસ્તા પર ક્લિનિક અથવા હોસ્પિટલમાં યોગ્ય રીતે માસ્ક પહેરવું.
 • કોઈપણ સપાટી, કાઉન્ટર, રેલિંગ વગેરેને સ્પર્શ ન કરો.
 • તમારાં ચહેરા, આંખો, નાક અથવા મોંને સ્પર્શ ન કરો.
 • વિઝિટ દરમિયાન પબ્લિક વોશરૂમ અથવા હોસ્પિટલના વોશરૂમનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો.
 • બધા લોકો સાથે છ ફૂટનું અંતર રાખવું.
 • ટચલેસ મોડથી પેમેન્ટ કરો. જો કાર્ડ અથવા કેશ પેમેન્ટ કર્યું હોય તો બાદમાં હાથ સેનિટાઈઝ કરી લો.

મેડિકલ સ્ટોર અથવા કાઉન્ટર પર

 • ડૉક્ટરની સલાહ બાદ એકસાથે બધી દવા લેવાનો પ્રયાસ કરો.
 • એક જ વિઝિટમાં ફર્સ્ટ એડ બોક્સની દવાઓ અને ઘરના બીજા મેમ્બર્સના રૂટિનમાં લેવામાં આવતી દવાઓ ખરીદી લેવી, જેમ કે બીપીની દવાઓ.
 • ઓનલાઈન મેડિસિન સપ્લાઇ કરનાર ઈ-કોમર્સ વેબસાઈટનો ઉપયોગ કરો.
 • કાઉન્ટરથી અંતર રાખવું. દવા ખરીદી રહેલા બીજા લોકોથી ખાસ અંતર રાખવું.