દુનિયાભરમાં આજનો દિવસ વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ દુનિયાભરના ફોટોગ્રાફરને ભેગા કરવાનો છે. ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, 9 જાન્યુઆરી, 1939થી ફોટોગ્રાફીની શરુઆત થઈ હતી. જોસેફ નાઈસફોર અને લુઇસ ડોગેર નામના બે વૈજ્ઞાનિકોએ ડોગોરોટાઈપ પ્રોસેસની શોધ કરી, તે ફોટોગ્રાફીની પ્રથમ પ્રોસેસ હતી.
એ પછી 19 ઓગસ્ટ 1839માં ફ્રાંસ સરકારે આ શોધની જાહેરાત કરી. ત્યારથી દર વર્ષે 19 ઓગસ્ટનો દિવસ વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર કોસ્કે આરાએ પ્રથમવાર વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે 19 ઓગસ્ટ 2010ના રોજ પ્રથમ વૈશ્વિક ઓનલાઈન ગેલેરીનું આયોજન કર્યું હતું.
ફોટોગ્રાફીમાં કરિયર
ફોટોગ્રાફી આજે એક શોખ નહીં પણ કરિયરનું ઓપ્શન બન્યું છે. હાલ ફોટોગ્રાફીમાં અનેક પ્રકારના સ્કોપ અવેલેબલ ચગે, તેનાથી માત્ર તમે શોખ જ નહીં પણ સારી એવી ઇનકમ પણ મેળવી શકો છો. હંમેશાંથી ડિમાન્ડિંગ કરિયર ઓપ્શન રહેલું ફોટોગ્રાફી આજે લેટેસ્ટ અને ડિજિટલ કેમેરાને લીધે વધારે સરળ બન્યું છે. આજે જાણીએ, ફોટોગ્રાફી સાથે જોડાયેલા કરિયરના અમુક ઓપ્શન વિશે..
લાયકાત અને કોર્સ
ફોટોગ્રાફીને કરિયર તરીકે સિલેક્ટ કરવામાં કોઈ સ્પેશિયલ પ્રકારની લાયકાત જરૂરી નથી. આ માટે ધોરણ 12 પાસ કર્યા પછી ફોટોગ્રાફી કોર્સમાં એડમિશન લઈને શીખી શકાય છે. ઘણી ઇન્સ્ટિટ્યુટ ધોરણ 12 પછી ફોટોગ્રાફી માટે ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે. આ ઉપરાંત ફોટોશોપ જેવા સોફ્ટવેરનું નોલેજ પણ ફોટોગ્રાફી સ્કિલ વધારવા માટે મદદરૂપ છે.
સેલરી
આ ફિલ્ડમાં અસિસ્ટન્ટ ફોટોગ્રાફર તરીકે કરિયરની શરુઆત કરવા પર દર મહીને 3500થી 6000 રૂપિયા કમાઈ શકો છો. એ પછી અનુભવ વધતા 15 હજારથી 35 હજાર રૂપિયાની સેલરી મળશે.આથી જો ફોટોગ્રાફી તમારું પેશન છે અને લોકોને ક્રિએટિવ રીતે કેમેરામાં કેદ કરવા પસંદ હોય તો આ ફિલ્ડમાં ફુલ ટાઈમ અને પાર્ટ ટાઈમ કરિયરના સારા ઓપ્શન્સ છે.
ફોટોગ્રાફીમાં કોર્સ ઓફર કરતી મુખ્ય ઈન્સ્ટિટ્યુટ
ઈન્સ્ટિટ્યુટ | રાજ્ય | લિંક |
જામિયા મિલિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ માસ કમ્યુનિકેશન રિસર્ચ સેન્ટર | નવી દિલ્હી | https://www.jmi.ac.in/aboutjamia/centres/mcrc/introduction |
ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટિટ્યુટ, પુણે | મહારાષ્ટ્ર | https://www.ftii.ac.in/hindi/ |
એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલીવિઝન | દિલ્હી | https://aaft.com/courses/ |
જે.જે સ્કૂલ ઓફ અપ્લાઈડ આર્ટ, મુંબઈ | મહારાષ્ટ્ર | https://www.sirjjschoolofart.in/ |
સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈ | મહારાષ્ટ્ર | http://xaviers.edu/main/ |
દિલ્હી સ્કૂલ ઓફ ફોટોગ્રાફી | દિલ્હી | https://delhischoolofphotography.in/ |
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફોટોગ્રાફી, મુંબઈ | મહારાષ્ટ્ર | http://www.focusnip.com/ |
ફોટોગ્રાફીમાં કરિયર ઓપ્શન
ફોટોગ્રાફી ફિલ્ડમાં ફેશન ફોટોગ્રાફીથી લઈને પોર્ટફોલિયો ફોટોગ્રાફી અને પ્રી-વેડિંગ ફોટોગ્રાફી તથા મેટરનિટી ફોટોફૂટ ઘણું ટ્રેન્ડમાં છે. આ જ કારણે આ સમયે ઇન્ડસ્ટ્રીમાં ફોટોગ્રાફર્સની ખૂબ ડિમાન્ડ છે. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં જોબ માટે અમુક મુખ્ય વિકલ્પ:
ફોટોગ્રાફીના આ ફિલ્ડમાં નોકરીની તક છે:
એડ અને ફેશન: ફોટોગ્રાફીની આ બ્રાંચમાં કરિયરની ઘણી બધી સંભાવનાઓ છે. દરેક એડ એજન્સીને એક સારા ફોટોગ્રાફરની જરૂર હોય છે. ફેશન ફોટોગ્રાફી પણ આનો જ એક ભાગ છે, પરંતુ આમાં ટેક્નિકથી વધારે ડ્રેસની સુંદરતાને વધારે હાઈલાઈટ કરવામાં આવે છે.
આર્ટ અને ફિલ્મ: ફોટોગ્રાફીની આ બ્રાંચમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની ઘણી માગ રહે છે. ફિલ્મ મેકિંગની શરુઆતથી દરેક વસ્તુઓ કેમેરામાં કેદ કરવામાં આવે છે.
સાયન્સ અને ટેક્નોલોજી: ફોટોગ્રાફીની આ બ્રાંચમાં ખૂબ જ સ્કોપ છે. આજે ટેક્નોલોજીથી લઈને મેડિકલ સાયન્સ સુધી ફોટોગ્રાફર્સની ખૂબ ડિમાન્ડ છે.
વાઈલ્ડ લાઈફ: એડવેન્ચરથી ભરેલી આ બ્રાંચમાં દર વર્ષે ઘણા ફોટોગ્રાફર્સની જરૂર રહે છે. ફોટોગ્રાફી શીખનારી દરેક વ્યક્તિ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં પ્રેક્ટિસ કરે છે.
ફોટો જર્નલિઝ્મ: ફોટોગ્રાફીની સાથે તમારામાં લખવાની પણ આવડત છે તો તમે સારું કરિયર બનાવી શકો છો. મીડિયા કંપનીઓને દર વર્ષે ઘણા બધા ફોટો જર્નલિસ્ટની જરૂર પડે છે.
ફોટોગ્રાફી: આમાં સામાન્ય ફોટોગ્રાફર હોય છે. તેમની સાથે કોઈ પણ ટેગ જોડાયેલું હોતું નથી. આ પ્રકારના ફોટોગ્રાફર અલગ-અલગ પ્રકારના ફોટોઝ સ્વતંત્ર રૂપે ક્લિક કરે છે અને તેઓ સ્પેશિયલ ફોટોગ્રાફરની કેટેગરીમાં આવતા નથી.
કમર્શિયલ ફોટોગ્રાફી: આ ફિલ્ડ ફોટોગ્રાફર પ્રોફેશનમાં સાથી વધારે સેલરી આપે છે. આ પ્રકારની ફોટોગ્રાફીમાં મોટી બ્રાંડ માટે ફોટો ક્લિક કરવામાં આવે છે અને તેનો ઉપયોગ વસ્તુના વેચાણમાં કરવામાં આવે છે.
ફૂડ ફોટોગ્રાફી: આ પ્રકારના ફોટોગ્રાફર ફૂડની અલગ-અલગ કંપનીઓમાં કામ કરે છે અને આ ફોટો માર્કેટિંગમાં કામ આવે તે રીતે ક્લિક કરવામાં આવે છે. આવા ફોટોગ્રાફર બનવા માટે ભોજનમાં ઈન્ટરેસ્ટ હોવો જરૂરી છે.
ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફી: આ પ્રકારના ફોટોગ્રાફરનું કામ હોય છે અલગ-અલગ મશીનના ફોટો ક્લિક કરવા. આ ફોટોનો ઉપયોગ જાહેરાતમાં કરવામાં આવે છે. આવા ફોટોગ્રાફર બનવા માટે મશીનની સમજ હોવી જરૂરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.