મહિલાઓએ સાવચેત રહેવાની જરૂર:જે મહિલાઓ જાડા અને સોફ્ટ બેડનો ઉપયોગ કરે છે તેમને એન્ડોમેટ્રિયોસિસનું જોખમ વધારે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દુનિયાની મોટાભાગની મહિલાઓ એન્ડોમેટ્રિયોસિસની સમસ્યાથી પીડાય છે. એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં દર વર્ષે 1 કરોડથી વધારે મહિલાઓ તેનાથી બીમાર પડે છે. આ એવી સમસ્યા છે, જે દર દસમાંથી એક મહિલાને થાય છે. 18થી 35 વર્ષની ઉંમરની મહિલાઓમાં સૌથી વધારે આ સમસ્યા જોવા મળે છે. અમેરિકામાં કરવામાં આવેલા એક રિસર્ચના અનુસાર, જે મહિલાઓ સોફ્ટ અને જાડા ગાદલાનો ઉપયોગ કરે છે અને સનબાથ લે છે તેમને આ પ્રકારની સમસ્યા વધારે રહે છે.

એન્ડોમેટ્રિયોસિસ સમસ્યા શું છે?

 • એન્ડોમેટ્રિયોસિસ મહિલાઓથી સંબંધિત સમસ્યા છે. તેમાં એન્ડોમેટ્રિયમ ટિશ્યુથી યુટ્રસની અંદર પરત બનવા લાગે છે, જેનાથી એન્ડોમેટ્રિયમ ટિશ્યુ અચાનક વધવા લાગે છે. તે યુટ્રસની બહાર પણ ફેલાવા લાગે છે. કેટલીકવાર આ પરત યુટ્રસની બાહ્ય પરત ઉપરાંત અંડાશય, આંતરડાં અને અન્ય પ્રજનન અંગો સુધી ફેલાય છે. તેને એન્ડ્રોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે.
 • તેના કારણે પ્રજનન અંગોમાં જેમ કે ફેલોપિયન ટ્યુબ અને અંડાશય પર પણ અસર પડે છે. જે મહિલાઓમાં પિરિઅડ્સ દરમિયાન બ્લિડિંગ અને દુખાવાનું કારણ બની શકે છે. તેમાં મહિલાઓને ઘણા પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. તેમાં ઘણી વખત ફર્ટિલિટીની સમસ્યા થાય છે.

એન્ડોમેટ્રિયોસિસનું કારણ

 • ઈમ્યુન સિસ્ટમમાં સમસ્યા થવી. હિસ્ટેરોક્ટોમી, સી-સેક્શન જેવી સર્જરી બાદ ઈજામાં એન્ડોમેટ્રિયલ નસોનું જોડાણ.
 • એન્ડોમેટ્રિયલ ટિશ્યુની પરત તૂટવાથી બ્લિડિંગ થવું. ત્યારબાદ બ્લડ શરીરની બહાર જવાની જગ્યાએ ડિમ્બ નળીથી પેલ્વિક કેવિટામાં જમા થાય છે.
 • બ્લડ સેલ્સ, એન્ડોમેટ્રિયલ નસોનું શરીરના અંદરના અન્ય ભાગોમાં ફેલાવવું.
 • પિરિઅડ્સ દરમિયાન જો કોઈ દવા ચાલી રહી છે, તો તે આ સમસ્યાનું કારણ બની શકે છે.

રિસર્ચમાં શું સામે આવ્યું

 • અમેરિકામાં એન્ડોમેટ્રિયોસિસ પર એક રિસર્ચ થયું. તેમાં સામે આવ્યું કે, જે મહિલાઓ જાડા અને સોફ્ટ બેડ અને સનબાથ લે છે. તેમનામાં એન્ડોમેટ્રિયોસિસનું જોખમ વધે છે.
 • 1989થી 2015 સુધી રિસર્ચ કર્યું. રિસર્ચમાં 116,429 નર્સોના હેલ્થ ડેટા એંકઠા કરવામાં આવ્યું. તમામ લોકોની ઉંમર 25થી 42 વર્ષની હતી.
 • હ્યુમન રિપ્રોડક્શનમાં પ્રકાશિત રિસર્ચમાં માલુમ પડ્યું કે, તેમાં જે મહિલાઓએ સોફ્ટ અને જાડા બેડનો ઉપયોગ નથી કર્યો અને જે મહિલાઓએ ઉપયોગ 3 અથવા વધારે વાર કર્યો તેમની સરખામણી કરી. 35 વર્ષ સુધીની મહિલાઓમાં 30% એન્ડોમેટ્રિયોસિસનું જોખમ જોવા મળ્યું.
 • જેમણે યંગ એજમાં 5 અથવા વધારે વખત સનબાથ કર્યું, તેમના બીમાર થવાનું જોખમ 12% છે. જે લોકોએ સનસ્ક્રીન લગાવીને સનબાથ કર્યું, તેમાં 10% એન્ડોમેટ્રિયોસિસનું જોખમ છે.
 • એપિડેમિયોલોજીના અસિસ્ટન્ટ પ્રોફેસર લેસલી વી ફારલેન્ડ કહે છે કે આપણે તે કામ કરવાથી બચવું જોઈએ, જેનાથી કેન્સર અને એન્ડોમેટ્રિયોસિસનું જોખમ વધે છે.

કેવી રીતે બચી શકાય છે?

 • સનબાથ લેવાથી બચો અને જાડા-સોફ્ટ બેડનો ઉપયોગ કરવાનું ટાળવું.
 • શરીરમાં બની રહેલા એસ્ટ્રોજન હોર્મોન લેવલને ઓછું કરો.
 • એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધારવા માટે દરરોજ એક્સર્સાઈઝ કરો અને ફેટ વધારતા હોય તેવો ખોરાક લેવાનું ટાળવું.
 • હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવથી જોડાયેલી વસ્તુઓ માટે ડોક્ટરથી વાત કરો.
 • આલ્કોહોલ, કેફીન લેવાથી બચો. તેનાથી એસ્ટ્રોજન લેવલ ઓછું થાય છે.
 • આ સિવાય કેટલાક જરૂરી ચેકઅપ અને ટેસ્ટ કરાવતા રહો જેવા કે પેલ્વિક અને ઈમેજિંગ ટેસ્ટ