તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Women In India Face Sexual Harassment And Abuse In The Workplace, Find Out What The Law Says

જાતીય શોષણથી કેવી રીતે બચવું:ભારતમાં મહિલાઓ વર્ક પ્લેસ પર જાતીય સતામણી અને ખરાબ વર્તનનો સામનો કરી રહી છે, જાણો કાયદો શું કહે છે

એમ.લી સેમલ અને હરિ કુમાર11 દિવસ પહેલા
 • હ્યુમન રાઇટ્સ વોચના રિપોર્ટ મુજબ - રાજ્ય સરકારો મહિલાઓને ન્યાય આપવા માટે સારી કામગીરી નથી કરી રહી
 • ઇન્ફોર્મલ સેક્ટરમાં 2 કરોડ મહિલાઓ કામ કરી રહી છે, મોટાભાગે ગરીબ અને પછાત મહિલાઓનું શોષણ થાય છે

ભારતમાં મહિલાઓ સાથે વર્ક પ્લેસ પર પણ ભેદભાવ થાય છે, કન્સ્ટ્રક્શન, કૃષિ અને ઇન્ફોર્મલ સેક્ટર અને ઘરમાં કામ કરતી મહિલાઓને આજે પણ જાતીય શોષણ અને અપશબ્દોનો સામનો કરવો પડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ બધું અટકાવવા માટે બનેલા કાયદાનો ઉપયોગ ઘણો ઓછો કરવામાં આવી રહ્યો છે.

ભારતમાં ઇન્ફોર્મલ સેક્ટરમાં આશરે 2 કરોડ મહિલાઓ કામ કરી રહી છે. હ્યુમન રાઈટ્સ વોચના રિપોર્ટ પ્રમાણે, જે પણ મહિલાઓ જાતીય શોષણનો શિકાર થઇ રહી છે, તેમને ન્યાય આપવા માટે કે આ રોકવા માટે રાજ્ય સરકારો પણ સારું કામ કરી રહી નથી.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, મહિલાઓને આ અત્યાચારો રોકવા માટે અવાજ ઉઠાવવો પડશે. ઘણી મહિલાઓ ચુપ રહે છે. તેમણે વિરોધ કરવો જોઈએ અને ન્યાય માટે પ્રયત્ન કરવો જોઈએ.

શોષણ રોકવા વર્ષ 2013માં કાયદો બનાવ્યો હતો
દેશમાં વર્ક પ્લેસ પર મહિલાઓનું યૌન શોષણ રોકવા માટે 2013માં કાયદો બનાવ્યો હતો. તેને પોશ એક્ટ (POSH Act) એટલે કે પ્રિવેન્શન ઓફ સેક્સ્સ્યુઅલ હેરેસમેન્ટ કહેવામાં આવે છે.

મોટાભાગની ગરીબ અને પછાત વર્ગની મહિલાઓ છે

 • હ્યુમન રાઇટ્સ વોચના રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ક પ્લેસ પર જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે તેમનામાં મોટાભાગની ગરીબ અને પછાત મહિલાઓ છે. ઘણી શોષણનો ભોગ બનેલી મહિલાઓ મૃત્યુ પણ પામે છે.
 • ગુજરાતમાં મજૂરોનું પ્રતિનિધિત્વ કરતા ટ્રેડ યુનિયનના નેતા મીના જાદવ કહે છે કે, ભારતમાં કામના સ્થળોએ શારીરિક અને જાતીય સતામણી ખૂબ સામાન્ય બની ગઈ છે. અમારી પેઢીમાં મહિલાઓ ફરિયાદ નહોતી કરતી. જો વિક્ટિમ નાની ઉંમરની હોય તો તેની ફરિયાદ કરવાની અપેક્ષા વધુ ઓછી થઈ જતી હતી કારણ કે, પરિવાર નહોતો ઇચ્છતો કે આ પ્રકારની કોઈ વાત બહાર આવે.

કંપનીમાં 10 સભ્યોની કમિટી બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે

 • પોશ એક્ટ હેઠળ, દેશની દરેક સંસ્થા અથવા કંપનીને 10 સભ્યોની કમિટી બનાવવાની ફરજ પાડવામાં આવી છે. આ સમિતિ તે જગ્યા અથવા કંપનીમાં કામ કરતી મહિલાઓની શારીરિક અને જાતીય સતામણીની સમસ્યાઓ સાંભળશે.
 • કાયદા અનુસાર, સમિતિના વડા એક મહિલા હોવી જોઈએ. કમિટીમાં સિવિલ કોર્ટ જેટલીૃો જ પાવર હશે. આ કમિટી વિક્ટિમનું નિવેદન લઈ શકે છે, કેસ સાથે સંબંધિત પૂરાવા અને સાક્ષીઓની તપાસ પણ કરી શકશે.
 • જો કમિટી કોઈને દોષી જાહેર કરે છે તો તે યોગ્ય કાર્યવાહી માટે અદાલત અને પોલીસને સૂચન કરી શકે છે. કમિટી દોષી વિરુદ્ધ ટર્મિનેશન જેવી કાર્યવાહી પણ કરી શકે છે, પરંતુ તે રાજ્ય સરકરો પર નિર્ભર કરે છે કે તે ગરીબ, અશિક્ષિત અને પછાત વર્ગોની મહિલાઓને આ કાયદા અને તેનાથી જોડાયેલા નિયમો વિશે જણાવે.

પોલીસના ખરાબ વ્યવહાર માટે મહિલાઓ રિપોર્ટ નથી કરાવી શકતી

 • મહિલાઓ સામે લિંગભેદની એક મોટી સમસ્યા છે, જેને લીધે તે ખૂલીને બોલી શકતી નથી. તેથી કોર્ટમાં મહિલાઓ સંબંધિત કેસ વર્ષો સુધી અટકાયેલા રહે છે અને તેમને ન્યાય મળતો નથી. સાઉથ એશિયામાં હ્યુમન રાઈટના ડાયરેક્ટર મીનાક્ષી ગાંગુલી જણાવે છે કે, ‘ભારતમાં પોશ એક્ટ એટલા માટે બનાવવામાં આવ્યો કે મહિલાઓને કોર્ટનો વિકલ્પ મળી શકે, પરંતુ પોલીસની બેદરકારી અને ખરાબ વલણ માટે મહિલાઓ રિપોર્ટ નથી કરી શકતી.’

સુરક્ષા માટે શું કરશો?

 • મીનાક્ષી ગાંગુલી જણાવે છે કે, મહિલાઓ કોઈના ભરોસે બેસી શકતી નથી, તેમણે દરેક અન્યાયના વિરોધ માટે આગળ આવવું પડશે. મહિલાઓએ પોતાની સુરક્ષાને લઈને આ વાતોનું ધ્યાન રાખવું પડશે.
 • મહિલાઓ સુનુશ્ચિત કરે કે તેઓ જ્યાં પણ કામ કરે છે, ત્યાં પોશ એક્ટ હેઠળ કમિટી બનાવવામાં આવી છે કે નહીં.
 • પોતાના યુનિયન લીડરના સંપર્કમાં રહો અને તમારા દરેક મુદ્દા સામે અવાજ ઉઠાવો.
 • કોઈ પણ ઘટના થવા પર ચૂપ ન રહો, સામે આવી તેનો વિરોધ કરો.
 • તમારી સાથે કામ કરનાર મહિલાઓને બોલ અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરો.
 • પોલીસ અને કમિટી સામે રિપોર્ટ કરવામાં બેમત ન રાખો.
 • જો પોલીસ અને કમિટીમાં સુનાવણી નથી થઈ રહી તો સિવિલ કોર્ટમાં જાઓ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો