તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશી જુગાડ:કોરોનાટાઈમમાં ઉત્તરાખંડમાં યોજાયેલા લગ્નમાં મહિલાએ માસ્ક પર નથણી પહેરી, યુઝરે લખ્યું-આવું તો માત્ર ભારતમાં જ શક્ય છે

3 મહિનો પહેલા
  • કવિતા જોષીનો જુગાડ જોઇને લગ્નમાં અન્ય મહિલાઓએ પણ આ રીતે નથ પહેરી હતી
  • સો. મીડિયા પર કવિતાનો ફોટો જોઈને યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે

કોરોનાવાઈરસની અસર આપણા દરેકના જીવન પર થઇ છે. આ વાઈરસથી બચવા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. લગ્ન કે અન્ય કોઈ ફંક્શનના માસ્ક પહેરવાને લીધે અડધો ચહેરો ઢંકાય જાય છે અને પ્રસંગની મજા પણ અડધી થઇ જાય છે. જો કે આપણા દેશમાં દરેક તકલીફોનો જુગાડ મળી જાય છે, લગ્નમાં દુલ્હનથી માંડીને મહેમાનો મેચિંગ માસ્ક પહેરે છે. પણ, માસ્કને લીધે ચહેરા પર પહેરેલી જ્વેલરી ઢંકાય જાય તેનું શું? આ વાતનો જુગાડ પણ એક મહિલાએ શોધી લીધો છે. તેમણે નાકની નથ માસ્ક ઉપર પહેરી.

આ મહિલાનું નામ કવિતા જોષી છે અને તેઓ ઉત્તરાખંડમાં આવેલા નૈનીતાલ શહેરમાં રહે છે. તેમની ભાણીના લગ્નમાં તેમણે માસ્ક પહેર્યું. આ માસ્કને લીધે નાક તો ઢંકાઈ ગયું આથી માસ્કની ઉપર નથણી પહેરી. ઇન્ટરનેટ પર કવિતાનો ફોટો વાઈરલ થતા યુઝર્સે કમેન્ટનો ઢગલો કર્યો છે.

કવિતાએ આ જુગાડ વિશે જણાવ્યું, મારી ભાણીના લગ્ન હતા અને હું તેની સૌથી મોટી મામી છું. કોવિડ-19માં પોતાની સેફ્ટીનું ધ્યાન રાખવાની સાથે લગ્ન માટે પ્રોપર તૈયાર પણ થવાનું હતું. જો આ નથણી પહેરીને હું માસ્ક પહેરત તો તે અંદર ખૂંચત. આથી મેં માસ્કની ઉપર પિનથી નથ લગાવી. આ રીતે નથ પહેરવામાં મજા પણ આવી અને તકલીફ પણ ના થઈ. જમતી કે પાણી પીતી વખતે નથ ક્યાંય અડચણરૂપ ના થઈ.

લગ્નમાં સામેલ અન્ય મહિલાઓએ પણ કવિતાનો જુગાડ જોઈને પોતે પણ એ રીતે નથણી પહેરી હતી. લગ્નમાં માત્ર નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા હતા અને કોવિડ ગાઈડલાઈન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

આ જ્વેલરી જુગાડ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. એક યુઝરે લખ્યું, વાહ, શું વાત છે! અન્ય યુઝરે લખ્યું, આવા જુગાડ માત્ર ભારતમાં જ શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...