• Gujarati News
  • Utility
  • Within 24 Hours, The Company Reduced The Validity Of Rs 1 Plan By 29 Days, Customers Will Now Lose 90MB Of Data

જિયોની છટકબાજી:24 કલાકની અંદર કંપનીએ 1 રૂપિયાના પ્લાનની વેલિડિટી 29 દિવસ ઘટાડી દીધી, ગ્રાહકોને હવે 90MB ડેટાનું નુકસાન થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 રૂપિયાનો ડેટા પ્લાન My Jio એપ પર જ લિસ્ટેડ છે

રિલાયન્સ જિયોએ તેનો સૌથી સસ્તો 1 રૂપિયાનો પ્લાન 24 કલાકમાં જ રિવાઈઝ્ડ કર્યો છે. 1 દિવસ પહેલાં 1 રૂપિયામાં કંપની 100MB ડેટા 30 દિવસ માટે ઓફર કરતી હતી જ્યારે રિવાઈઝ્ડ પ્લાનમાં આ જ કિંમતે કંપની 10MB ડેટા 1 દિવસ માટે આપી રહી છે. અર્થાત રિવાઈઝ્ડ પ્લાનમાં જૂના પ્લાન કરતાં 29 દિવસની વેલિડિટી અને 90MBનો ડેટા ઓછો થઈ ગયો છે.

આ 1 રૂપિયાનો પ્લાન My Jio એપમાં અવેલેબેલ છે. કંપનીની વેબસાઈટ પર આ પેક લિસ્ટેડ નથી. એપમાં Other Plansમાં આ પેક લિસ્ટેડ છે.

જૂનાં અને નવાં સ્ક્રીનશૉટમાં તફાવત સમજો

જૂનો પ્લાન
જૂનો પ્લાન

રિવાઈઝ્ડ પ્લાનની કિંમત તો 1 રૂપિયા જ રહી છે પરંતુ વેલિડિટી 1 દિવસની અને ડેટા 10MBનો થઈ ગયો છે. અર્થાત જૂનાં પ્લાન કરતાં આ પ્લાનમાં ગ્રાહકને વેલિડિટીનું 90%નું નુકસાન છે. હવે યુઝરે 100MB ડેટા માટે આવા 10 રિચાર્જ કરવા પડશે. તેમ છતાં વેલિડિટી માત્ર 10 દિવસની રહેશે.

રિવાઈઝ્ડ પ્લાન
રિવાઈઝ્ડ પ્લાન

119 રૂપિયાનો પ્લાન રિવાઈઝ્ડ કર્યો
થોડા દિવસ પહેલાં જિયોએ તેના સૌથી બેઝિક ડેઇલી ડેટા પ્રીપેડ પ્લાન રિવાઈઝ કર્યો છે, તેની કિંમત 119 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગ સાથે દરરરોજ 1.5GB ડેટા મળશે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. પ્લાન સાથે જિયો એપ્સનો ફ્રી એક્સેસ મળશે. આ ઉપરાંત 300 SMSની સુવિધા પણ મળશે.

તમામ પ્રીપેઈડ પ્લાન મોંઘા થયાં
એરટેલ અને Vi પછી જિયોએ પણ 1 ડિસેમ્બરથી રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. આ પ્લાનના ભાવમાં 21% વધારો કર્યો છે. જિયોના 75 રૂપિયાના પ્લાન માટે 91 રૂપિયા ચૂકવવા પડશે.129 રૂપિયાવાળો પ્લાન 155 રૂપિયા, 399વાળો પ્લાન 479 રૂપિયા, 1299વાળો પ્લાન 1599 રૂપિયા અને 2399વાળો પ્લાન હવે 2879 રૂપિયામાં મળશે. ડેટા ટોપ-અપની કિંમત પણ વધી ગઈ છે. હવે 6GB ડેટા માટે 51ને બદલે 61, 12GB ડેટા માટે 101ને બદલે 121 રૂપિયા અને 50GB માટે 251 રૂપિયાને બદલે 301 રૂપિયા ખર્ચવા પડશે.

અન્ય સમાચારો પણ છે...