• Home
  • Utility
  • Withdrawal from provident fund only if necessary, withdrawal of Rs. 2 lakhs will get Rs. 23 lakhs less at retirement time

પર્સનલ ફાઈનાન્સ / જરૂરી હોય તો જ પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા, 2 લાખ રૂપિયા ઉપાડવા પર રિટાયરમેન્ટના સમયે 23 લાખ રૂપિયા ઓછા મળશે

X

  • PF પર અત્યારે 8.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે
  • 1 લાખ રૂપિયા ઉપાડવા પર રિટાયરમેન્ટના સમયે 11.69 લાખ રૂપિયા ઓછા મળશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 02:47 PM IST

કોરોના વાઈરસ કટોકટી દરમિયાન લોકોને આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો સામનો કરવા માટે લોકો તેમના PF ફંડની મદદ લઈ રહ્યા છે જો તમે પણ PF ફંડમાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ પૈસા તમારા વૃદ્ધાવસ્થામાં કેટલા કામ આવશે. જો જરૂરી ન હોય તો PF ઉપાડવાનું ટાળવું. આ સમયે EPFમાંથી જેટલી મોટી રકમ ઉપાડવામાં આવશે, રિટાયરમેન્ટ ફંડ પર તેની એટલી જ અસર પડશે.

તમારા ફંડ પર કેટલી અસર થશે
અંદાજિત ગણતરી મુજબ, તમારા રિટાયરમેન્ટમાં 20 અથવા 30 વર્ષનો સમય બાકી છે અને અત્યારે તમે PF અકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ઉપાડો છો તો તેનાથી તમારા રિટાયરમેન્ટ ફંડ પર 11.69 લાખ રૂપિયાની અસર પડશે.


કેટલા પૈસા ઉપાડવા પર
20 વર્ષ પછી કેટલા ઓછા મળશે (રૂ) 30 વર્ષ બાદ કેટલા ઓછા મળશે (રૂ)
50 હજાર 2 લાખ 5 હજાર 5 લાખ 27 હજાર
1 લાખ 5 લાખ 11 હજાર 11 લાખ 55 હજાર
2 લાખ 10 લાખ 22 હજાર 23 લાખ 11 હજાર
3 લાખ 15 લાખ 33 હજાર 34 લાખ 67 હજાર

નોંધઃ આ ટેબલ મોટા એક અંદાજના હિસાબથી બનાવવામાં આવ્યું કેમ કે PF પર મળતા વ્યાજની સમીક્ષા દર 3 મહિને કરવામાં આવે છે. તે ઉપરાંત અહીં જે ટેબલ બનાવવામાં આવ્યું છે, તેમાં વાર્ષિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવી છે.

જરૂરી ન હોય તો PF ફંડમાંથી પૈસા ઉપાડવા નહીં
મની મેનેજમેન્ટ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો જરૂરી ન હોય તો PF ઉપાડવાનું ટાળવું. તેના પર 8.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ સમયે EPFમાંથી જેટલી મોટી રકમ ઉપાડવામાં આવશે, રિટાયરમેન્ટ ફંડ પર તેની એટલી જ અસર પડશે.

કેટલો કટ થાય છે PF?
નિયમ અનુસાર, સેલરી મેળવનારા લોકોએ તેમના પગાર અને મોંઘવારી ભથ્થાના 12 ટકા રકમ PF અકાઉન્ટમાં આપવી ફરજિયાત છે. એમ્પ્લોયર પણ કર્મચારીના PF અકાઉન્ટમાં સમાન યોગદાન આપે છે. આ રકમને રિટાયરમેન્ટ બાદ ઉપાડવામાં આવે છે. જો કે, રિટાયરમેન્ટ પહેલા પણ PF ઉપાડી શકાય છે તેના માટે કેટલીક શરતો છે. PF અકાઉન્ટમાં યોગદાન કરવામાં આવેલ ભાગ પર કમ્પાઉન્ડિંગના આધાર પર વ્યાજ મળે છે.

છેલ્લા 4 મહિનામાં 30,000 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા
કોરોના મહામારીને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તેના પરિણામ રૂપે, છેલ્લા 4 મહિનામાં લોકોએ PFમાંથી કુલ 30,000 કરોડ રૂપિયા ઉપાડ્યા છે.પૈસાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો પ્રોવિડન્ટ ફંડ (PF)માંથી પૈસા ઉપાડીને પોતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, એપ્રિલથી જુલાઈ સુધી 80 લાખ સબ્સ્ક્રાઇબર્સે EPFOમાંથી પૈસા ઉપાડ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી