તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • With The Public Provident Fund You Can Also Easily Raise Large Funds For Your Child's Education Or Marriage, You Will Get 3 Options To Withdraw Money.

રોકાણ:પબ્લિક પ્રોવિડન્ટ ફંડ દ્વારા તમે પણ બાળકના એજ્યુકેશન અથવા મેરેજ માટે સરળતાથી મોટું ફંડ ભેગું કરી શકશો, પૈસા ઉપાડવા 3 ઓપ્શન મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની મોટાભાગની મોટી બેંકો ફિક્સ ડિપોઝિટ પર 5%થી 6% વ્યાજ ચૂકવે છે, જે આ મોંઘવારીના જમાનામાં બહુ ઓછું છે. આવી સ્થિતિમાં, તમે વધારે વ્યાજ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. હાલમાં આ યોજના હેઠળ 7.1% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તેમાં રોકાણ કરીને તમે સરળતાથી 1 કરોડ રૂપિયાથી વધુ રકમનું ફંડ ભેગું કરી શકો છો. અમે તમને આ સ્કીમ સાથે એવી ટિપ્સ આપી રહ્યાં છીએ જેનાથી તમે પણ સરળતાથી મોટું ફંડ ભેગું કરી શકશો.

25 વર્ષ સુધી રોકાણ કરી શકાશે
PPF ખાતું 15 વર્ષે મેચ્યોર થાય છે. જો કે મેચ્યોરિટી પિરિઅડ પહેલાંના એક વર્ષમાં સમયગાળો 5-5 વર્ષ સુધી લંબાવી શકાય છે. આ માટે, મેચ્યોરિટી પિરિયડ પૂરો થાય તે પહેલાના એક વર્ષ પહેલાં જ તે વધારી દેવો પડશે. એટલે કે, તમે આ સ્કીમમાં કુલ 25 વર્ષ માટે રોકાણ કરી શકશો. તમે 15, 20 અથવા 25 વર્ષ પછી તમારા પૈસા ઉપાડી શકો છો.

પૈસા ઉપાડવા 3 ઓપ્શન મળશે
PPF ખાતાંનો મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષ છે. એકવાર PPF અકાઉન્ટ મેચ્યોર થઈ જાય પછી તમારી પૈસા પૈસા ઉપાડવાના 3 ઓપ્શન છે.

અકાઉન્ટ બંધ કરી દો અને પૈસા ઉપાડો
PPF અકાઉન્ટ મેચ્યોર થવા પર તમે અકાઉન્ટ બંધ કરીને સંપૂર્ણ પૈસા ઉપાડી શકો છો. સંપૂર્ણ રકમ તમારા બચત ખાતાંમાં ટ્રાન્સફર કરવા માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં (જ્યાં તમારું PPF અકાઉન્ટ છે) એક ફોર્મ સબમિટ કરવું પડશે.

ફ્રેશ ડિપોઝિટથી અકાઉન્ટ વધારવું
જો પૈસાની જરૂર નથી તો અકાઉન્ટ હોલ્ડર મેચ્યોરિટી પછી પોતાનું અકાઉન્ટ 5 વર્ષ સુધી લંબાવી શકો છો. PPF ખાતું વધારવા માટે તમારે એક વર્ષની અંદર આ ફોર્મ સબમિટ કરવું પડશે. આ માટે, મેચ્યોરિટી પિરિયડ પૂરો થાય તેના એક વર્ષ પહેલાં જ અકાઉન્ટ વધારવું પડશે. આ 5 વર્ષ દરમિયાન જો જરૂર હોય તો તમે પૈસા ઉપાડી શકો છો.

ફ્રેશ ડિપોઝિટ વગર અકાઉન્ટ આગ વધારવું
PPF અકાઉન્ટ મેચ્યોર થયા પછી પણ એક્ટિવ રહે છે. જો તમે ઉપરોક્ત બંને વિકલ્પો પસંદ કરવા નથી માગતા તો પછી તમારું PPF અકાઉન્ટ મેચ્યોર થવાની તારીખ આપમેળે 5 વર્ષ માટે વધે છે. તેને કોઈ પેપરવર્કની જરૂર નથી રહેતી. આમાં તમારે કોઈપણ રીતે ફાળો આપવાની જરૂર પણ નહીં રહે અને તમને નિયમિત વ્યાજ મળતું રહેશે.

કેવી રીતે મોટું ફંડ ભેગું કરશો?

રોકાણ (દર મહિને રૂ.માં)15 વર્ષ પછી કેટલા રૂ. મળશે20 વર્ષ પછી કેટલા રૂ. મળશે25 વર્ષ પછી કેટલા રૂ. મળશે
12,50040.68 લાખ66.58 લાખ1.03 કરોડ
10,00032.54 લાખ53.26 લાખ82.46 લાખ
5,00016.27 લાખ26.63 લાખ41.23 લાખ
2,0006.51 લાખ10.65 લાખ16.49 લાખ
1,0003.25 લાખ5.32 લાખ8.24 લાખ

નોંધઃ આ ટેબલ આશરે મોટા અંદાજ મુજબ આપવામાં આવ્યું છે કારણ કે, પીએફ પર મલતા વ્યાજની દર 3 મહિને સમીક્ષા કરવામાં આવે છે. આ સિવાય, અહીં જે ટેબલ આપવામાં આવ્યું છે તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...