• Gujarati News
  • Utility
  • With The Help Of Recurring Deposit Scheme, A Fund Of Rs 10 Lakh Can Be Easily Obtained For Marriage Or Education Of Children In 10 Years, Understand The Whole Math Here.

રોકાણ:રિકરિંગ ડિપોઝિટ સ્કીમની મદદથી 10 વર્ષમાં બાળકોના લગ્ન અથવા શિક્ષણ માટે સરળતાથી 10 લાખ રૂપિયાનું ફંડ મેળવી શકાય છે, અહીં સમજો સંપૂર્ણ ગણિત

એક વર્ષ પહેલા
  • 10 લાખનું ફંડ તૈયાર કરવા માટે દર મહિને 6 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે
  • બેંક ઓફ ઈન્ડિયા 10 વર્ષની RD પર 6.35 ટકા વ્યાજ આપી રહી છે

મર્યાદિત આવક ધરાવતા લોકો માટે તેમના બાળકોના શિક્ષણ માટે પૈસા ભેગા કરવાનું સરળ નથી. પરંતુ રિકરિંગ ડિપોઝિટ (RD)એ એક એવી સ્કીમ છે જે તમારું કામ સરળ બનાવી શકે છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે, તેમાં તમને FD કરતાં સારું વ્યાજ મળે છે તે ઉપરાંત તમારા પૈસા પણ સુરક્ષિત રહે છે. આજે અમે તમને આજે જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે RDમાં દરરોજ માત્ર 200 રૂપિયાનું રોકાણ કરીને 10 લાખ રૂપિયાની મોટી રકમ એકઠી કરી શકો છો.

અહીં જાણો ક્યાં રોકાણ કરવાથી તમને વધુ ફાયદો મળશે?

બેંક ઓફ ઈન્ડિયા(BOI)

સમયગાળોવ્યાજ દર (%)
1 વર્ષ અને 2 વર્ષથી ઓછો સમય6.65
2 વર્ષ અને 3 વર્ષથી ઓછો સમય6.70
3 વર્ષ અને 8 વર્ષથી ઓછો સમય6.50
8થી 10 વર્ષ માટે6.35

આ બેંક 10 વર્ષની RD પર 6.35 ટકા વ્યાજ આપે છે. જો તમે તેમાં દરરોજ 200 રૂપિયા એટલે કે 6 હજાર રૂપિયા મહિને ઈન્વેસ્ટ કરો છો તો 6.35 ટકા વાર્ષિક વ્યાજ દરના હિસાબથી 10 વર્ષ બાદ મેચ્યોર થવા પર તે લગભગ 1,005,625 રૂપિયા થઈ જશે. એટલે કે તમને 285,625 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

ICICI બેંક

સમયગાળોવ્યાજ દર (%)
1 વર્ષ5.80
2 વર્ષ5.80
3 વર્ષ6.00
5થી 10 વર્ષ માટે6.00

આ બેંક 10 વર્ષની RD પર 6 ટકા વ્યાજ આપે છે. તો તમે તેમાં દરરોજ 200 રૂપિયા એટલે મહિને 6 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો 6 ટકાના વાર્ષિક વ્યાજ દરના હિસાબથી 10 વર્ષ બાદ મેચ્યોર થવા પર તે લગભગ 986,574 રૂપિયા થઈ જશે. એટલે કે તમને 266,574 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

પોસ્ટ ઓફિસમાં RD કરવા પર
ઈન્ડિયા પોસ્ટની RD પર 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં દરરોજ 200 રૂપિયા એટલે કે 6 હજાર રૂપિયા મહિને રોકાણ કરો છો તો 5.8 ટકા વાર્ષિક વ્યાજ દરના હિસાબથી 10 વર્ષ બાદ મેચ્યોર થવા પર તે લગભગ 975,885 રૂપિયા થઈ જશે. એટલે કે તમને 255,885 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

પંજાબ નેશનલ બેંક (PNB)

સમયગાળોવ્યાજ દર (%)
1 વર્ષ અને 2 વર્ષથી ઓછો5.80
2 વર્ષ અને 3 વર્ષથી ઓછો5.80
3 વર્ષ અને 5 વર્ષથી ઓછો5.80
5થી 10 વર્ષ માટે5.80

આ બેંક 10 વર્ષની RD પર 5.8 ટકા વ્યાજ આપે છે. તો તમે તેમાં દરરોજ 200 રૂપિયા એટલે મહિનાના 6 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટ કરો છો તો 5.8 ટકા વાર્ષિક વ્યાજ દરના હિસાબથી 10 વર્ષ બાદ મેચ્યોર થવા પર તે લગભગ 975,885 રૂપિયા થઈ જશે. એટલે કે તમને 255,885 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)

​​​​​​​

સમયગાળોવ્યાજ દર (%)
1 વર્ષ અને 2 વર્ષથી ઓછો5.50
2 વર્ષ અને 3 વર્ષથી ઓછો5.50
3 વર્ષ અને 5 વર્ષથી ઓછો5.70
5થી 10 વર્ષ માટે5.70

SBIમાં RD કરાવવા પર તમે દરરોજ 200 રૂપિયા એટલે કે 6 હજાર રૂપિયાનું મહિને રોકાણ કરો છો તો 5.7 ટકા વાર્ષિક વ્યાજ દરના હિસાબથી 10 વર્ષ બાદ મેચ્યોર થવા પર તે લગભગ 970,594 રૂપિયા થઈ જશે. એટલે કે તમને 250,594 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

નોંધઃ આ કેલ્યુલેશન એક મોટા અંદાજ પર કરવામાં આવ્યું છે. બેંક અને પોસ્ટ ઓફિસ સમયાંતરે વ્યાજ દરની સમીક્ષા કરે કરે છે.

અન્ય સમાચારો પણ છે...