નેશનલ સ્કોલર્સ ગ્રુપ છત્તીસગઢની સાથે દેશભરના મેનેજમેન્ટ વિદ્યાથીઓ માટે એક સ્કોલરશિપ પ્રોગ્રામ શરુ કરી રહ્યું છે. જે વિદ્યાર્થીઓને MBA કરીને કરિયરમાં આગળ વધવું હોય તેમના માટે આ એક સારો મોકો છે. દેશભરના તેજસ્વી વિદ્યાર્થીઓને MBAનો અભ્યાસ પૂરો કરવા માટે સ્કોલરશિપ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ડેટા સાયન્સ એન્ડ બિઝનેસ એનાલિટિક્સ, બેન્કિંગ એન્ડ ફાઈનાન્સ, HR અને માર્કેટિંગ જેવા સ્ટ્રીમમાં MBA કરવાનો મોકો આપવામાં આવશે.
સ્કોલરશિપ કોને મળશે?
નેશનલ સ્કોલર્સ ગ્રુપના છત્તીસગઢ યુનિટના મેમ્બર પ્રશાંત નાગે જણાવ્યું કે, આ સ્પેશિયલ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓના ધોરણ 10,12 અને ગ્રેજ્યુએશનમાં 60% માર્ક્સ હોવા જરૂરી છે. કેટ, જેટ અને મેટના પર્સેન્ટાઈલ અને જીમેટ સ્કોરને આધારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે સિલેક્ટ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી નથી તેમના માટે ટેસ્ટ કંડક્ટ કરવામાં આવશે.
કેવી રીતે અપ્લાય કરશો?
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ઓનલાઈનના સર્ટિફિકેશન અની દેશની SRM યુનિવર્સિટી જેવી સંસ્થાનો પાસેથી વિદ્યાર્થીઓને ભણવા અને શીખવાનો મોકો મળશે. આ માટે એન્જિનિયરિંગ, BBA, B.com સહિત કોઈ પણ સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે. સ્કોલરશિપ માટે bit.ly/youthscholar પર રજીસ્ટ્રેશન કરવું. MBAનો અભ્યાસ પૂરો કરવામાં જો વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોનની જરૂર પડશે તો પણ મદદ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.