તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • With The Cancellation Money, The Passenger Will Be Able To Book A Ticket Anytime In The Next One Year.

સ્પાઈસ જેટ:કેન્સલ ટિકિટના પૈસાથી પેસેન્જર આવતા એક વર્ષમાં ગમે ત્યારે ટિકિટ બુક કરાવી શકશે

દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 25 માર્ચથી 31 માર્ચની વચ્ચે કોઈપણ ઘરેલુ ફ્લાઈટ ઉડાન નહીં ભરે
  • સ્પાઈસજેટે મંગળવારે કહ્યું, 25થી 31 માર્ચની વચ્ચે મુસાફરી માટે બુક કરાયેલી ટિકિટ આપમેળે રદ થઈ જશે

યુટિલિટી ડેસ્ક. લો કોસ્ટ એરલાઈન્સ કંપની સ્પાઈસજેટે મંગળવારે જણાવ્યું કે, 25થી 31 માર્ચની વચ્ચે મુસાફરી માટે બુક કરાયેલી ટિકિટ આપમેળે રદ થઈ જશે અને આ ટિકિટના પૈસાથી, મુસાફરો આવતા એક વર્ષમાં ગમે ત્યારે ટિકિટ બુક કરાવી શકશે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 25 માર્ચથી 31 માર્ચની વચ્ચે કોઈપણ ઘરેલુ ફ્લાઈટ ઉડાન નહીં ભરે. તેના એક દિવસ બાદ એરલાઈન્સે આ જાહેરાત કરી છે. સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને 29 માર્ચ સુધી કેન્સલ કરી દીધી છે. 
સ્પાઈસજેટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મુસાફરો 25થી 31 માર્ચ સુધી ટિકિટ બુક કરાવી છે, તો ટિકિટ આપમેળે કેન્સલ થઈ જશે. તે મુસાફર તે જ પૈસાથી ઓરિજનલ ડેટથી લઈને એક વર્ષમાં ક્યારે પણ મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકે છે.. હવે તમામ ફ્લાઇટ્સ 21 દિવસ માટે રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં 14 એપ્રિલ સુધી તમામ સેવાઓ બંધ રહેશે.
કોરોના વાઈરસના કારણે એવિયેશન સેક્ટરના રેવન્યુ પર ભારે અસર પડી છે. તેના કારણે લો કોસ્ટ એરલાઈન્સ ગોએરે બુધવારે માર્ચમાં પોતાના તમામ કર્મચારીઓની સેલેરીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ગોઅરના સીઈઓ વિનય દુબેએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો