Battlegrounds Mobile India (BGMI) ટૂંક સમયમાં ભારતમાં ફરી ચાલુ થશે. BGMI ડેવલપ કરનાર કંપની ક્રાફ્ટનના સીઈઓ સીન હ્યુનિલ સોહને પ્રતિબંધ હટાવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. 'અમે BGMIને ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી આપવા બદલ ભારતીય અધિકારીઓના ખૂબ આભારી છીએ.'
અમે અમારા ભારતીય ગેમિંગ સમુદાયનો છેલ્લા કેટલાક મહિનામાં તેમના સમર્થન અને ધીરજ માટે આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે, બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. અમે લોકોને સાથે લાવવા અને અવિસ્મરણીય અનુભવના સર્જન માટે ગેમિંગની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ.
અમે ભારતીય ગેમિંગ ઇકોસિસ્ટમ માટે પ્રતિબદ્ધ છીએ
સીન હ્યુનિલ સોહને કહ્યું, 'ક્રાફ્ટન ઇન્ક. અમે ભારતીય ગેમિંગ ઇકોસિસ્ટમ માટે પ્રતિબદ્ધ છીએ. અમારો અભિગમ હંમેશા ભારત તરફ પ્રથમ રહ્યો છે, જે અમારા તમામ પ્રયાસોના પાયા તરીકે કામ કરે છે. અમે એક ઇકોસિસ્ટમ વિકસાવવામાં વિશ્વાસ રાખીએ છીએ જે ભારતીય ગેમિંગ બિઝનેસમાં રોકાણ, વૃદ્ધિ અને નવીનતાને પ્રોત્સાહન આપે છે.'
અમારો ઉદ્દેશ્ય લોકલ ડેવલપર્સની મદદથી નવી ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપીને ભારતમાં વિકાસને વધારવાનો છે. આ સાથે અમે કૌશલ્ય અને રોજગારની તકો માટે ભારતીય પ્રતિભાને ઓળખીએ છીએ.
3 મહિના માટે કામચલાઉ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારે BGMI ગેમ પરનો પ્રતિબંધ ત્રણ મહિના માટે હંગામી ધોરણે હટાવી લીધો છે. આ ત્રણ મહિનામાં સરકારી અધિકારીઓ BGMI કામગીરીનું વિશ્લેષણ અને દેખરેખ રાખશે.
જો આ સમયગાળા દરમિયાન આ ગેમ દેશના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર ફરીથી પ્રતિબંધ લગાવી શકાય છે. બીજી બાજુ, જો તે કોઈપણ સમસ્યા વિના મોનિટરિંગ તબક્કાને પસાર કરે છે, તો પ્રતિબંધ કાયમી ધોરણે દૂર કરી શકાય છે.
ભારત માટે BGMIમાં ઘણા ફેરફારો થશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BGMI ભારતમાં ફરીથી લોન્ચ થાય તે પહેલાં તેમાં વિવિધ ફેરફારો કરવામાં આવશે. 24x7 ગેમ-પ્લેને થોભાવવા માટે બિલ્ટ-ઇન ટાઈમર હશે. આ સાથે હિંસક ગ્રાફિક્સ હટાવી દેવામાં આવશે.
જુલાઈ 2022માં BGMI પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
BGMI પર ગત વર્ષે જુલાઈ 2022માં સુરક્ષામાં ચૂક બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ એપલના એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પરથી BGMI એપ ગાયબ છે. પ્રતિબંધ પહેલાં દેશમાં આ ગેમના યુઝર્સની સંખ્યા એક વર્ષમાં 100 મિલિયનને પાર કરી ગઈ હતી. સપ્ટેમ્બર 2020 માં PUBG પ્રતિબંધ પછી BGMI ભારતમાં 2021માં લોન્ચ કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.